શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ, રોજ કરો આટલું સેવન.

આજના સમયમાં ખાનપાનની વસ્તુઓમાં ખુબ જ ભેળસેળ આવવા લાગી છે. તો તેવામાં ઘણી વસ્તુઓ શુદ્ધ મળે તો તેના ભાવોમાં ખુબ જ વધારો હોય છે. તો આજે અમે તમને એક શુદ્ધ વસ્તુ વિશે જણાવશું. જેનું સેવન સામાન્યથી લઈને દરેક લોકો કરે છે. જેનો ઉપયોગ દરેક ઘરોમાં રોજ થાય છે. તેના સેવનને લઈને અમુક ફાયદા અને સેવન કરવાની પદ્ધતિ વિશે જણાવશું. માટે આ લેખને અંતસ સુધી વાંચજો, તમારી ઘણી બધી એ વસ્તુ વિશેની ભ્રમણા દુર થઇ જશે.

મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું શુદ્ધ દેશી ઘીના સેવન અને ફાયદા વિશે. દેશી અને ઘરનું બનેલ શુદ્ધ ગાયનું ઘી – સ્મૃતિ, યોગ્યતા, ઉર્જા, બળવીર્ય, ઓઝ, કફ અને વસાવર્ધક હોય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી વાત્ત, પિત્ત, તાવ અને વિષાણું યુક્ત પદાર્થોનું નાશક હોય છે.

પરંતુ આજકાલના હૃદયરોગના વિશેષજ્ઞોની સાથે સાથે મોટાપણા અને હૃદય રોગીઓનો સૌથી વધારે ગુસ્સો ઘી ઉપર ઉતરે છે. આપણા આયુર્વેદમાં ઘીને ઔષધી માનવામાં આવ્યું છે. ઘીથી આપણા પ્રાચીન સાત્વિક ખોરાકથી બધા જ દોષોનું નિવારણ આવે છે. વાત્ત અને પિત્તને શાંત કરવા માટે ઘી સર્વશ્રેષ્ઠ છે સાથે જ કફને પણ સંતુલિત કરે છે. ઘીનું સેવન કરવાથી ઉપયોગી ચરબી પ્રાપ્ત થાય છે, અને બિનજરૂરી ચરબી ઓછી થવા લાગે છે. શુદ્ધ ઘી લીવર અને રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે પણ જરૂરી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે ઘી ગાયનું અને શુદ્ધ ઘરે જ બનેલું હોય, તો વધારે પ્રભાવશાળી રહેશે.

મિત્રો ખાસ વાત એ કે, ઘીમાં એટલા અવગુણ નથી, જેટલા તેમાં ગુણ છુપાયેલા છે. તે સાચું છે કે, બહુઅસંતૃપ્ત ચર્નીને અગ્નિમાં રાખવી તે સ્વાસ્થ્યપ્રદ છે. કેમ કે એવું કરવાથી પેરોક્સાઈડસ અને અન્ય રેડિકલ્સ નીકળે છે. તે પદાર્થોના કારણે અનેક બીમારીઓ અને સમસ્યાઓ પેદા થાય છે. તેનો અર્થ એવો પણ થાય છે કે, વનસ્પતિજન્ય માટે બધા જ ખાદ્ય તેલો સ્વાસ્થ્ય કે માટે વધુ અથવા ઓછા હાનિકારક હોય જ છે.

પરંતુ ઘી નો મામલો કંઈક જુદો જ છે. એવું એટલા માટે કે, ઘીનું સ્મોકિંગ પોઈન્ટ બીજી ચરબીઓની તુલનામાં વધારે છે. અને એટલા માટે જ ભોજન બનાવતા સમયે ઘી આસાનીથી બળતું નથી. ઘીમાં સ્થિર સેચુરેટેડ બોન્ડ્સ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી ફ્રી રેડિકલ્સ નીકળવાની આશંકા ખુબ જ ઓછી હોય છે. તમને જાણીને ખુબ જ આશ્વર્ય થયો હશે કે શું ઘી આટલું બધું ફાયદાકારક છે ? પરંતુ વિદેશી નીતિઓ અને પશ્વિમી પ્રશિક્ષણ દ્વારા ઘીને રોગોની જડ સાબિત કરી દીધું છે. જેના કારણે અહિયાંના લોકો દેશી ઘીને રોગોનું મૂળ માનવા લાગ્યા છે. પરંતુ ઘી અનહદ ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ ઓછું થાય છે : ઘી કરવામાં આવેલી શોધ જણાવે છે કે, તેનાથી લોહી અને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલ ઓછું હોય છે.  કેમ કે ઘીથી બિલીયરી લિપિડનો સ્ત્રાવ વધી જાય છે. ઘી નાડી પ્રણાલી અને મસ્તિષ્ક માટે પણ શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. તેનાથી આંખો પર પડતો દબાવ ઓછો થાય છે. માટે ગ્લુકોમાના દર્દીઓ માટે પણ ઘી ફાયદાકારણ છે.

તો કોઈ એમ કહે કે દેશી શુદ્ધ ઘી, રોગોનું મૂળ છે, તો તમને જણાવી દઈએ કે ઘી બધા રોગોનું નિવારણ છે. માટે રોજના તમારા આહારમાં બે થી ત્રણ ચમચી ઘી નો ઉપયોગ કરો. એક વ્યક્તિએ બે થી ત્રણ ચમચી ઘી નું સેવન અવશ્ય કરવું જોઈએ.

Leave a Comment