14 જૂન 2020 ના રોજ બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સુશાંતે આત્મહત્યા કેમ કરી તે હજુ સુધી ખુલાસો થયો નથી. તે સાથે જે સ્ટાર્સે સુશાંત સાથે કામ કર્યું છે કે તેના મિત્રો છે તે આજે પણ સુશાંતના મૃત્યુને ભૂલી શકતા નથી. તેવા જ કંઈક હાલ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના છે.
સુશાંત સિંહ રાજપૂતની જવાની વાત જાણે સ્વીકારી શકતા નથી તેવી હાલત છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અમિત શાહને સોશિયલ મીડિયા પર માંગ કરી છે. રિયાએ લખ્યું છે કે, ‘માનનીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના દુનિયાથી ચાલ્યા ગયાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે.’
જો કે, આ ટ્વિટ કર્યા બાદ રિયાએ બીજુ ટ્વિટ પણ કર્યું જેમાં લખ્યું હતું કે, ‘હું સુશાંતને ન્યાય અપાવા માટે, હું સુશાંતનો કેસ સીબીઆઈને સોંપવામાં આવે તેવું ઈચ્છું તે સાથે સીબીઆઈને તપાસ શરૂ કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરું છું. હું ફક્ત તે જાણવા માંગુ છું કે તેના પર એવું ક્યું દબાણ હતું જેના કારણે સુશાંતે આવું પગલું ભર્યું.’દરેકને સુશાંતની આત્મહત્યા મામલે, તેણે આ પગલું કેમ લીધું ? તેનું જવાબદાર કોણ કોણ છે ? તે અંગે સચોટ સત્ય જાણવું છે. જો કે સુશાંત નેપોટિઝમનો ભોગ બન્યો હોવાનું પણ સામે આવ્યું છે, તે સાથે તે ડિપ્રેશનમાં હોવાની વાત પણ જાણવા મળી હતી.
બોલિવુડમાં નોપોટિઝમનો ભોગ અગાઉ પણ ઘણાં લોકો બન્યાં છે. પરંતુ સુશાંતના મામલે આક્ષેપોમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સલમાન ખાન વગેરે જેવા નામ મોખરે છે. જો કે આ અંગે તપાસ કરવામાં આવે તો નક્કર નામો સામે આવે તેવી શક્યતાઓ હોવાથી રિયાએ અમિત શાહ સમક્ષ જે માંગ કરી છે તેને લઈને બોલીવુડમાં ઘણા લોકો માટે મુશ્કેલી ઉભી થશે.
નોંધનીય છે કે, રિયાએ હાલમાં એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો કે જેમાં તેને હત્યા અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. રિયાએ તે ટ્રોલરને જવાબ આપ્યો હતો કે, આવું કૃત્ય કોઈ પણ કિંમતે સહન કરી નહિ લંઉ.ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, મુંબઈના સૂત્રોએ ખુલાસો કર્યો છે. બોલિવૂડની મોટી મોટી કંપનીઓ દુબઈના ડોનને મળીને આ મામલે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકોના વિશ્વાસ માટે આ મામલામાં સીબીઆઈ તપાસ થવી જોઇએ તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પપ્પુ યાદવે પણ અમિત શાહ પાસે આ કેસમાં સીબીઆઈની તપાસ થાય તેવી માંગણી કરી હતી. તેમની અરજીને આગળ પણ મોકલવામાં આવી છે.