મિત્રો આપણે જાણીએ છીએ કે શિયાળામાં અતિશય ઠંડીને કારણે આપણે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અનેક ઉપાયો કરીએ છીએ. જયારે આજના આધુનિક સમયમાં આપણે ઠંડીથી બચવા માટે રૂમમાં હીટર શરુ કરીને બેસી જઈએ છીએ. અને ઉનાળામાં AC શરુ કરીને બેસી જઈએ છીએ. પણ શિયાળામાં જયારે તમે હીટર શરુ કરીને બેસો છો તે તમારા શરીર પર અનેક વિપરીત અસર પણ કરી શકે છે. આથી હીટર ના કારણે થતી કેટલીક આડ અસર વિશે પણ જાણવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને તમે હીટર નો ઉપયોગ કરતા પહેલા સાવધાન રહી શકો.
શિયાળાની રૂતુ પોતાની ચરમ સીમાએ છે. ઘણા રાજ્યોમાં કડાકેદાર ઠંડી પડી રહી છે. દરેક ઠંડીથી બચવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો અજમાવી રહ્યા છે. શિયાળામાં રાતના સમયે આરામથી સુવા માટે લોકો પોતાના રૂમમાં હીટર, બ્લોઅરનો ઉપયોગ કરે છે. જોવા અને સાંભળવામાં તેનો ઉપયોગ ઘણો રાહત ભર્યો લાગે છે. પરંતુ તેનાથી આપણા સ્વાસ્થ્યની સાથે સાથે જીવને પણ ઘણું જોખમ રહેલું છે. બંધ રૂમમાં હીટર ચલાવવાથી પહેલા પણ ઘણા લોકોના મૃત્યુના કેસ સામે આવી ચૂક્યા છે. માટે જ જો તમે પણ શિયાળામાં ઠંડથી બચવા માટે બંધ રૂમમાં હીટરનો ઉપયોગ કરતાં હોય તો, સાવધાન થઈ જાઓ. આવો જાણીએ કે આખરે શા માટે રૂમ હીટરનો ઉપયોગ કરવાથી જીવ જઇ શકે છે?શિયાળાથી બચવા માટે માર્કેટમાં ઇન્ફ્રારેડ હીટર, ફેન હીટર કે પછી ઓઇલ હીટર સહિત ઘણા પ્રકારના હીટર રહેલા છે. આ બધા જ હિટર્સમાં ઓઇલ હીટરને સારું ગણવામાં આવે છે. જોકે, બધા જ હીટર તાપમાનને વધારવાનું જ કામ કરે છે. બંધ રૂમની હવાને ગરમ કરવાની સાથે જ હીટર હવાને ડ્રાઈ કરવાનું કામ પણ કરે છે અને અહીંથી જ તેના નુકસાનની શરૂઆત થાય છે.
હીટર શા કારણે નુકસાનદાયક છે:- હીટરનો ઉપયોગ રૂમની હવાને ગરમ કરીને તાપમાન વધારવા માટે કરવામાં આવે છે. બંધ રૂમમાં હીટર ચલાવવાથી રૂમમાં ઑક્સીજનનું સ્તર ઘટવા લાગે છે અને અને ત્યાં રહેલ ભેજ ઓછો થવા લાગે છે. તેનાથી ઘણા લોકોને નાક બંધ અને ડ્રાઈ આઈની સમસ્યા થવા લાગે છે. રૂમ હીટરમાંથી કાર્બન મોનોક્સાઈડ ગેસ નીકળે છે અને તે એક ઝહેરીલો ગેસ હોય છે.રૂમ બંધ હોવાને કારણે ઑક્સીજનનું સ્તર ઘટે છે અને કાર્બન મોનોક્સાઈડનું સ્તર રૂમમાં વધવા લાગે છે. આ ઝહેરીલો ગેસ શ્વાસના માધ્યમથી આપણા ફેફસા સુધી પહોંચે છે અને પછી તે આપણા બ્લડમાં ભળી જાય છે. તેનાથી હિમોગ્લોબિનનું સ્તર પણ ઓછું થઈ જાય છે અને બેભાન પણ થઈ શકાય છે અને વધારે સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે.
રૂમમાં કાર્બન મોનોક્સાઈડનું સ્તર વધવાના સંકેત:- અચાનક માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, પેટમાં દુખાવો થવો, ઉલ્ટી જેવો અનુભવ થવો, નબળાઈ લાગવી.કઈ વાતોનુ રાખવું ધ્યાન:- ક્યારેય પણ રૂમમાં વધારે સમય સુધી હીટર કે પછી બ્લોઅરનો ઉપયોગ કરવો નહીં. ધ્યાન રહે કે હીટરનો ઉપયોગ એ રૂમમાં થોડી વાર માટે કરી શકાય છે જ્યાં વેંટીલેશનની વ્યવસ્થા હોય. સતત હીટર ચલાવવાથી એલર્જી, ડ્રાઈ સ્કીનની સમસ્યા પણ થઈ શકે છે. હીટરના દુષ્પ્રભાવથી બચવાની સૌથી સરળ રીત એ છે કે, રૂમમાં જવાના થોડા સમય પહેલા હીટર ચાલુ કરી લો અને જ્યારે તાપમાન વધી જાય તો હીટર બંધ કરીને સુવા માટે જવું. ક્યારેય પણ હીટર ચાલુ રાખીને સૂવું નહીં. આમ તમારે હીટર ચાલુ કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી બની જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી