બોલીવુડના પ્રખ્યાત એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિક નું 67 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. સતીશ કૌશિક ના જીગરજાન દોસ્ત અને બોલીવુડ અભિનેતા અનુપમ ખેર એ તેમના નિધનની જાણકારી ફેન્સને આપી અને આ ખબર બાદ અભિનેતાના ફેન્સ અને સેલિબ્રિટી શોકમાં ડૂબી ગયા છે.
જાણકારી મળ્યા બાદ અનેક સેલિબ્રિટીઓએ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી. કેટલાકે તો સોશિયલ મીડિયા પર પણ અભિનેતા ને યાદ કર્યા અને તેમનું આ રીતે અચાનક આ દુનિયાથી વિદાય લેવા પર શોક વ્યક્ત કર્યો. અનુપમ ખેરથી લઈને કંગના રનૌત સુધી સતીશ કૌશિક ને શ્રદ્ધાંજલિ આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો.
અનુપમ ખેરે તેમના સ્વર્ગસ્થ શ્રેષ્ઠ મિત્રના મૃત્યુ પર એક સાથે એક તસવીર શેર કરી અને ટ્વિટ કર્યું- ‘જાણુ છું કે,”મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે!” પરંતુ આ વાત હું મારા જીવતા જીવત ક્યારેય પણ મારા શ્રેષ્ઠ મિત્ર સૌથી સતીશ કૌશિક વિશે લખીશ, એવું મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. 45 વર્ષની મિત્રતા પર આવી રીતે અચાનક પૂર્ણવિરામ !! સતીશ તમારા વગર જિંદગી હવે ક્યારેય પણ પહેલા જેવી નહીં રહે! ઓમ શાંતિ!”
કંગના રનૌતે પણ સતીશ કૌશિક ને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે સ્વર્ગસ્થ અભિનેતા સાથે પોતાની એક તસવીર શેર કરીને લખ્યું, ” આ દુઃખદુ સમાચારથી મારી ઊંઘ ઉડી ગઈ. તેઓ મારા સૌથી મોટા ચીયરલીડર હતા, એક ઘણા મોટા સફળ અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકજી વ્યક્તિગત રૂપથી જ ખૂબ જ દયાળુ અને સાચા વ્યક્તિ હતા, મને તેમને ઇમર્જન્સીમાં નિર્દેશિત કરવાનું ખૂબ જ પસંદ હતું.તેમની કમી હંમેશા રહેશે. ઓમ શાંતિ.”સતીશ કૌશિક ના નિધનના સમાચાર સાંભળીને મધુર ભંડારકર ને અઘાત લાગ્યો છે. તેમને અભિનેતા ના નિધન પર ટ્વિટ કરતા લખ્યું, “હું અભિનેતા નિર્દેશક સતીશ કૌશિકજીના નિધનથી ખૂબ જ આશ્ચર્યમાં છું, હંમેશા જીવંત, ઉર્જાવાન અને જીવન થી ભરપૂર હતા, તેમને ફિલ્મ જગત અને લાખો પ્રસંશકો દ્વારા ખૂબ જ યાદ કરવામાં આવશે તેમના પરિવારના સદસ્યો પ્રતિ મારી હૃદય પૂર્વક સંવેદના છે, ઓમ શાંતિ. “
ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે એ પણ સતીશ કૌશિક ને શ્રદ્ધાંજલિ આપી છે તેમને ટ્વિટમાં લખ્યું, “આજે મારા માર્ગદર્શક, મુંબઈની મારી સપોર્ટ સિસ્ટમ જતી રહી છે. મારા માટે મારા પિતા સમાન , મને પ્રેમ કરવા વાળા સતીશ કૌશિક, હું તમને હંમેશા યાદ રાખીશ. ઓમ શાંતિ સતીશ કૌશિક સર. તમારા આત્માને શાંતિ મળે.’