મોરારી બાપુ પર BJP પૂર્વ નેતાએ હુમલો કરવાની કોશિશ કરી, પણ આ નેતાએ તેમને રોકી લીધા- જાણો પૂરો મામલો.

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા મહાન લોકો ઘણી વાર કોઈ નાની ભૂલને લઈને વિવાદમાં આવી જતા હોય છે. તેમાં બોલીવુડના સેલિબ્રિટીથી લઈને નેતાઓ પણ આવી જાય છે. તો વિવાદમાં આવી જવાના કારણે ઘણી વાર મહાન વ્યક્તિએ પોતાની ગરિમા સાથે સોદો કરવો પડે છે. તો આવો જ કિસ્સો ગુજરાતના મહાન અને વિશ્વ વિખ્યાત કથાકાર મોરારી બાપુ સાથે થયો છે. મોરારી બાપુએ થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશની એક કથામાં ભગવાન શ્રી કૃષ્ણને લઈને ટીપ્પણી કરી હતી. તેને લઈને વિવાદ સર્જાયો હતો. પરંતુ તેમના પણ હુમલો કરવાની કોશિશ થઈ હતી.

વિશ્વ વિખ્યાત કથાકાર મોરારી બાપુ એ સમયે સુન્ન પડી ગયા, જ્યારે બીજેપીના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે તેના પર હુમલો કરવાની કોશિશ કરી. ભાજપના નેતા પબુભા માણેક જેવા બાપુને મારવા માટે દોડ્યા કે તરત જ પુનમ બેન માડમે તેમને રોકી લીધા હતા. પરંતુ તેમ છતાં પણ પબુભા માણેકે બાપુની સાથે ખરાબ વર્તન કર્યું હતું. પબુભાએ થોડી તુચ્છ ભાષા સાથે મોરારી બાપુ સાથે વર્તન કર્યું હતું.

આ ઘટના દ્વારિકાની છે, જ્યાં દર્શન કર્યા બાદ મોરારી બાપુ બીજેપીના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા અને વાતચીત કરી રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની. આ ઘટના બનવા પાછળનું કારણ એવું છે કે, થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશની કથામાં મોરારી બાપુએ ભગવાન શ્રી કૃષ્ણને લઈને બયાન આપ્યું હતું. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના પરિવાર અને વંશજ વિશે આપત્તિજનક ટીપ્પણી કરી હતી અને સાથે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામને શરાબી જણાવ્યા હતા. તો તેનો વિડીયો યુટ્યુબમાં વાયરલ થયો હતો. ત્યાર બાદ આ વિવાદ ચર્ચામાં આવ્યો હતો.આ વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતના આહિર સમાજમાં ખુબ જ રોષ જોવા મળતો હતો. મોરારી બાપુને તેના આ વિડીયોની જાણ થતા તેમણે તરત જ સોશિયલ મીડિયામાં એક વિડીયો જારી કર્યો હતો અને તેમાં મોરારી બાપુએ ભગવાન શ્રી કૃષ્ણના વંશજો અને તેના ભક્તોની માફી માંગી હતી. પરંતુ મોરારી બાપુની આ ટિપ્પણીને લઈને બયાન આપવા માટે મોરારી બાપુ દ્વારિકા પહોંચ્યા હતા, ત્યારે ત્યાં બીજેપી નેતા પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. જે નાકામ રહી હતી.

એવું જાણવામાં આવી રહ્યું છે કે, મોરારી બાપુ ભગવાન શ્રી કૃષ્ણના બયાનને લઈને માફી માંગી ચુક્યા હતા અને તેઓ દ્વારિકામાં બીજેપીના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. જ્યાં બીજેપી સાંસદ પુનમ બેન માડમ સહિત વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. તે જ સમયે અચાનક જ બીજેપીના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઝડપથી આવ્યા અને મોરારી બાપુ પર હુમલો કરવાની કોશિશ કરી હતું પરંતુ તેને રોકી લીધા હતા.

Leave a Comment