જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે… એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🙍 રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે તમારી ઊંઘ તો ભગવાન તમને આ સંકેત આપે છે અને બદલાઈ જશે તમારું ભાગ્ય… 🙍

મિત્રો તમે રાત્રે સુતા હોય અને ત્રણથી પાંચ વચ્ચે તમારી ઊંઘ ઉડી જતી હોય તો અભિનંદન….. તમને કારણ કે ભગવાન તરફથી તમને કોઈ મોટો સંકેત મળવા જઇ રહ્યો છે. કારણ કે તે તમારું ભાગ્ય બદલી જશે. આવું થાય તો તેનો મતલબ એ છે કે કોઈ દિવ્ય શક્તિ તમને કોઈ સંકેત આપવા માંગે છે. તમને કંઈક સમજાવવા માંગે છે.Image Source :

મિત્રો આગળ જાણતા પહેલા એક વસ્તુ જાણી લઈએ કે આ સમય બ્રહ્મમુહુર્તનો. એટલે કે અમૃત કાલનો સમય છે. અને આ સમયે દિવ્ય શક્તિઓ ખુબ ઝડપથી પ્રહર કરી રહી હોય છે. આ સમયે સકારાત્મક તરંગો ઝડપથી ફેલાય છે. આ સમયે ભગવાનની દિવ્ય શક્તિઓ વિચરણ કરી રહી હોય છે.

આ સમયે જો ભગવાનનું ધ્યાન ધરવામાં આવે તેનું સ્મરણ કરવામાં આવે તો આપણે ઝડપથી ભગવાનની કૃપાને પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આપોઆપ તમારી ઊંઘ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાના સમયે ઉડે છે તો તેનો મતલબ છે કે ભગવાન તમને સંકેત આપે છે કે તમે તે સમયે ઉઠો અને તેમનું સ્મરણ કરો અને તેમની કૃપાને પાત્ર બનો.Image Source :

આ સમયે ઊંઘ ઉડી જાય તો ફરીને સુઈ જવાની ભૂલ ક્યારેય ન કરવી. પરંતુ ત્યારે ઉઠી જાવ અને જેટલું તમારાથી શક્ય હોય તેટલું ભગવાનનું  શાંત ચિત્તે ધ્યાન ધરવું. કારણ કે એ સમયે દિવ્ય શક્તિઓ આપણી રાહ જોઈ રહી હોય છે જે આપણા ભાગ્યને ચમકાવશે. આ શક્તિ સકારાત્મક તરંગોથી ભારેલી હોય છે જે તમને તંદુરસ્ત કરી દેશે તેમેજ ધનધાન્યથી ભરપૂર કરી દેશે. આ ઉપરાંત તમને તેજસ્વી કરી દેશે અને તમને આકર્ષિક બનાવશે.

મિત્રો આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે બાળક ખુબ જ તોફાની હોય તો માતા તેને ઉઠાડતી નથી પરંતુ વધારે સમય સુવા દે છે. પરંતુ જ્યારે બાળક ડાહ્યું હોય તો તે ઉઠી જાય તો પણ માતા તેને ફરી સુવડાવતી નથી. તેવી જ રીતે ભગવાનને જે વ્યક્તિ પ્રિય હોય તેને ભગવાન આ રીતે ઊંઘ ઉડાડીને સંકેત આપે છે કે તે ઉઠે અને ભગવાનનું ધ્યાન ધરીને પરમાત્માની દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરે.Image Source :

ઘણા બધા લોકો પરમાત્માને પ્રેમ કરતા હોય છે પરંતુ એવા લોકો ઓછા હોય છે જેને પરમાત્મા પોતે પ્રેમ કરે છે. અને જ્યારે પરમાત્મા પોતે કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે પ્રકૃતિ દ્વારા પોતાને પ્રિય વ્યક્તિને સંકેત આપે છે. તે સંકેતના જ એક ભાગ રૂપે આપણી ઊંઘ ઉડી જાય છે.

પરંતુ તમારા મનમાં એવો સવાલ થાય કે અમે તો ક્યારેય ભગવાનની ભક્તિ નથી કરી તો પછી ભગવાન શા માટે અમને આ સમયે જગાડી દેતા હોય છે. તેનું કારણ એ છે કે તમારો પૂર્વજન્મ. તમે આગળના જન્મમાં કોઈ એવા કાર્યો કર્યા હોય જે ભગવાને સારા લાગ્યા હોય તો તેના ફળસ્વરૂપે ભગવાન તમને આ જન્મમાં સંકેત આપતા હોય છે કે તે ઉઠે અને ભગવાનની ભક્તિ કરે અને તેમની અસીમ કૃપા અને અપાર પ્રેમ વ્યક્તિ પર વરસાવે.Image Source :

મિત્રો આ સમય સૌથી શ્રેષ્ઠ મનાય છે અને કેહવાય છે કે આ સમયે કરેલી ભગવાનની પૂજા અને પ્રાથના ક્યારેય નિષ્ફળ નથી જતી. માટે આ સમય ઉત્તમ છે ભગવાનની પૂજા અર્ચના કરવા માટે પરંતુ જો મિત્રો તમારી ઊંઘ આપો આપ ઉડી જતી હોય તો તમે ખુબ જ નસીબદાર છો કારણ કે તેનો મતલબ છે કે ભગવાન ખુદ તમારું ભાગ્ય ચમકાવા  માંગે છે, અને તમને જગાડી ને કઈક સંકેત સુચન આપવા માંગે છે. મિત્રો અવાજ સરસ અને ધાર્મિક લેખો રોજે મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઈક અને શેર કરજો .. અને કોમેન્ટ માં તમારા ઇષ્ટ દેવનું નામ લખજો ..Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

6 thoughts on “જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે… એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર”

Leave a Comment