ગૃહિણીઓ આ રીતે પાટલી અને વેલણ રાખે તો ગરીબ માણસ પણ બની જાય છે ધનવાન.. જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે ?

💁 મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોઈ ઘર અને રસોઈ ઘરમાં રાખેલ વસ્તુઓનું અલગ મહત્વ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તે વસ્તુઓ ન રાખવામાં આવે તો ઘરમાં મુશ્કેલીઓ પણ સર્જાય શકે છે. તેવી જ રીતે કોઈ વસ્તુને જો તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાખો તો તમને અનેક લાભ પણ થઇ શકે છે. તેવી જ રીતે એક વસ્તુ છે પાટલી અને વેલણ. જાણીને નવાઈ લાગશે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારો પાટલો અને વેલણ પણ તમને ધનવાન બનાવી શકે છે. (પરંતુ તમને  જણાવી દઈએ કે અમારા આ લેખ દ્વારા કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવવાનો હેતુ નથી. આ માહિતીને એક સંભવિત અથવા તો તથ્ય પણ કહી શકીએ. માટે આ લેખમાં અમે કોઈ અંધશ્રદ્ધાને બઢાવો નથી આપતા.) તો ચાલો જાણીએ વધુમાં માહિતી.


💁 રસોડામાં માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. અને ઘણા લોકો રસોઈ ઘરમાં રાખેલ વસ્તુ, જેવી કે પાટલો વેલણ વગેરે જેવી વસ્તુઓ પર ધ્યાન નથી આપતા જેથી મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો મિત્રો આજે અમે એવી ભૂલો વિશે જણાવશું કે જેને મહિલાઓ ઘણી વાર કરતી હોય છે. તેના કારણે તેમને વાસ્તુદોષનો ભોગ બનવું પડે છે.

💁 મિત્રો પાટલો છે તે કેતુ સાથે સંબંધ ધરાવે છે અને વેલણને રાહુ સાથે સંબંધ હોય છે. આ બંનેનું સાથે હોવું શુક્રની ઉત્પત્તિ કરે છે. કેતુનો પ્રભાવ સંતાન પર પડે છે. તમારી નામના અને પ્રગતિનું કારણ તેમજ તમે કરેલા કાર્યો અને સફળતાને કેતુ પ્રભાવિત કરે છે. રાહુનો દોષ જ્યારે આવે ત્યારે સમજવું કે જીવનમાં મુશ્કેલીઓ સાથે આવે છે.💁 પરંતુ રાહુ અને કેતુ બંનેનો મિલાપ થાય ત્યારે શુક્રનો પ્રભાવ પડે છે. હવે આપણા જીવનની લગભગ વાતો શુક્રથી પ્રભાવિત હોય છે કે આપણું જીવન કેવું રહેશે. જીવન સાથી અને સંતાનો સાથે આપણો વ્યવહાર કેવો રહેશે આ બધી બાબતો શુક્રથી પ્રભાવિત છે. શુક્રના માતા લક્ષ્મી હોય છે અને આપણે આગળ જાણ્યું તે પ્રમાણે પાટલો એટલે કે કેતુ અને વેલણ એટલે રાહુ અને હંમેશા આપણે પાટલો અને વેલણ સાથે જ રાખીએ છીએ એટલે કે તેનાથી થશે શુક્ર પ્રભાવિત જેની માતા લક્ષ્મી છે.

💁 માટે જો આપણે પાટલો અને વેલણને સાથે નહિ રાખીએ તેમજ તેને માન નહિ આપીએ તો પછી કેતુ અને રાહુના તો દોષ ઉત્પન્ન થશે અને સાથે સાથે શુક્ર દોષ પણ થશે અને શુક્રની માતા લક્ષ્મીજી પણ નારાઝ થઇ જશે માટે જો તમે જો માતા લક્ષ્મીને ખુશ કરવા માંગો છો તેમજ શુક્રના શુભ ફળને મેળવવા માંગો છો તો વાંચો આ આર્ટીકલ.💁 સૌથી પહેલી વસ્તુ છે કે પાટલો વેલણ હંમેશા લાકડાના જ ઉપયોગમાં લેવાના છે. સ્ટીલ કે કોઈ અન્ય ધાતુના પાટલા કે વેલણનો ઉપયોગ કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે માટે હંમેશા સ્ત્રીઓએ ધ્યાનમાં લેવું કે તે લાકડાના જ પાટલા અને વેલણનો ઉપયોગ કરીને રોટલી બનાવે.

💁 બીજી ભૂલ તો લગભગ મહિલાઓ કરતી હોય છે. ઘણી મહિલાઓ રોટલી વગેરે બનવ્યા બાદ પાટલા અને વેલણને અન્ય વાસણો  સાથે સાફ કરવા માટે મૂકી દે છે. પરંતુ એવું ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તેવું કરવાથી પ્રગતિ ઘટે છે તેમજ નાણાકીય નુકશાન થાય છે અને બીમારીઓનો સામનો કરવો પડે છે.💁 જેવી પાટલા પર રોટલી વણાય જાય ત્યારબાદ તેને ધોઈને સૂકવવા મૂકી દેવા. ક્યારેય પણ તેને અન્ય વાસણો સાથે સાફ કરવા માટે ન લેવા. આ ઉપરાંત તમે જ્યારે પણ પાટલા અને વેલણને ફરી પાછા ઉપયોગમાં લો તો તેને ફરી સાફ કરી પછી જ ઉપયોગમાં લેવા.

💁 આ ઉપરાંત જો રોજ પાટલો અને વેલણ ધોવામાં આવે તો ઘરની પ્રગતિમાં વધારો થાય છે. જો પાટલો અને વેલણ રોજ નિયમિત રીતે સાફ કરવામાં ન આવે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના સભ્યોમાં અણબનાવ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તેમજ અનેક બીમારીઓ થાય છે માટે દરેક ગૃહિણીએ રોજ પાટલો વેલણ સાફ કરવા જોઈએ.👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.     (૩) ગુડ     (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment