હિપ્નોટીઝમ
આજના આધુનિક યુગમાં જિંદગીની ભાગદોડમાં લોકો આરોગ્ય ઉપર પુરતું ધ્યાન નથી આપતા. જેથી દિવસે-દિવસે આરોગ્ય ખોરવાતું જાય છે.
હાર્ડ એન્ડ ફાસ્ટ જમાનામાં લોકોની માનસિક બીમારી પણ વધવા લાગી છે જેમકે, માનસિક તણાવ, ફોબિયા, અવિશ્વાસની ભાવના જેવી બીમારીઓ. તો ક્યાંક લોકોને ધારી સફળતા ન મળતા કે લાગણી દુભાય ત્યારે તે જાનલેવા નશાની લતમાં પડી જતાં હોય છે. તો મિત્રો આવી સમસ્યાનો એક એવો ઇલાજ અમે લઈને આવ્યા છીએ જેમાં કોઈપણ દવાના ડોઝ ની જરૂર નથી પડતી.
મિત્રો, આપણે હિપ્નોસિસ અથવા હિપ્નોટીઝમ વિશે ફિલ્મોમાં કે અન્ય ટીવી સિરિયલોમાં સાંભળ્યું હશે અથવા જોયું હશે. અને એવું પણ જોયું હશે કે તેમાં વ્યક્તિ બીજી વ્યક્તિને હીપ્નોટાઈઝ કરીને તેમની પાસેથી કામ કરાવે છે. ચોરીથી લઈને મોટા મોટા ગુના કરાવતા હોય છે. પણ આ બધી વાત મહદ અંશે ખોટી છે… હકીકતમાં તમે હિપ્નોસિસથી માણસ ને કાબૂમાં નથી કરી શકતા.
હિપ્નોટીઝમ મેં વશીકરણ નથી. માટે તેનાથી આપણે કોઈપણ વ્યક્તિને વશમાં ન કરી શકીએ તેનાથી આપણે તે વ્યક્તિને મનોવૈજ્ઞાનિક રીતે તેને અમુક અવસ્થામાં લઈ જવામાં આવે છે. જ્યાં તે વ્યક્તિ ડોક્ટરના કહ્યા પ્રમાણે કરે છે કે જેને તમે વશીકરણ ન કહી શકો. ટીવીમાં જે હિપ્નોસિસ બતાવે છે કે આપણા મનોરંજન માટે હોય છે હકીકતમાં તેવું નથી હોતું. તો ચાલો આજે આપણે તેના વિશેનો ખ્યાલ મેળવીએ કે શું છે હિપ્નોટીઝમ….? તેને કઈ રીતે કરવામાં આવે છે અને તેનાથી કઈ રીતે બીમારીનો ઇલાજ કરી શકીએ છીએ તો સૌથી પહેલા આપણે હિપ્નોસિસ ની સીસ્ટમ સમજવી પડશે.
આપણા મગજના 3 લેવલ હોય છે.
1 – તેમાં પહેલા નંબર પર આવે છે, મગજની જાગ્રત અવસ્થા, તેને અંગ્રેજીમાં ‘conscious mind’ કોન્શિયસ માઈન્ડ કહેવાય છે.
2 – બીજા નંબરે આવે છે, મગજની અર્ધ જાગ્રત અવસ્થા એટલે કે, સબ્કોન્સિઅસ માઈન્ડ “sub conscious mind.
3 – અને ત્રીજા નંબરે આવે છે, એટલે કે મગજની સાવ અચેતન અવસ્થા એટલે unconscious mind અન્કોન્શીયાસ માઈન્ડ.
હિપ્નોટીઝમને સમજવા માટે પહેલાં તો મગજની ત્રણેય અવસ્થાઓનો સમજવી જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે મગજની આ ત્રણેય અવસ્થાને આપણે થોડી વધુ નજીક થી સમજીએ.
(૧) જાગ્રત મન (જાગ્રત અવસ્થા) (conscious mind)
આપણી આસપાસ થઇ રહેલી ઘટનાઓ ને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, તે અવસ્થાને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ કે જાગ્રત મન કહીએ છીએ. જાગ્રત અવસ્થામાં માણસ તર્ક, દલીલો, સવાલ, જવાબ જેવી વસ્તુઓ વિચારી શકે છે.
(2) અર્ધ જાગ્રત મન (સબ કોન્સિઅસ માઈન્ડ)
પૂરા દિવસ દરમિયાન તમારી સાથે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તમે ઘણી બધી ચીજ-વસ્તુઓ જોતા હોય તેને આપણે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. પણ અમુક સમય પછી આપણે મગજ પર જોર લગાવીને તેને યાદ કરીએ તો ફરી એ ઘટના યાદ આવી જાય જોયેલી ચીજ વસ્તુઓ યાદ આવી જાય. આ અવસ્થાને અર્ધજાગૃત અવસ્થા કહેવાય છે. અર્ધ જાગ્રત અવસ્થા એટલે કે અગાઉ બનેલી ઘટના તથા જોયેલી વસ્તુઓ ફરિયાદ કરવાની ક્ષમતા.
આપણે મિત્રો સબકોન્સિયસ માઈન્ડ ની વાત ચાલી રહી છે, તો તેની એક ખાસ બાબત પણ તમને જણાવી દઈએ કે, તમારે તમારી યાદશક્તિ વધારવી હોય તો તમારે તમારા સબ્કોન્સિઅસ માઈન્ડ એટલે કે અર્ધજાગ્રત મનની શક્તિ વધારવી જોઇએ. અને તે શક્તિ વધારવા માટે તમારે ધ્યાન કરવું જોઇએ તેનાથી તમારી યાદ શક્તિ તેમજ સબ કોન્સીયસ માઈન્ડની શક્તિ વધશે.
