શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ એક ચમત્કારિક ઉપાય…. બધી જ મનોકામના થશે પૂર્ણ.

મિત્રો, દરેક વ્યક્તિની કોઈને કોઈ ઈચ્છાઓ હોય છે અને આ ઈચ્છાઓ પૂરી કરવા માટે તેઓ અનેક પ્રયત્નો કરતાં હોય છે. પણ આ ઈચ્છાઓ પૂરી કરવામાં અનેક વિઘ્નો આવતા હોય છે. આથી આપણે વિવિધ દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરીએ છીએ. કહેવાય છે કે જે લોકો પર શનિદેવની સાડા સાતી શરૂ થાય છે તેને પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમારા પર શનિદેવની વિપરીત દ્રષ્ટિ પડી છે તો એકવાર આ નાનો એવો ઉપાય કરી જુઓ પછી જુઓ કમાલ. તમારા બધા જ કષ્ટો ભગવાન શનિદેવ દુર કરી દેશે.

વિશ્વના દરેક માનવીના જીવનમાં અનેક વાર દુઃખ અને મુશ્કેલી આવતી રહેતી હોય છે. દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે તેના જીવનની દરેક બાબત નિશ્ચિત હોવી જોઈએ અને તેનું જીવન પહેલાં કરતાં પણ વધુ સારું અને સુખી બને. પરંતુ ભગવાન માનવની ઇચ્છાઓ ત્યારે જ પૂરી કરે છે જ્યારે આપણે તેને આપણી પ્રાર્થનાથી ખુશ કરીએ. આજે, અમે તમને શનિદેવને ખુશ કરવા માટે એક એવી રીત જણાવીશું, જેનાથી તમારું જીવન પહેલા કરતાં વધુ સારું બની જશે. શનિદેવનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને તમારા બધા કાર્ય સફળ થશે. આપણે બધા જાણીએ છીએ કે શનિદેવને બધા દેવતાઓમાં ખુબ શક્તિશાળી માનવામાં આવે છે. શનિદેવના ક્રોધથી આપણે લગભગ બધા જ ભયભીત હોય છે. પરંતુ શનિદેવનો ગુસ્સો જેટલો ખતરનાક છે, તેના આશીર્વાદ એટલા જ વધુને વધુ પ્રગતિ કરાવે છે. તો, આજે અમે તમને શનિદેવને પ્રસન્ન કરવા માટે એક વિશેષ યુક્તિ જણાવવા જઈ રહ્યા છીએ.

શનિદેવનો આ પદાર્થ તમારી મનોકામના કરશે પૂર્ણ :

હિંદુધર્મ અનુસાર શનિદેવ માટે શનિવારનો દિવસ છે. તમારે પણ જો શનિદેવની કૃપા મેળવવી હોય તો શનિવારના દિવસે આં આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. શનિવારે, તમે વહેલી સવારે ઉઠો અને પછી પીપળાના 3 પાંદડા તોડી નાખો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે પીપળાના ત્રણ પાંદડા ક્યાંયથી તૂટેલા કે અડધા ન હોય. આ સાથે, આ પાંદડા સૂકાવા પણ ન જોઈએ. પીપળાના પાંદડા તાજા અને સંપૂર્ણ હોવા જોઈએ. ત્રણ પાંદડા તોડ્યા પછી તેમને શનિદેવની સામે મૂકો. તે પછી, દરેક પાંદડાની ઉપર તેલનો દીવો પ્રગટાવો. ત્રણ પાંદડા પર ત્રણ જુદા જુદા દીવા મુકવાના. ત્યાર પછી હવે તમે એક દીવામાં કાળા તલ નાખો, બીજા દીવામાં 1 રૂપિયાનો સિક્કો નાખો અને ત્રીજા દીવામાં થોડા ચોખા મૂકો. હવે પછી ત્રણેય દીવાને પાંદડાવાળી પ્લેટમાં મૂકી દો. ત્યાર બાદ તમે ત્યાં  જ થાળીથી શનિદેવની આરતી કરો. શનિદેવની આરતી પૂર્ણ થયા પછી તમે તેમની સામે નમન કરો અને પછી તેને તમારી સમસ્યાઓ અથવા તમારી ઇચ્છાઓ વિશે કહો. પરંતુ શનિદેવની સામે ત્રણ દીવા એમ જ રહેવા દો.

ત્યાર બાદ તે ત્રણ દીવા જ્યારે આપમેળે બુઝાઇ જશે, તો પછી તમારે તેમાં નાખેલી સામગ્રીનો ઉપયોગ આ રીતે કરવો. પ્રથમ, દીવામાં તમે જે કાળા તલ મૂકેલા હતા તને કાઢી બાકીના અનાજમાં ભેળવી દો અને ત્યારબાદ તેને શનિદેવના મંદિરમાં અર્પણ કરો. બીજા દીવામાં નાખેલો એક રૂપિયાનો સિક્કો લઈ લો અને  તેને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો.

આમ કરવાથી તમારા ઘરમાં હંમેશાં પૈસાની વૃદ્ધિ થશે. તે પછી, ચોખા નાખેલા ત્રીજા દીવામાંથી ચોખા કાઢી લો અને તેને અન્ય ચોખા સાથે ભેળવી દો. ત્યાર બાદ તે ચોખામાં થોડી હળદર પણ ઉમેરી દો.આ કર્યા પછી તમે તે ચોખાને કાગડા સામે નાખી દો. આમ  કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. આ સાથે, તમારૂ ખરાબ નસીબ પણ ચાલ્યું જશે. શનિવારે, જ્યારે તમે આ કરો છો, ત્યારે તમારે શનિદેવના નામે ઉપવાસ કરવો પડશે. આ સિવાય તમારે આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં. જો તમે આ ઉપાય કરો છો. તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ ભાગશે અને બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment