સરકાર લગાવશે ઘરની બહાર એક સ્માર્ટ નેમ પ્લેટ, થઇ જશે અનેક કામો સરળ..

આજે આ દુનિયામાં ટેકનોલોજી દ્વારા લોકો ખુબ જ આગળ વધી રહ્યા છે. ટેકનોલોજીના કારણે આજે માનવ જીવન ખુબ આસાન બની ગયું છે. લોકોનું જીવન ખુબ જ સરળ બની ગયું છે. આજે મોટા મોટા કામો પણ એક નાના મોબાઈલ દ્વારા થઇ જાય છે. આજે આ દુનિયામાં આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવા તેવા ડિવાઈસ બની ચુક્યા છે. પરંતુ ભારત સરકાર દ્વારા એક એવું ડિવાઈસ લોકોને આપવામાં આવશે, જેની કોઈ પણ લોકોએ કલ્પના પણ ન કરી હોય. તો ચાલો જાણીએ ભારત સરકાર શું આપી રહી છે એ ડિવાઈસ. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એ ડિવાઈસ ઘરે ઘરમાં સરકાર આપે તેવી શક્યતા છે.

ભારત સરકાર હાલ ખુબ જ ટેકનીકલ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેના માટે ભારત સરકાર દ્વારા થોડા જ સમયની અંદર ભારતમાં 100 સ્માર્ટ સિટીઝનું નિર્માણ કરવા જઈ રહી છે. જેમાં સરકાર દ્વારા એક યોજના બનાવવામાં આવી છે. તે યોજના પ્રમાણે દરેક વ્યક્તિના ઘરમાં એક સ્માર્ટ નેમ પ્લેટ ફરજીયાત રાખવામાં આવશે.  સરકાર દ્વારા આપવામાં આવેલી સ્માર્ટ નેમ પ્લેટમાં આપણને ક્યુઆર કોડ પણ જોવા મળશે. જે સપોર્ટેડ હશે. તે ક્યુઆર કોડની અંદર પરિવારના બધા જ સભ્ય, વીજળીનું બીલ, ટેક્સ અને અન્ય સરકાર ઉપયોગી માહિતી તેમાંથી મળી જશે. તેના સિવાય અન્ય કોઈ સરકારી સર્વિસ હોય તો તેનું પેમેન્ટ પણ તમે સ્માર્ટ નેમ પ્લેટ દ્વારા ચૂકવી શકો.

આપણા દેશની સ્માર્ટ ટેક કંપની સ્માર્ટ સીટી દ્વારા આ ખાસ અને ખુબ જ વિશેષ અધતન નવી ટેકનોલોજી વાળી નેમ પ્લેટને બનાવવામાં આવી છે. આ ટેકનોલોજીથી કોઈ પણ યુઝર્સ પોતાના મોબાઈલમાં ક્યુઆર કોડને સ્કેન કરી શકશે અને તે ઘરને લગતી માહિતી આ ટેકનોલોજીની મદદથી મેળવી શકશે. આ ટેકનોલોજીનું કામ સૌથી પહેલા તબક્કામાં ઉજ્જૈનમાં શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આ યોજના હેઠળ એક લાખ ઘરોમાં સ્માર્ટ નેમ પ્લેટ લગાવવાનું શરૂ થઇ ગયું છે. આ ટેકનોલોજીમાં કચરો લેવા આવતા કર્મચારીઓએ પણ ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે. આ એક નેમ પ્લેટ પાછળ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દ્વારા એ પણ જાણવા મળશે કે એ ઘરમાંથી કચરો ઉપાડવામાં આવ્યો છે કે નહિ. આ નેમ પ્લેટ બનવા પાછળ 500 રૂપિયાનો ખર્ચ ખર્ચ થયો છે. અને ખુબ જ ઝડપથી બીજા શહેરોમાં પણ આ પ્રોજેક્ટ પર કામ ચાલુ થઇ જાય તેવી શક્યતા છે. પરંતુ આખા દેશમાં આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેની કોઈ જાણકારી મળી નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment