તારક મહેતાની સોનું રીયલ લાઈફમાં છે કંઈક આવી ! ફોટા જોઇને ચકિત થઈ જશો. ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

મિત્રો, તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સિરિયલ જોવાનું તો પસંદ કરતા હશો જ. તેમાં આવતા દરેક પાત્ર ખુબ સરસ અને મજેદાર રીતે પોતાનો રોલ ભજવે છે. દરેક પાત્ર પોતાની રીતે દર્શકનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. તેથી આ સિરિયલ જોવી બધાને બહુ ગમે છે. તેમજ સિરિયલના પાત્રો વિશે તેમની રીયલ લાઈફ વિશે જાણવું પણ બધાને ખુબ જ ગમે છે. જો કે દરેક પાત્ર આકર્ષક છે. પણ જો અહી ભીડે ભાઈની દીકરીની વાત કરવામાં આવે તો જાણવા મળતી માહિતી મુજબ સોનું એ પોતાની રીયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે. ચાલો તો તેના વિશે વિગતે વાત કરીએ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં ભીડે ભાઈની દીકરી એટલે કે સોનુંનું પાત્ર ભજવી રહી છે, જેનું નામ પલક સિદ્ધવાની છે. જે પોતાની રીયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ નજર આવે છે. મુંબઈ ટીવીનું સૌથી લોકપ્રિય ફેમીલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ પોતાના 12 વર્ષ પુરા કરી લીધા છે. પરંતુ આજે પણ તેની ટીઆરપી એટલી જ વધેલી છે. તેમજ આ પાત્રના દરેક પાત્રના ફેન ફોલોવિંગ છે. જો તમે તારક મહેતા જોતા હશો, તો ટપ્પુ સેનાને તો જાણતા જ હશો. આ સેનામાં સામેલ છે શોના ભીડે ભાઈની દીકરી સોનું. તો આજે અમે તમને સોનું વિશે થોડી ખુબ દિલચસ્પ વાતો કરીશું. અહી સોનુનું પાત્ર પલક સિદ્ધવાની નિભાવી રહી છે.જાણવા મળતી માહિતી મુજબ સોનુંના પાત્ર કરતી પલક સિદ્ધવાનીની ખુબ તારીફ થઈ રહી છે. પોતાની ક્યુટનેસ અને ખુબસુરતીને કારણે તે દર્શકોને ખુબ જ આકર્ષક કરી રહી છે. તેની ફેન ફોલોવિંગ ખુબ તેજીથી વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તનેં ફોલોઅર્સ વધી રહ્યા છે.પલક સિદ્ધવાનીએ નાની ઉંમરે જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, તેણે ચાઈલ્ડ આર્ટીસ્ટના રૂપે 15 વર્ષની ઉંમરે જ એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તે 22 વર્ષની થઈ ગઈ છે અને ટીવી દુનિયામાં પોતાનું નામ કમાઈ રહી છે. પલક સિદ્ધવાનીએ ઘણા ફેશન શોની સાથે ઘણી એડ ફિલ્મોમાં પણ કામનો અનુભવ લીધો છે.આ ઉપરાંત જાણવા મળ્યું છે કે પલક સિદ્ધવાની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ છે અને પોતાના ફેન્સ વચ્ચે રહેવા માટે તે ઘણી પોસ્ટ શેર કરતી રહે છે. પલક સિદ્ધવાની ટપ્પુ સેનામાં ખુબ જ અહેમ છે અને પોતાના સોશિયલ મીડિયામાં પણ તે આ વાત ઘણી વખત કહી ચુકી છે. તેની પોતાના કો-સ્ટાર સાથે પણ સારી એવી દોસ્તી છે.

Leave a Comment