વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, ઘણી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે

વાળ એ દરેક સ્ત્રીનું સૌથી મહત્વનું સૌંદર્ય વધારે છે. આથી જ દરેક સ્ત્રી પોતાના વાળની વિશેષ કાળજી લેતી છે. આ વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે વાળમાં મહેંદી નાખવામાં આવે છે. પણ વાળમાં મહેંદી નાખ્યા પછી પણ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. જો ભૂલથી પણ આ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. તો શું તમે પણ આવી ભૂલો કરી રહ્યો છો તો આ લેખને એક વાર અવશ્ય વાંચો.

એવું કહેવામા આવે છે કે વાળ માટે મહેંદી ખુબ જ સારી વસ્તુ છે. વાળમાં ​​મહેંદી લગાવવાથી વાળ રેશમી બને છે અને ચમકે પણ છે. પરંતુ વાળમાં ઘણી વાર મહેંદી લગાવવાથી પણ નુકસાન થતાં હોય છે. તેનું કારણ છે કે તમે મહેંદી લગાવતી વખતે થોડી ભૂલો કરો છો. માટે મહેંદી લગાવતી વખતે આ ભૂલોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, અને એ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. 

મહેંદી એ એસિડિક પ્રકૃતિની હોય છે. જ્યારે પણ વાળમાં મહેંદી લગાવવામાં આવે ત્યારે તેને સામાન્ય પાણીમાં બિલકુલ પણ ન પલાળવી જોઈએ. મહેંદીને હંમેશાં ચા અથવા કોફીવાળા પાણીમાં જ પલાળી રાખો અને ત્યાર બાદ જ તેને વાળ પર લગાવો. આમ કરવાથી તમારા વાળ પરનો રંગ પણ વધે છે.

ઘણા લોકો એવું પણ કરતાં હોય છે કે મહેંદી લગાવીને વાળ પર ઇંડા લગાવે છે. પરંતુ ઇંડા તમારા વાળને વધુ બગાડી શકે છે. મહેંદીમાં રહેલ પ્રોટીન ઇંડાના પ્રોટિન સાથે જોડાય જાય છે. જે તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપતા નથી.

આ સિવાય તમે મહેંદીમાં ક્યારેય પણ લીંબુનો રસ ન ઉમેરશો. લીંબુનો રસ તમારા વાળને રેશમી બાનવવા કરતા વધુ સૂકા બનાવી દે છે. લીંબુમાં બ્લીચિંગ પ્રોપર્ટી હોય છે, જે મહેંદી સાથે જોડાવાથી વાળને સુકા બનાવી દે છે.

આ ઉપરાંત એ વાતનો પણ ખ્યાલ રાખો કે મહેંદી લગાવતા પહેલા વાળ પર ક્યારેય તેલ ન લગાવશો. કારણ કે વાળમાં તે લગાવવાથી વાળ પર એક આવરણ બની જાય છે. જે મહેંદીના  રંગને વાળ પર ચડતા અટકાવે છે.

વિશેષમાં જો તમે મહેંદીના ફાયદાઓ મેળવવા માંગતા હોવ તો તેને રેગ્યુલર તાપમાન પર 8 થી 9 કલાક સુધી પલાળી રાખો. જો તમે ટૂંકા સમય માટે જ મહેંદીને પલાળો છો, તો પછી તમારા વાળ પર તેનો કોઈ ફાયદો થશે નહીં. હંમેશાં મહેંદીને રાત્રે પલાળી રાખો અને તેને સવારે વાળ પર લગાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, ઘણી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે”

Leave a Comment