બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રૂપિયા 30 લાખની ચેલેન્જને મારી ઠોકર, દરેક સવાલોના જવાબ ફ્રી માં આપવાની ખુલ્લી ચેલેન્જ…

મધ્યપ્રદેશ જ નહીં પરંતુ આખા દેશમાં ફેમસ થઈ ચૂકેલા બાગેશ્વર ગામના કથા વાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને નાગપુરની શ્રદ્ધા નિર્મૂલન સમિતિ ના સંસ્થાપક શ્યામ માનવના પડકાર નો સ્વીકાર કરી લીધો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ફ્રી માં જ તેમના દરેક પ્રશ્નોનો જવાબ આપશે બસ તેના માટે સમિતિના સદસ્યોએ રાયપુરમાં 20 અને 21 જાન્યુઆરી એ થવા વાળા દરબારમાં પહોંચવું પડશે. તેમના આવવા જવા સુધીનો ખર્ચ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી આપવા તૈયાર છે. આખરે સમિતિએ કઈ ચેલેન્જ આપી હતી? કેવા પ્રકારની ચેલેન્જ નો સ્વીકાર કર્યો? શું છે સમગ્ર મામલો? વિસ્તારપૂર્વક જાણવા માટે લેખને અંત સુધી વાંચો.

શ્યામ માનવે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પોલીસને કરી હતી ફરિયાદ:- જણાવીએ કે બાગેશ્વર ધામના સરકારના ફેમસ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાછલા દિવસોમાં નાગપુર ગયા હતા. જ્યાં તેમને પોતાનો દિવ્ય દરબાર લગાવ્યો હતો. તેને લઈને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુર ની જાદુ ટોના વિરોધી નિયમ જનજાગૃતિ પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમની ફરિયાદ સોશિયલ મીડિયા પર બાબાની વિરુદ્ધમાં પ્રચલિત કરવામાં આવી હતી. મીડિયા સાથે ચર્ચા દરમિયાન શ્યામ માનવે જણાવ્યું કે નાગપુરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની કથા 5 થી 13 જાન્યુઆરી સુધી ચાલી હતી.આમંત્રણ પત્ર અને પોસ્ટરમાં પણ 13 જાન્યુઆરી સુધી કથા નો ઉલ્લેખ હતો. પરંતુ મહારાજ પૂરી કથા કર્યાના બે દિવસ પહેલા જ નાગપુર થી ચાલ્યા ગયા.શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબાર ને ડર નો દરબાર જણાવીને કાર્યવાહીની માંગ કરી છે. તેમને જણાવ્યું કે દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો ના નામ અને નંબરથી લઈને અનેક વસ્તુઓ જણાવવાનો દાવો કરે છે. અમે તેમના એક એવા વીડિયોને જોયો જેમાં એવા દાવા ને સિદ્ધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે તેમને પડકાર આપ્યો પરંતુ તેઓ નાગપુર થી ચાલ્યા ગયા.

સમિતિએ કેવી આપી હતી ચેલેન્જ:- સમિતિએ પોતાના 10 લોકોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સામે લઈને જવા માટે કહ્યું હતું. શાસ્ત્રીએ સમિતિના આ 10 લોકોના વિશે પોતાના અંતરજ્ઞાન થી જણાવવાનું હતું. જેમાં તેમનું નામ નંબર અને તેમના પિતાનું નામ જણાવવાનું હતું. બે વાર રીપીટ કરતા જો તેઓ 90% રિઝલ્ટ પણ આપતા તો સમિતિ તેમને 30 લાખ રૂપિયા ઇનામ આપતી. તેના માટે તેમને 3,00,000 ડિપોઝિટ કરવાની હતી. સમિતિ અધ્યક્ષ પ્રમાણે તેમણે ચૂનોતી નો સ્વીકાર ન કર્યો અને પહેલેથી જ નાગપુર જવા માટે રવાના થઈ ગયા.

ચેલેન્જ પર બાગેશ્વર ધામ ના મહારાજનું મોટું નિવેદન:- બાગેશ્વર ધામ વાળા મહારાજની કથા હિન્દીમાં છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહી છે. જ્યાંથી શાસ્ત્રીએ કહ્યું કે તમે દુનિયાના ચક્કરમાં ન પડો. ભૂત પિશાચ નિકટ નહીં આવે શું આ ખોટું છે. શું આ અંધશ્રદ્ધા છે. અમે મહારાષ્ટ્રમાં કોઈપણ પ્રકારના કાયદા નું ઉલ્લંઘન નથી કર્યુ. કે ન તો ક્યારેય કરીશું, જો તેઓ કહેતા હોય ભગવાન છે કે નહીં, અમારે અનુભવ કરવો છે. તેમણે કહ્યું કે બાગેશ્વર ધામ બાલાજીનો બે દિવસનો દરબાર લાગ્યો. આપ ન આવ્યા. 7 દિવસનો દરબાર લાગ્યો, આપ ન આવ્યા. અમને સમય મળશે અમે ફરી આવીશું, પણ રાયપુરમાં 20 થી 21 તારીખમાં ફરી દરબાર છે. આવવાનું ભાડૂ અમે આપીશું. મહારાજે કહ્યું,આપની ચેલેન્જ અમને સ્વિકાર છે. વેલકમ ટૂ રાયપુર.સમિતિના અધ્યક્ષના નિવેદન પર પલટવાર કર્યો:- ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે નાગપુરના શ્યામ માનવને ભગવાનની શક્તિનો અનુભવ કરવો હોય તો રાયપુરમાં આવો. હવે પછી નો દરબાર બાગેશ્વર ધામમાં લાગશે ત્યાં આવો. ભારત દેશમાં ચાદર ચઢાવવી શ્રદ્ધા છે પરંતુ બાલાજીનું નામ જણાવવું કે તેમના નામથી જોડાવું અંધશ્રદ્ધા છે. અહીંયા કેન્ડલ સળગાવવી શ્રદ્ધા છે પરંતુ કોઈ બીમાર પરેશાન વ્યક્તિને હનુમાનજીના નામથી જોડવામાં આવે તો અંધશ્રદ્ધા છે. આટલું ખોખલાપણુ તમે લાવો છો ક્યાંથી? અમે એવું તો નથી કહ્યું કે અમે ઈશ્વર છે. અમારી પાસે ચમત્કાર છે. અમે તો એ પણ નથી કહેતા કે અમે તો માત્ર સાધક છે. ગુરુને ધ્યાન કરીને જે પ્રેરણા મળે છે તે અમે જણાવીએ છીએ.

ભારતમાં રામના જન્મની સાબિતી માંગવામાં આવી:- બાગેશ્વર ગામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આદિકાળથી જ ભગવાન રામને લોકોએ નથી છોડ્યા તો અમને કેવી રીતે છોડી દેશે. ભારત એ દેશ છે જ્યાં રામના જન્મની સાબિતી માંગવામાં આવે છે. અયોધ્યા માટે સાબિતી માંગવામાં આવી. ભગવાન કૃષ્ણને નથી છોડ્યા તેમને તાંત્રિક અને ચમત્કારી કહેવામાં આવે છે તો અમને ભરોસો છે કે અમે તો સામાન્ય વ્યક્તિ છે અમને થોડા છોડશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment