દુનિયાના કોઈ પણ પાપનો થઇ જશે નાશ…. કરો આ સ્તોત્રનો જાપ એક વાર જ….
આપણે સાંભળ્યું છે કે મનુષ્ય પોતાના કર્મ અનુસાર ફળ પામે છે. તેમજ પોતે કરેલ પાપ અનુસાર તેને સજા પણ મળે છે. દરેક વ્યક્તિને એ ભય રહેલો હોય છે કે મારાથી કંઈક જાણતા કે અજાણતા પાપ તો નથી થયું ને ? અને આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અનેક દાન-પુણ્ય કરતાં હોય છે. પરંતુ જો તમે તમારા પાપમાંથી છૂટવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાયથી સાચે જ તમને ખુબ જ શાંતિનો અનુભવ થશે. જો આ ઉપાયને તમે વાંચશો તો તમે તમારા મનને હળવું કરી શકશો.
ઘણા બધા લોકો સૂર્યદેવની સ્તુતિ અથવા વંદના કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સૂર્યદેવનો એક એવો પ્રભાવી, અદ્દભુત, કલ્યાણકારી સ્તોત્ર છે. જેને બધી જ સૂર્ય સ્તુતિનો સારભૂત માનવામાં આવે છે. ભગવાન સૂર્યદેવના ગુપ્ત નામોમાં ભાનુ, રવિ, ભાસ્કર વગેરે શુભકારી અને ગોપનીય નામ છે.
મિત્ર ભગવાન સૂર્ય નારાયણ કે જેને આપણી હિન્દુ સંસ્કૃતિમાં દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. સવારે પ્રાતઃકાળ સૂર્યનમસ્કાર કરવાથી આપણું તેજ વધે છે અને સમગ્ર જીવન સૂર્યની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. આપણે સૂર્યદેવને જળ ચડાવીને તેમને નમન કરીએ છીએ. સૂર્ય આપણને પ્રકાશ, ઉર્જા તેમજ તાજગી પ્રદાન કરે છે. પૃથ્વીના નાનામાં નાના કણથી લઈને દરેક જીવ માટે જીવન પ્રદાન કરવાનું કામ સૂર્ય કરે છે. અને એટલા માટે જ કહેવાય છે કે સૂર્યદેવનું ઋણ માણસ ક્યારેય ચૂકવી નથી શકતા. સૂર્ય દેવ વગર આ દુનિયાની કલ્પના પણ ન થઇ શકે.
આ સ્તોત્ર એવો છે કે તેનું એકવાર પણ સૂર્યના સાનિધ્યમાં જપ કરવામાં આવે તો તમે તમારા માનસિક, વાચિક, શારીરિક અને કર્મજનિત કરેલ બધા જ પાપોને નષ્ટ કરી શકો છો. આથી પૂર્ણ શ્રદ્ધાથી અને શુદ્ધ ભાવથી ભગવાન સૂર્યદેવના આ સ્તોત્રનું સ્તવન (બોલાવો) કરવું જોઈએ.
વિકર્તનો વિવસ્વાંશ્ચા માર્તંડો ભાસ્કરો રવિ: | લોક પ્રકાશક: શ્રી માલ્લોક ચક્ષુર્મૂહેશ્વર: ||
લોકસાક્ષી ત્રિલોકેશ: કર્તા હર્તા તમિસ્ત્રહા | તપનસ્તાપનશ્ચવ શુચિ: સપ્તાશ્ચવાહન: ||
ગભસ્તિહસ્તો બ્રહ્મા ચ સર્વદેવમનસ્કૃત: | એકવીંશતિરિત્યેષ સ્તવ ઈષ્ટ સદા રવે: ||
અર્થાત ઉપર આપેલ સ્તોત્ર એટલે કે શ્ર્લોકનો જાપ કરવાથી અનેક પાપોમાંથી મુક્તિ મળે છે. આ શ્ર્લોકનો અર્થ કંઈક આ પ્રમાણે છે, “વિકર્તન, વિવસ્વાન, માર્તંડો, ભાસ્કર, રવિ, લોક પ્રકાશક, શ્રીમાન, લોકચક્ષુ, મહેશ્વર, લોકસાક્ષી, ત્રિલોકેશ, કર્તા, હર્તા, તમિસ્ત્રાહા, તપન, તાપન, શુચિ, સપ્તશ્ચવાહન, ગભસ્તિહસ્ત, બ્રહ્મા, અને સર્વેદેવોને નમસ્કાર.
આમ અહીં આપેલ સૂર્યદેવના આ કુલ 21 નામો છે, જે ઘણા લોકો જાણતા નહીં હોય. સૂર્ય પ્રશસ્તિના આ નામોનો જાપ કરવાથી સૂર્યદેવ આનંદિત થાય છે અને તેમના તેજથી મનુષ્યે કરેલ બધા જ પાપોનો નાશ થઈ જાય છે. સૂર્યદેવનો આ શ્ર્લોક ખુબ જ પ્રભાવકારી છે. તે શરીરને નીરોગી બનાવે છે, ધનમાં વૃદ્ધિ કરે છે, વ્યક્તિની યશગાથા ફેલાવે છે. જે કોઈ સૂર્યના આ સ્તોત્રનો જાપ કરે છે તેની ત્રણેય લોકોમાં પ્રશંસા થવા લાગે છે.
તમે સૂર્યદેવના આ સ્તોત્રની મહત્તા વિશે તો જાણી લીધું, પણ હવે તમારે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ શ્ર્લોકનો જાપ ક્યાં સમયે કરવો જોઈએ. જેથી કરીને તમે તેનું અચૂક ફળ મેળવી શકો. ચાલો તો હવે એ પણ જાણી લઈએ.
સૂર્યદેવના ઉદય એટલે કે પ્રાતઃકાળમાં અને સૂર્યના અસ્ત સમયે એટલે કે સંધ્યા સમયે આ સ્તોત્ર દ્રારા જો ભગવાન સૂર્યની સ્તુતિ કરવામાં આવે તો મનુષ્ય પોતાના બધા જ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google