ક્યાં કર્મ એવા છે જેનું પાપ આપણને નથી લાગતું……… શ્રી કૃષ્ણે શું કહ્યું તે જાણવા માટે વાંચો આ લેખ.
મિત્રો શ્રી મદ્દ ભાગવત ગીતામાં સંસારની બધી જ જાણકારી રહેલી છે. મનુષ્યના મનમાં ઉત્તપન્ન થવા વાળા દરેક પ્રશ્નનો સટીક જવાબ શ્રી મદ્દ ભાગવત ગીતામાં રહેલો છે. મહાભારતના યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જેમાં અર્જુને ભગવાનને ઘણા પ્રશ્નો કાર્ય હતા. તેના જવાબ આપીને ભગવાને અર્જુનને જીવનનું મૂળ જ્ઞાન પ્રદાન કર્યું હતું. આજે અમે ભગવન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે થયેલા તે સંવાદના અમુક અંશ તમને આ લેખ દ્વારા જણાવશું. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
અર્જુન પૂછે છે કે “પરમાત્મા તમે કહો છો કે મનને પૂરી રીતે વશમાં રાખવામાં આવે તો મુક્તિના દ્વારા ખુલી જાય છે. તો શું મનને વશમાં રાખવાનો કોઈ સરળ માર્ગ છે ?
આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માર્ગ તો છે અને તે પણ ખુબ જ સરળ છે, પરંતુ તે જટિલ પણ છે. ભગવાન કહે છે કે, “જે મનુષ્ય ધીર મતીવાન વાળો છે, દ્રઢ નિશ્વય વાળો છે તેના માટે આ કામ ખુબ સરળ છે અને જે મનુષ્યની ગતી શાંત ન હોય તે દ્રઢ નિશ્વય નથી કરી શકતા. તે આખી જિંદગી આ કામ નથી કરી શકતો.”
ફરી અર્જુન પૂછે છે, “કે દ્રઢ નિશ્વય કેમ કરી શકાય ?”
તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “દ્રઢ નિશ્વય વિશ્વાસથી થાય છે વિશ્વાસ પરમાત્મામાં, ધર્મમાં અને આપણા કર્તવ્યમાં રાખવામાં આવે ત્યારે. જયારે મનુષ્ય પોતના ધર્મ અને કર્તવ્યને જાણી લે છે તો દ્રઢ નિશ્વય લઈને પોતાના મનને કાબુમાં રાખીને પોતાના પથ પર આગળ વધતો રહે છે.
અર્જુન કહે છે કે “હે મધુસુદન ક્યાં કર્મોનું પાપ મનુષ્યને નથી લાગતું.”
તેના પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “જો કોઈ કામ નિષ્કામ કર્મ યોગની રીતે કરવામાં આવે તો તેનું પાપ પણ નથી લાગતું અને પુણ્ય પણ નથી લાગતું.”
ત્યાર પછી ફરી અર્જુન પ્રશ્ન કરે છે “હે માધવ આ નિષ્કામ કર્મ યોગ ખરેખર શું છે અને તેને કેમ સિખાય.”
તેની જાણકારી આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “આ કર્મની સાધના માટે વર્ષોની તપસ્યાની જરૂર નથી. તેને માત્ર એક જ ક્ષણમાં મેળવી શકાય છે. જે ક્ષણે મનુષ્ય આસક્તિ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરીને ફળ મેળવવાની જગ્યાએ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે કર્મ કરાવનું શરૂ કરી દે તે નિષ્કામ કર્મ યોગનો સાધક બની જાય છે. અર્જુન પૂછે છે કે, હે શ્રી કૃષ્ણ, “જો ફળ મેળવવા માટે કર્મ ન કરવામાં આવે તો કર્મ કરવનો ઉદ્દેશ્ય જ શું ?”
આવા અટપટા સવાલનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “હે પાર્થ, કર્મ ક્યારેય પણ ફળ મેળવવાની ઈચ્છાથી ન કરવું જોઈએ. પરંતુ પોતાના કર્તવ્યને નિભાવવા માટે કરવું જોઈએ. ફળ મેળવવું તમારા હાથમાં નથી. પરંતુ કર્મ કરવું તે તમારા હાથમાં હોય છે. એટલા માટે કોઈ પણ ઈચ્છા કે લાલચ વગર ધર્મના રસ્તે માન્ય કર્મો કરતા રહો.”
“આ એક જ રસ્તો એવો છે જે જીવનને સુખ, સમૃદ્ધિ અને સંતુષ્ટિથી ભરી દે છે. નિષ્કામ ઈચ્છાથી કરવામાં આવેલું કર્મ તને પાપ અને પુણ્યના ચંગુલથી બચાવી રાખશે અને તે સફળતા તરફ લઈને જશે.”
તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી થોડીક અને સચોટ વાતો. જે આપણા જીવન માટે પણ ખુબ જ ઉપયોગી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google