સુશાંત સિંહ પહેલા આ અભિનેત્રી અને અભિનેતાઓ એ પણ કર્યું છે સુસાઇડ, ખુબ જ જાણીતા ચહેરાઓ હતા તેઓ.

મિત્રો બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત દ્વારા અત્માંહતા કર્યા બાદ પોતાન જીવનને ટૂંકાવી નાખ્યું તે દરેકને ખટકી રહ્યું છે. કેમ કે તે વ્યક્તિ યુવાનોની પસંદ હતી. તેની એક અલગ જ ઓળખ હતી. થોડા સમય પહેલા તેની ફિલ્મ છીછોરેમાં એક તેમણે પિતાનું કિરદાર નિભાવ્યું હતું. તે ફિલ્મમાં તેનો દીકરો જ આત્મહત્યા કરે છે. પરંતુ તેના દીકરાને ફરીવાર લાઈફને એન્જોય કરતા શીખવે છે. પરંતુ કિરદાર નિભાવનાર ખુદ જ આત્મહત્યા કરી ગયા.

તો મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, સુશાંત સિંહ એકલા જ એવા અભિનેતા નથી જેમણે આત્મહત્યા કરી હોય. આ પહેલા પણ ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે આત્મહત્યા કરી હોય. તો ચાલો જાણીએ સુશાંત સહીત કોણે કોણે આત્મહત્યાનું કદમ ઉઠાવ્યું.

> મિત્રો ટીવી સિરિયલ બાલિકા વધુની એક્ટ્રેસ પ્રત્યુશા બેનર્જીએ પણ એ વખતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે તેનું કરિયર સફળતા પર પહોંચી રહ્યું હતું. આ સિરિયલથી તેને એક નવી ઓળખ મળી હતી અને તે લોકોના દિલોમાં રાજ કરવા લાગી હતી. પ્રત્યુશાએ 2010 થી 2016 ની વચ્ચે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. ઝલક દિખલા જા (સિઝન-5), બીગ-બોસ, સસુરાલ સિમર કા સહિત અમુક ટીટી સિરિયલ તેની ઓળખ બની ગઈ હતી. પરંતુ 1 એપ્રિલ 2016 માં તે પોતાના ઘરમાં પંખા સાથે લટકતી મળી. તેના આ કદમથી પણ લોકોને ખુબ જ આશ્વર્ય થયું હતું.

> ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ 24 જાન્યુઆરી 2020 ના રોજ આત્મહત્યા કરીને પોતાનો લીધો હતો. તેના આવા કઠોર પગલાથી ઇન્ડસ્ટ્રીને ખુબ જ મોટો ઝટકો લાગ્યો હતો. તેને ટીવી સિરિયલ ‘દિલતો હેપ્પી હે જી’ થી ઓળખ મળી હતી.

> મશહુર મોડેલ અને અભિનેત્રી કુલજીત રંધાવા 8 ફેબ્રુઆરી, 2006 ના રોજ પોતાના ઘરમાં જ મૃત હાલતમાં જોવ મળી હતી. તેમણે પંખા સાથે લટકીને પોતાનો જીવ દીધો હતો. રિશ્તે, આહટ, સરહદે, કહેતા હે દિલ, કુમકુમ : એક પ્યારા સા બંધન, કોહીનુર જેવી સીરીયલોમાં તેમણે સફળતાની શરૂઆત કરી હતી.

> ટીવી અભિનેતા રાહુલ દીક્ષિતે 30 જાન્યુઆરી, 2019 ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.

> અમિતાભ બચ્ચન અને આમીર ખાન સાથે ફિલ્મ ‘નિશબ્દ’ અને ‘ગજની’ ફિલ્મોમાં જોવા મળેલી જીયા ખાને 3 જુન, 2013 માં પોતાના ઘરમાં જ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. નિશબ્દમાં તે પહેલી વાર જોવા મળી હતી.

> ટીવી એક્ટર કુશાલ પંજાબીએ 27 ડિસેમ્બર, 2019 ના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કુશાલે 1995 માં સિરિયલ ‘એ માઉથફૂટ ઓફ સ્કાઈ’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે લવ મેરેજ, સિઆઈડી, કભી હા કભી ના, એ દિલ ચાહે મોર, દેખા મગર પ્યાર સે, સજન રે જુઠ મત બોલો, ઈશ્ક મેં મરજાવા જેવી ઘણી સિરીયલોમાં નજર આવી હતી. તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ સલામે-એ-ઈશ્ક, દન દના દન ગોલ, અક્ષય કુમારની ફિલ્મ અંદાજ, ઋત્વિક રોશનની સાથે ફિલ્મ લક્ષ્ય અને અજય દેવગનની સાથે ફિલ્મ કાલ માં પણ કામ કર્યું હતું.

> બીએ પાસ અને ચક દે ઇન્ડિયામાં જોવા મળતી શિખા જોશીએ પોતાના ઘરની બહાર બાથરૂમમાં 16 મે, 2015 ના રોજ ગળું કાપીને આત્મહત્યા કરી લીધી હતી.

> ભારતમાં સિલ્ક સ્મિતાના નામથી મશહુર દક્ષિણ ભારતની અભિનેત્રી વિજયાલક્ષ્મી વાડલાપતિએ 23 સપ્ટેમ્બર, 1996 માં પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેણે હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની લગભગ 450 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

Leave a Comment