શું તમે જાણો છો ? દવાના પેકેટમાં વચ્ચે શા માટે જગ્યા હોય છે ? તો આ લેખમાં જાણો તેનું સાચું રહસ્ય..

મિત્રો, લગભગ લોકોએ પોતાના જીવનમાં એક વાર તો દવા લેવી પડી હશે. કેમ કે આજના સમયમાં લગભગ લોકોએ નાની અથવા મોટી બીમારીનો કરવો સામનો કરવો પડ્યો હોય છે. પરંતુ આજે અમે તમને દવાના ખગ્લ વિશે એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ.

લગભગ બધાએ જોયું હશે કે ડોક્ટર દ્વારા દવા લખી દેવામાં આવે ત્યાર બાદ જ આપણને મેડીકલ માંથી એ દવાઓ મળતી હોય છે. પરંતુ ડોક્ટર જે કાગળમાં દવા લખી આપે તેમાં આપણે જોઈએ તો દવા જે પેકીંગમાં હોય છે તેમાં થોડી સ્પેસ એટલે ખાલી જગ્યા હોય છે. તો તમે ક્યારે એવું વિચાર્યું છે કે દવાના પેકેટમાં ખાલી જગ્યા શા માટે રાખવામાં આવે છે ? તો આજે આ લેખમાં તમને તેના વિશેનું મહત્વનું કારણ જણાવશું. માટે આ લેખને અંતુ સુધી વાંચો.

ઘણી દવાઓના કાગળ પર નાની ટેબ્લેટનો સમાવેશ થઇ જાય એટલી ખાલી જગ્યાઓ રાખવામાં આવી હોય છે. પરંતુ તેની અંદર દવા નથી હોતી. ત્યારે આપણજોઈએ તો એવું લાગે છે કે આ ખાલી જગ્યાનો કોઈ અર્થ જ નથી. પરંતુ એવું નથી હોતું. તેની પાછળ એક ખાસ અને મહત્વનું કારણ રહેલું છે.

વધુમાં આગળ જણાવીએ તો દવાના કાગળમાં તે ખાલી જગ્યાઓનો પણ પોતાનો અર્થ હોય છે, જેનું એક મહત્વ હોય છે. ખાલી જગ્યાનો આકાર ગોળાકાર કે લંબચોરસ હોય છે અને જ્યારે બાકીના અલગ-અલગ આકારમાં આપવામાં આવે છે. અમે તમને તેની પાછળનું રહસ્ય જણાવીએ છીએ. દવાના કાગળમાં ખાલી જગ્યાઓ માટેના કેટલાક વૈજ્ઞાનિક કારણો છે, જે નીચે મુજબ છે.

દવાઓની વચ્ચે ખાલી જગ્યા એટલા માટે હોય છે કારણ કે, દવાઓ એકબીજાથી દૂર રહે અને તેમની વચ્ચે ચોક્કસ અંતર બની રહે છે. જો દવાઓ એકબીજાથી ભેગી થઇ જાય તો દવાઓ મળવાથી થતી આપણા શરીરને જે રાસાયણિક પ્રતિક્રિયા મળવી જોઈએ એ ન મળે. એટલા માટે કોઈ પણ દવા હોય તેની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે.

પીવીસી શીટ્સ પર દવાઓને પેક કરવામાં આવે છે. જ્યારે આ પીવીસીને ખાલી જગ્યા મજબૂત બનાવે છે. અને રાસાયણિક ગુણધર્મો પીવીસીમાં હોય છે. તે દવાઓના ફિટિંગને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, તે પેકેટને પણ સીધું રહેવા રાખે છે.

આમ દવાઓના કાગળ પર ખાલી જગ્યા એટલા માટે આપવામાં આવે છે, જેથી કરીને દવાને કોઈ નુકસાન ન થાય. આમ આ ખાલી જગ્યાને કારણે દવા બગડતી નથી.

આ સિવાય દવાઓના કાગળ ઉપર ખાલી જગ્યા એ માટે પણ આપવામાં આવે છે, જેથી તેમના પર કેટલીક મુખ્ય માહિતી પણ આપી શકાય. જેમ કે પેકેજિંગ તારીખ, રચના, સમાપ્તિની તારીખ વગેરે લખેલું હોય છે.ઘણીવાર તમે જોયું હશે કે દવાના કાગળમાં એક જ ગોળી હોય છે. આ દવાઓને એટલા માટે એક જ ગોળી આપવામાં આવે છે કારણ કે જ્યારે દર્દીને દવા લેવાનું કહે ત્યારે દર્દીને તેની ગણતરીની ખબર પડે અને કોઈપણ પ્રકારની સમસ્યા દર્દીને ન થાય. તેના માટે દવાઓના પેકેટમાં એક એક ટેબ્લેટને જગ્યા મુકીને રાખવામાં આવી હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “શું તમે જાણો છો ? દવાના પેકેટમાં વચ્ચે શા માટે જગ્યા હોય છે ? તો આ લેખમાં જાણો તેનું સાચું રહસ્ય..”

Leave a Comment