અત્યારે ગામ હોય કે શહેર મોટાભાગના લોકો RO ના પાણીના આદી થઈ ગયા છે. પરંતુ એક કડવું સત્ય જણાવતા તમને જણાવી દઈએ કે, હવે આરઓનું પાણી પીવાનું ભૂલવુ પડશે. જી હાં, નેશનલ ગ્રીન ઓથોરિટી(NGT)એ પર્યાવરણ અને વન મંત્રાલયને આ વર્ષના અંત સુધીમાં આર.ઓ. પ્યુરિફાયર્સ પર પ્રતિબંધ લગાવવા માટે જાહેરનામું બહાર પાડવાનું સૂચન કર્યું છે.
કેન્દ્ર સરકાર પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓ પર પ્રતિબંધ લાદવા જઈ રહી છે. જી હાં, આર.ઓ.પ્યુરિફાયર્સના કારણે દેશના અનેક ગામડાઓ તથા શહેરોમાં જ્યાં ટીડીએસની માત્રા 500 મિલિગ્રામ કરતા ઓછી છે. ત્યાં RO ના વહેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે તે ઉપયોગ ફક્ત ટીડીએસ વાળા શહેરોમાં ચાલુ રહેશે. નોંધનીય છે કે આવતા વર્ષે આ નિર્ણય લાગુ કરવામાં આવશે.
આ પાણીથી લોકોના સ્વાસ્થ્ય તથા પર્યાવરણને થતું હતું નુકશાન : મંત્રાલયના મુખ્ય ન્યાયધીશ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતા હેઠળ બેઠક બેઠી હતી. આ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે, કોરોના વાયરસના કારણે આ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી. તેથી ઓથોરિટીએ મંત્રાલયને થોડો વધુ સમય આપ્યો છે.આ મામલે ખંડપીઠે કહ્યું કે, એક વર્ષ પછી પણ પર્યાવરણ અને વનમંત્રાલયે લોકડાઉનને આધારે વધુ સમય માંગ્યો છે. હવે મહત્વની કામગીરી 31 ડિસેમ્બર, 2020 સુધી પૂર્ણ થઈ જશે. એનજીટીએસ અગાઉ કહ્યું હતું કે, તેના આદેશનું પાલન કરવામાં મોડું થવાથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. આ આદેશનો પાલન ઝડપથી થવો જોઈએ. મંત્રાલયે એનજીટીના આદેશને લાગુ કરવા માટે જાન્યુઆરીમાં ચાર મહિનાની માંગ કરી હતી.
જાહેરનામું આપવામાં વિલંબ : ગત સુનાવણીમાં એનજીટીએ જાહેરનામું આપવામાં વિલંબ થવા બદલ મંત્રાલયની ભારે ટીકા કરી હતી. તે સહિત સંબંધિત અધિકારીઓના પગાર રોકવાની પણ ચેતવણી આપી હતી. અગાઉ પણ ઓથોરિટીએ કહ્યું હતું કે, તેના આદેશ નિષ્ણાંતોની સમિતિના અહેવાલ પર આધારિત છે. જેમાં પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ છે. તથા અન્ય કોઈ સત્તાની પરવાનગી લીધા વિના શિક્ષાત્મક પરિણામ લાગુ કરવા યોગ્ય છે.RO (રિવર્સ ઓસ્મોસિસ) પ્યુરિફાયર્સના નિયમિત ઉપયોગ કરવાના કારણે એનજીટીએસએ સરકારને આદેશ આપ્યો હતો કે, ટીડીએસ પાણીના લિટર દીઠ 500 મિલિગ્રામથી ઓછું હોય ત્યાં પ્યુરિફાયર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તથા લોકોને ખનીજની ઉણપની આડઅસર વિશે જાણકારી આપી અને ગંભીરતા સમજાવવામાં આવી જોઈએ.
ટીડીએસનું પ્રમાણ કેટલું હોવું જોઇએ- રિસર્ચ : WHOએ કરેલા રિસર્ચ અનુસાર, જો ટીડીએસ પ્રતિ લિટર પાણીમાં 300 મિલિગ્રામથી ઓછું હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે તે લિટર દીઠ 900 મિલિગ્રામથી વધુ હોય તો તે ખરાબ માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો ટીડીએસ 500 મિલિગ્રામ પ્રતિ લીટરથી ઓછું હોય તો RO સિસ્ટમ ઉપયોગી નથી. પરંતુ જો પાણીમાંથી મહત્વપૂર્ણ ખનીજોને દૂર કરે છે, તે સાથે પાણીમાંથી મહત્વપૂર્ણ ખનીજોને દૂર કરીને પાણીનું વહન કરે છે.