મિડલ ક્લાસ ફેમીલી માટે વરદાન છે આ માર્કેટ, જ્યાં સાવ ઓછી કીમતે તમામ વસ્તુઓ મળી રહે છે.. ક્યાં છે આ માર્કેટ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 એક એવી બજાર જ્યાં તમને સાવ ઓછી કીંમતે બ્રાન્ડેડ શુઝ, ઘડિયાળ, કેમરા અને અન્ય ઘણું બધું મળી રહેશે.. 💁

મિત્રો હવે તો બ્રાન્ડેડ વસ્તુઓનો  જ જમાનો છે. બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાથી તેમજ તેનો ઉપયોગ કરવાથી લોકોનું વ્યક્તિત્વ જ અલગ પડે છે તેવું લોકોનું માનવું છે. તમે પહેરેલી બ્રાન્ડેડ વસ્તુઓ ક્યારેક લોકોનું આકર્ષણ કેન્દ્ર પણ બની શકે છે. પરંતુ મિત્રો બ્રાન્ડેડ વસ્તુનો ભાવ બેથી ત્રણ ગણો વધી જતો હોય છે. માટે દરેક વખતે બ્રાન્ડેડ વસ્તુ અને બધી જ વસ્તુ બ્રાન્ડેડ આપણે ખરીદી શકતા નથી.Image Source :
પરંતુ મિત્રો આજે અમે એક એવી બજાર વિશે જણાવવા જઇ રહ્યા છીએ તે બજારમાં તમને સાવ સસ્તા ભાવમાં બ્રાન્ડેડ વસ્તુઓ મળી રહેશે. તો મિત્રો અવશ્ય જાણો આ માર્કેટ વિશે. મિત્રો અમે જે માર્કેટની વાત કરવા જઇ રહ્યા છીએ જ્યાં હંમેશા લોકોની ભીડ જામેલી હોય છે. હજારોની સંખ્યામાં લોકો ત્યાં રોજ ખરીદવા માટે આવે છે. અને ઘણી વસ્તુઓ ખરીદીને જાય છે. એક વસ્તુ લેવા આવે અને આખી બેગ ભરીને લોકો જતા હોય છે. તો ચાલો જાણીએ આ માર્કેટ વિશે વધુ માહિતી.

મિત્રો આ માર્કેટમાં લગભગ તમને બધી જ વસ્તુઓ મળી રહેશે. બાળકોને રમવા માટે બોલ હોય કે પછી યંગસ્ટર્સ માટે સ્ટાઈલીશ બેગ હોય કે પછી બહેનો દ્વારા વધુ ઉપયોગમાં લેવાતી રસોડાને વસ્તુઓ હોય કે પછી શેમ્પુ જેવી પ્રોડક્ટ હોય. એટલું જ નહિ મિત્રો અહીં તમને ખુબ જ બ્રાન્ડેડ અને સારી ગુણવત્તા વાળા કેમેરા, લેપટોપની હાર્ડડિસ્ક, sd કાર્ડ, પેનડ્રાઈવ અને હેડ ફોન જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ મળી રહેશે. મિત્રો તમે ખરીદેલી દરેક વસ્તુ પર તમને ઓછામાં ઓછો ૫૦૦ રૂપિયાનો તો ફાયદો થાવાની શક્યતા છે. પરંતુ મિત્રો જેમ તમે ઉંચી અને ભારેમાં વસ્તુ ખરીદશો તો તેમાં બેથી ત્રણ હજારનો તમને ફાયદો થઇ શકે છે.Image Source :
મિત્રો આપણે આ બજારની અલગ અલગ વસ્તુઓના ભાવની પણ જાણકારી મેળવી લઈએ. બજારમાં ૪૦૦ કે ૪૫૦ની આસપાસ મળતા ફૂટબોલની કિંમત આ બજારમાં ૧૫૦ રૂપિયા જ છે. તમે બજારમાં કોઈ ટ્રાવેલ બેગ લેવા જાવ તો તમને ૧૫૦૦ માં મળશે અથવા તો ઓછા કરે તો ૧૨૦૦ માં મળે કદાચ પરંતુ અહીં તમે બાર્ગેનિંગ કરીને માત્ર ૭૦૦ રૂપિયામાં જ મેળવી શકો છો ટકાઉ ટ્રાવેલ બેગ.

૧૫૦ રૂપિયામાં મલ્ટી શેમ્પુની બોટલ મળશે માત્ર ૪૦ રૂપિયામાં. અહીં લેપટોપ હાર્ડ ડિસ્કની કિંમત માત્ર ૭૦૦ રૂપિયા જ છે. મિત્રો તમે બજારમાં અથવા મોલમાં અથવા તો તમે કોઈ મોલમાંથી ઈસ્ત્રી ખરીદો તો ૫૦૦ થી શરૂ થતી હોય છે અને પરંતુ અહીં માત્ર ૧૫૦ રૂપિયામાં મળી રહેશે.Image Source :
૬૪ GBની પેનડ્રાઈવ માત્ર ૨૦૦ રૂપિયામાં મળશે. તેમજ ૧૦૦૦૦ ની કિમતનો કેમેરો તમને ૭૦૦૦ માં જ મળી રહેશે તો આ રીતે તમે મોંઘી વસ્તુઓ ખરીદો તો વધારે ફાયદો થશે. બ્રાન્ડેડ કંપનીના LCD અને LED tv માત્ર ૯૦૦૦ થી ૧૩૦૦૦ સુધીમાં જ મળી રહેશે. ૧૫૦ રૂપિયામાં મળતો એક પરફ્યુમ અહીં ૧૫૦ માં તેવા જ ત્રણ પરફ્યુમ મળી રહે છે.

Image Source :
તો મિત્રો હવે વધારે વિલંબ ન કરતા તમને જણાવી દઈએ કે આ માર્કેટ ક્યાં
આવેલી છે. તો મિત્રો આપણી રાજધાની દિલ્હી અને ત્યાં આવેલ આપણું ઐતિહાસિક કિલ્લો આવેલો છે જેને લાલ કિલ્લો કહેવાય છે. અને આ લાલ કિલ્લાની સામે જ એક માર્કેટ ભરાય છે જેનું નામ છે ચોર બઝાર. આ માર્કેટનું નામ જ ચોર બાઝાર છે પણ અહીંથી થતી ખરીદી એમ કઈ મોલ કરતા પણ ઓછી નથી.. ઘણા પૈસાદાર લોકો પણ આ બઝારની મુલાકાત લેતા જોવા મળ્યા છે. અહી માલ તમે વેંચી પણ શકો છો, અને ખરીદી પણ શકો છો. અને મિડલ ક્લાસ લોકો માટે વરદાન છે આ માર્કેટ. 

તો જ્યારે પણ દિલ્હી જાવ ત્યારે લાલ કિલ્લાની મૂલાકાત લો તો તેની સામે આવેલી છે આ ચોર બાઝાર માર્કેટની મૂલાકાત લેવાનું ભૂલતા નહિ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment