શું ખરેખર કારમાં AC ચલાવવાથી એવરેજમાં ઘટાડો થાય ? 99% લોકો નથી જાણતા આ વિશેની સાચી માહિતી… જાણો AC ચલાવવાથી માઈલેજને અસર થાય કે ન થાય…

ભારતમાં માર્ચ ની શરૂઆત થતાં જ ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે. દિવસમાં અત્યારે પણ આકરો તાપ પડવાનો શરૂ થઈ ગયો છે. ગરમી હોય કે ઠંડી હોય લોકો આજકાલ આવવા જવા માટે કારનો ઉપયોગ કરે છે અને ગરમીથી બચવા માટે કારના AC નો પણ ઉપયોગ પણ કરે છે. કેટલાક લોકો કારમાં વધારે માઇલેજ માટે AC ચલાવતા નથી. કારણકે લોકોનું માનવું છે કે AC ચલાવવાથી એન્જિન પર લોડ વધે છે અને કાર ઓછી માઇલેજ આપે છે પરંતુ શું ખરેખરમાં AC ઓન કરવાથી કારનું માઇલેજ ઓછું થાય છે કે માત્ર વહેમ છે!

આજે અમે તમને જણાવીશું કે હકીકતમાં કારનું AC ચલાવવાથી માઇલેજ પર ફરક પડે છે કે નહીં તેના પહેલા જાણવું પડશે કે કારનું AC કેવી રીતે કામ કરે છે. કારનું AC એન્જિન ઓન કર્યા બાદ અલ્ટરનેટર થી મળતી એનર્જી દ્વારા કામ કરે છે. સીધી રીતે તેને એનર્જી એન્જિન દ્વારા જ મળે છે અને એન્જીનને ચલાવવા માટે ફ્યુઅલ ની જરૂર હોય છે. જ્યાં સુધી કાર ઓન નથી થતી ત્યાં સુધી AC પણ ઓન નથી થતું.કેવી રીતે કામ કરે છે એસી?:- મોટા ભાગે લોકો જ્યારે હાઇવે પર કાર ચલાવે છે તો કારની બધી જ બારીઓ ખોલી દે છે. લોકો એવું માને છે કે AC ન ચલાવવાથી તેમને બહારની હવા મળશે અને કાર પેટ્રોલ પણ ઓછું પીશે. આમ કરવાથી કારમાંથી તાજી હવા તો મળી જાય છે પરંતુ કારના માઇલેજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. બારીઓના કારણે હવા સીધી કારની અંદર જાય છે અને આ કારણે એન્જિનની ક્ષમતા ઓછી થવા લાગે છે તેથી એન્જિન ને વધારે ફ્યુઅલની જરૂર પડે છે.

માઇલેજમાં વધારે નથી પડતો ફરક:- સીધી વાત છે કે જ્યારે તમે સ્પીડમાં કાર ચલાવો છો તો AC ઓન રાખવાથી માઇલેજ પર કઈ વધારે ફરક નથી પડતો. તેમજ બારી ખોલીને કાર ચલાવવાથી માઇલેજ થોડું ઓછું થઈ જાય છે. આ કિસ્સામાં ઓટો એક્સપર્ટ નું માનવું છે કે કારમાં AC ચલાવવાથી માઇલેજમાં પાંચ થી દસ ટકા નો ફરક પડે છે તેથી કારમાં વગર પરેશાનીએ AC નો ઉપયોગ કરી શકાય છે. જો તમે સિટીમાં વગર ACએ કાર ચલાવો છો તો કારનું માઇલેજ આમ પણ થોડું ઓછું થઈ જ જાય છે. તેથી AC ન ચલાવવાથી કઈ વધારે ફ્યુઅલની બચત નથી થતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment