લગભગ આજ સુધી આપણે સાંભળ્યું હોય તો એવું જાણવામાં આવ્યું છે કે જો બ્રેસ્ટ કેન્સર થયું હોય તો મહિલાને જ થયું હોય. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે મહિલાને જ બ્રેસ્ટ કેન્સર નથી થતું, પુરુષો પણ આ બાબતનો શિકાર બને છે. બ્રેસ્ટ કેન્સર એટલ વધારે મહિલાઓને થતી બીમારી છે એવું જ માનવામાં આવે છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે કે પુરુષને પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે. કેમ કે હોલીવુડના સિંગર બિયોન્સેના પિતાએ એવો ખુલાસો કર્યો હતો કે તેના પિતા મેથ્યુ નોલ્સ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતા. આ વાત તેમણે એક ટીવી શો માં જણાવી હતી.
તો આજે અમે તમને અમુક એવા લક્ષણ જણાવશું જે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો દર્શાવે છે. જો પુરુષના શરીરમાં આ પ્રકારના સંકેત કે લક્ષણ જોવા મળે તો તે બ્રેસ્ટ કેન્સરની પણ અસર હોય શકે છે. માટે આ લેખને દરેક લોકોએ અવશ્ય વાંચવો જોઈએ માટે આ લેખને અવશ્ય વાંચો. પુરુષમાં બ્રેસ્ટ કેન્સર થવું એક દુર્લભ બીમારી છે. જે સામાન્ય રીતે 60 વર્ષથી વધારે ઉમર વાળા લોકોને થાય છે. બ્રેસ્ટ કેન્સરને લઈને આજે પુરુષોમાં ખુબ જ ઓછી જાગરૂકતા છે. બધા જ પુરુષો તેના લક્ષણોને નજર અંદાજ કરે છે. પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં ન આવે અને તે એક સમયે ગંભીર સ્થિતિમાં પણ મૂકી શકે છે. તો આજે અમે જે લક્ષણ જણાવશું તે પુરુષોએ ક્યારેય પણ નજર અંદાજ ન કરવા જોઈએ.
સૌથી પહેલો લક્ષણ છે છાતી પર ગાંઠ બનવી : જો પુરુષને છાતી પર ગાંઠ બનતી હોય તો તેને નજર અંદાજ ન કરવી જોઈએ. કેમ પુરુષને છાતી પર જો ગાંઠ બને તો તે બ્રેસ્ટ કેન્સરનો પણ લક્ષણ હોય શકે છે. બ્રેસ્ટ કેન્સરની ગાંઠમાં દર્દ થતું નથી. જેમ જેમ કેન્સર વધતું હોય તેમ તેમ સોઝો ડોક સુધી ફેલાય છે. નિપ્પલનું અંદરની બાજુ ધકેલાવું : ટ્યુમર વધવાની સાથે સાથે લિન્ગામેન્ટસ બ્રેસ્ટની અંદર ખેંચાવા લાગે છે. તેના કારણે પુરુષની છાતીના નિપ્પલ અંદરની બાજુ ધકેલાય છે. તેની સાથે સાથે નિપ્પલની આજુબાજુની જગ્યા પર પણ ત્વચા ડાર્ક પડી જાય છે.
નિપ્પલ ડિસ્ચાર્જ : જો તમને પોતાના શર્ટ પર મોટાભાગે કોઈ ડગ જોવા મળે તો તેને ક્યારેય પણ નજર અંદાજ ન કરો. બિયોન્સેના પિતા મેથ્યુએ પણ પોતાની હાલત વિશે ખુલાસો કર્યો ત્યારે કહ્યું હતું કે, કેન્સરની ખબર ત્યારે પડી જ્યારે લગાતાર તેના શર્ટ પર લોહીના દાગ જોવા મળતા હતા. પિમ્પલ જેવા ઘાવ : બ્રેસ્ટ કેન્સરમાં ટ્યુમર સ્કીનથી જ ઉભરાય છે. તેવામાં જો કેન્સર વધવાની સાથે નિપ્પલ પર ખુલ્લો ઘાવ જોવા મળી શકે. તે ઘાવ એક પિમ્પલ જેવો દેખાય છે. જો આવા બધા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google