આ પ્રખ્યાત ચાઇનીઝ બ્રાંડના સ્માર્ટફોનમાં હતો એક્સ-રે કેમેરો, જેમાં દેખાતું હતું કપડાની આરપાર..!

આમ તો ચાઈનાના ફોનનો ઇન્ડિયામાં વિરોધ થઇ રહ્યો છે, પણ એમાં વન પ્લસ એક એવી બ્રાંડ છે કે જે ચાઇનીઝ હોવા છતાં લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે, જેના ફોન સેમસંગ જેવી પ્રખ્યાત બ્રાન્ડને પણ ટક્કર આપે છે. અને જે સુવિધા સેમસંગ ૭૦ – ૮૦ હજાર રૂપિયામાં આપે છે તેવી જ સુવિધા વન પ્લસ ફોન ૪૦-૫૦ હજારમાં આપે છે. એટલા માટે વન પ્લસ ફોન ભારતમાં તેમજ દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે. પણ હમણા એક ખબર મુજબ વન પ્લસની બ્રાંડ પર એક બહુ મોટું સંકટ આવી ગયુ છે. જેનું કારણ છે તેનો  કેમેરા. તો આવો આપણે પૂરી ખબર જાણીએ.

વનપ્લસ સ્માર્ટફોનનો એક એવું સીક્રેટ ફીચર છે જે હવે સામે આવ્યું છે. જેના વિશે ભાગ્યે જ તમે જાણતા હશો અને જાણીને તમે આશ્ચર્ય તો ચોક્કસ થશે. હકીકતમાં OnePlus 8 Pro સ્માર્ટફોનમાં ખાસ પ્રકારનું ઇન્ફ્રારેડ ફોટોક્રોમ લેન્સ આપવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિક અને કપડાની આર પાર જોવા માટે સક્ષમ છે.

આ વાત ત્યારે સામે આવી જ્યારે ઇન્ટરનેટ પર અમુક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે વનપ્લસ 8 પ્રો ના કેમેરામાં X-Rayની જેમ જ આર-પાર જોવા મળી શકે છે. જો કે આ છુપાયેલા ફીચર વિશે ખબર પડતા જ કંપનીએ આ સેંસરને ડિસેબલ કરી દીધો હતો. આ રીતે થયો ખુલાસો-  નોંધનીય છે કે, થોડા સમય પહેલા એક ટ્વિટર યૂઝર, બેન જેસ્કિનને પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા શોર્ટ વીડિયો પોસ્ટ કરી હતી. તેમાં વનપ્લસ 8 પ્રોના એક્સ રે ફીચર બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

આ ફીચર ફોનમાં એક Photochrom ફિલ્ટર દ્વારા કામ કરે છે. જેની જાણ વનપ્લસ 8 પ્રોનો ઉપયોગ કરતી વખતે યૂઝરને ખબર પડી હતી. આ ટ્વિટમાં તમે સ્પષ્ટ રીતે જોઇ શકો છો કે કેવી રીતે વનપ્લ, 8 પ્રોનો કેમેરો અમુક ડાર્ક ઓબજેક્ટને સંપૂર્ણ રીતે ટ્રાંસપેરન્ટ( આર-પાર જોવા લાયક) બનાવી દે છે.

વનપ્લસે કરવું પડ્યું આ ફીચરને ડિસેબલ-  આ ફીચરની વાત સામે આવતા જ વનપ્લસે પોતાના તરફથી અપડેટ કરીને આ ફીચરને ડિસેબલ કરી દીધું હતું. હવે આ ફીચર કોઇ પણ રીતે કામ કરતુ નથી. વનપ્લસે આ નવી અપડેટને બુધવારે જ ઓફિશિયલ બ્લોગ પર પોસ્ટ કરીને એનાઉસમેન્ટ કર્યુ હતું.ઉલ્લેખનીય છે કે, સ્માર્ટફોન બનાવતી ઘણી કંપનીઓથી ફીચરને લઇને નાની મોટી ભૂલ થતી હોય છે. પરંતુ આ ભૂલ ખૂબ જ ગંભીર અને મોટી હતી. જો કે કંપનીની જવાબદારી છે. જો તેઓએ પહેલા જ ચકાસણી કરી લીધી હોત તો આ ભૂલ જાહેર ન થઇ હોત… જો કે એક વાત સારી છે કે કંપની સમય સંજોગોને સમજીને તરત પોતાની ભૂલને સુધારી અને ફીચરને ડિસેબલ કરી દીધું. હવે આ ફોનમાં આ ફીચર કામ કરતું નથી.

Leave a Comment