(3) અચેતન મગજ કે અચેતન અવસ્થા. ( unconscious mind)
અચેતન મગજ કે ચેતન અવસ્થા આપણી કોઈ એવી કડવી યાદો ઈચ્છાઓ અને ડર હોય કે જેના વિશે આપણે વિચારવા પણ નથી માગતા. ત્યારે તેને મનમાં દબાવી દેતા હોઈએ છીએ. આ બાબતો આપણા મનમાં અનકોન્સીયસ માઈન્ડમાં જતી રહે છે જેના વિશે આપણને કોઈ ખબર રહેતી નથી. તેને અચેતન અવસ્થા કહે છે જેમ કે, તમને કોઇ તમારા નાનપણની વાતો યાદ કરવાનું કહે તે તમને યાદ જ ના આવે. તમે જોયેલા સપનાઓ ઉઠતાની સાથે જ ભુલી જાઓ છો આ બધું અચેતન અવસ્થામાં હોય છે માટે આવું થતું હોય છે.
મગજની અવસ્થા જાણ્યા બાદ હવે આપણે હિપ્નોસિસ સરળતાથી સમજી શકીશું.
હિપ્નોસિસમાં માણસના કોન્સીયસ માઈન્ડને નિંદ્રા અવસ્થામાં લઈ જવામાં આવે છે જ્યારે આપણું કોન્સીયસ માઈન્ડની સૂઈ જાય છે ત્યારે કોઈપણ માહિતી ડાયરેક્ટ અન્કોઇનસિયસ માઈન્ડમાં જઈ શકે છે.
જે પહેલા શક્ય નહોતું, હિપ્નોટીઝમ એ એક એવી મનોવિજ્ઞાનિક રીત છે કે જેમાં તમે કોઈપણ વ્યક્તિને સમાધિ અથવા સ્વપ્નાવસ્થામાં લાવી શકો છો. પરંતુ હિપ્નોસિસમા વ્યક્તિની અમુક ઇન્દ્રિય જેવી કે, આંખ-કાન-નાક તે વ્યક્તિના અંકુશમાં જ રહે છે તે વ્યક્તિ બોલવાની સાથે ચાલી અને લખી પણ શકે છે. હિસાબ પણ કરી શકે છે. એટલે જે કામ તે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં કરી શકે છે તે બધા જ કામ આ અવસ્થામાં ડોક્ટર કે થેરાપીસ્ટના કહેવા પ્રમાણે કરે છે.
જેમ હિપ્નોસિસ માં માણસ જે કામ જાગ્રત અવસ્થામાં કરે છે તે કામ કરી શકે છે પરંતુ તે અવસ્થા ની જેમ આ અવસ્થામાં તરફ દલીલ કે સવાલ જવાબ નથી કરી શકતો કારણ કે તમારી જાગ્રત અવસ્થા ને આ અવસ્થામાં બદલાવી નાખવામાં આવી હોય છે જેથી તમે ડોક્ટર કે થેરાપીસ્ટના કહેવા પ્રમાણે બધું કરવા માંડો છો મિત્રો આપણે એવું માનતા હોઇએ છીએ કે દુનિયાના દરેક માણસને હિપ્નોટાઈઝ કરી શકીએ છીએ તો આ વાત ખોટી છે.
બધા જ લોકોને હીપ્નોટાઈઝ નથી કરી શકતા જેમકે બધા વ્યક્તિને એક જ ટેકનિકથી હીપ્નોટાઈઝ નથી કરી શકતા. તેના માટે તેમના વ્યક્તિત્વના આધારે અલગ અલગ ટેકનીક કરી શકાય છે. જેમકે કોઈ માણસ ખૂબ જ લાગણીશીલ હોય અને આવું હોય તો તેને જલ્દીથી હિપ્નોટાઈઝ કરી શકીએ છીએ અમુક લોકો એવા પણ હોય છે કે જેને તમે ઇચ્છો છતાં હીપ્નોટાઈઝ ના કરી શકો.
હીપ્નોટાઈઝ ને મનોવિજ્ઞાનના એક ઇલાજરૂપે ઉપયોગ થાય છે જેના દ્વારા આપણે બીમારીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. જેના માધ્યમથી કોઈ વ્યક્તિને ફોબિયા એટલે કે કોઈ વસ્તુનો ભય ડર લાગતો હોય જેમ કે અંધારૂ, કુતરા આગ કે ઉંચાઈ વગેરે તો તેવી વ્યક્તિને હીપ્નોટાઈઝના માધ્યમથી સારવાર આપીને તેમનો આ ફોબિયા હંમેશા હંમેશને માટે ભગાવી શકાય છે.
કોઈ વ્યક્તિને માનસિક રીતે હારી જવાથી નશાની ખરાબ આદત પડી ગઈ હોય તો હિપ્નોસિસ દ્વારા તે આદત પર અંકુશ લાવી શકાય છે. આ ઉપરાંત દર્દથી કાયમ માટે છુટકારો મેળવી મેળવવા તથા રાહત મેળવવા તેમજ માનસિક તણાવ ગાયબ કરવા અને વજન ઘટાડવા પણ આ મનોવૈજ્ઞાનિક રીતે ઉપયોગી બને છે આમ હિપ્નોટીઝમ એ આપણા માટે સહાય ભૂત મનોવિજ્ઞાનિક રીત છે મિત્રો આવી જ રસપ્રદ ટેકનીક અને માહિતી સાથે મળતા રહેશું…. તમને આ લેખ ગમ્યો હોય તો શેર તથા કોમેન્ટ જરૂર કરજો.