ઘરમાં  ક્યારેય પણ ન રાખવી આ અશુભ વસ્તુઓ.. નહીતો લક્ષ્મીજી થઇ જશે નારાજ.. હંમેશા રહેશો ગરીબ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ઘરમાં  ક્યારેય પણ ન રાખવી આ અશુભ વસ્તુઓ.. 💁

ઘણી વાર આપણે ખુબ જ મહેનત કરતા હોઈએ છીએ. પૂજા પાઠ કરતા હોઈએ છીએ તેમ છતાં પણ ક્યારેક આપણી સાથે ખોટું થતું હોય છે મતલબ આપણા આટલા પ્રયત્નો કરવા છતાં પણ આપણને તે પ્રમાણે ફળ મળતું નથી અને ઉલટાનું આપણને નુકશાન જતું હોય છે. તો મિત્રો તમારા જીવનમાં પણ ક્યારેક આવું થતું હોય તો તમારે તમારા ઘર તરફ એક નજર કરવી જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે ઘરમાં રાખેલી અમુક નાની નાની વસ્તુ આપણા જીવનમાં આ મુશ્કેલીઓ અને વિઘ્નો ઉભા કરતી હોય છે.

આજે અમે તમને એવી અશુભ વસ્તુઓ વિશે જણાવશું કે જે આપણા ઘરમાં હશે તો નકારાત્મકતા ફેલાવશે અને જેના કારણે આપણા જીવનમાં દુઃખ રહેતું હોય છે.

મિત્રો ઘરમાં ક્યારેય તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ જેમ કે તૂટેલા ચશ્માં, ફર્નીચર, કોઈ કાચનું વાસણ, સાવરણી, ફોટા વગેરે. કારણ કે આ તૂટેલી વસ્તુ આપણા ઘરમાં નકારાત્મક પ્રભાવ પાડે છે જેના કારણે આપણી માનસિક સ્થિતિમાં  બદલાવ આવે છે માનસિક રીતે ખુબ દુઃખી થઇ જાય છે વ્યક્તિઓ. કહેવાય છે કે આ વસ્તુઓના કારણે વાસ્તુદોષ પેદા થાય છે જેના કારણે આપણા ઘરે લક્ષ્મી પણ નથી આવતી.

આપણા ઘરમાં રાખેલી છબીઓ અને પોસ્ટર્સ પણ એક સકારાત્મક અને નકારાત્મક એનર્જી ધરાવે છે જેમ કે તમે ઘણા ઘરોમાં જોયું હશે કે તાજમહેલનું પોસ્ટર લગાવ્યું હોય પરંતુ તે પોસ્ટર ક્યારેય ઘરમાં લગાવવું ન જોઈએ. કારણ કે આપણે જેને પ્રેમનું પ્રતિક માનીએ છીએ તે તાજમહેલમાં શાહજહાંની પત્ની મુમતાઝની  કબર પણ છે તેથી એવું કહેવાય કે આપણે આપણા ઘરમાં એક કબરનું પોસ્ટર લગાવ્યું છે.

મિત્રો તમે જોયું હશે કે કોઈ લોકો ડાન્સર હોય ખાસ કરીને ક્લાસિકલ ડાન્સર તો તે પોતાના ઘરમાં નટરાજની મૂર્તિ રાખતા હોય છે જેમાં ભગવાન શિવ નૃત્ય કરતા હોય છે તેવી મૂર્તિ એક ચક્રમાં હોય છે. તે મૂર્તિને માત્ર કાર્ય સ્થળ પર જ રાખવી જોઈએ. ક્યારેય તેને ઘરમાં ન રાખવી. કારણ કે તે ભગવાનના ક્રોધનું તાંડવ હતું. ક્રોધનું વિકરાળ સ્વરૂપ હતું તેથી ન રાખવી જોઈએ. તેવી જ રીતે રામાયણ કે મહાભારતના યુદ્ધના પોસ્ટર કે ફોટો પણ ન લગાવવા જોઈએ.આ ઉપરાંત કોઈ પણ જંગલી પ્રાણીઓ હોય જેમ કે સિંહ, ચિત્તો વગેરેના પોસ્ટર પણ ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ તે આપણા ઘર માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ છે.

મિત્રો ક્યારેય પણ કાંટાવાળા છોડ અથવા તો દૂધવાળા છોડ જેમ કે પપૈયું વગેરે જેવા છોડ ન લગાવવા જોઈએ કારણ કે તે આપણા માટે બેડલક લઈને આવે છે. ઘરમાં ક્યારેય ફૂવારાઓ પણ ન લગાવવા જોઈએ.

ક્યારેય ડૂબતા જહાંજ તેમજ હાથે બનાવેલા પોસ્ટર્સ કે ફોટો ઘરમાં ન લગાવવા જોઈએ કારણ કે તે આપણા નસીબને પણ ડુબાવે છે.

આ ઉપરાંત એક સૂકાયેલા છોડ વૃક્ષ કે જગ્યાની પેઇન્ટિંગ, કોઈ રોતી છોકરીની પેઇન્ટિંગ અથવા માનવરહિત વસ્તી અથવા તો વિખરાયેલા ઘરની પેઇન્ટિંગ હોય વગેરે કળા અને સર્જનાત્મકતાનો નમૂનાઓ છે પરંતુ આવું ક્યારેય ન લગાવવું જોઈએ. પરંતુ આ વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વધારે નકારાત્મકતા પેદા કરે છે.મિત્રો ઘણા લોકોને એવી આદત હોય છે કે ઘરમાં ફાટેલા તથા બિનઉપયોગી કપડા કબાટમાં તથા પોટલા બાંધી બાંધીને ઘરમાં રાખતા હોય છે તો તે રીતે આવી રીતે બિનજરૂરી કપડા અથવા તો ચાદર, ઓછાડ વગેરેના પોટલા રાખ્યા હોય તો તે તુરંત હટાવી દેવા જોઈએ કારણ કે આવા પોટલાઓ ઘરમાં ખુબ જ નકારાત્મક ઉર્જા ઉત્તેજિત કરે છે જેની અસર ઘરના માલિક પર થાય છે. માટે આવા કપડાને દાનમાં આપી દેવા જોઈએ.

મિત્રો ભંગાર ઘરમાં ક્યારેય ભેગો ન થવા દેવો જોઈએ કારણ કે ઘરમાં રાખેલો ભંગારથી પૈસાની તંગી ઉદ્દભવે છે. બરકત રહેતી નથી તેનાથી ઘરનો માલિક બીમાર રહે છે. પર્સ ફાટેલું ક્યારેય ન રાખવું અથવા તીજોરી હમેંશા ઉત્તર તરફ રાખવી જોઈએ. કારણ કે તે કૂબેર મહારાજની દિશા છે. તે દિશા તરફથી ધનનો પ્રવેશ થાય છે. પર્સમાં ક્યારેય જૂની વસ્તુ, ચાવી, અપવિત્ર વસ્તુ, ઉધારીના, લોનના કાગળિયાં વગેરે જેવી વસ્તુઓ ક્યારેય ન રાખવી.

પુસ્તકની અલમારી અથવા કોઈ અન્ય સજાવટની વસ્તુઓ રાખી હો તે અલમારી ક્યારેય ખુલી ન રાખવી. કારણ કે તે કાર્યોમાં વિઘ્નો પેદા કરે છે. તેમજ પૈસા પાણીની જેમ વહે છે. ખંડિત મૂર્તિઓ તથા ભગવાનના ફાટેલા પોસ્ટર તેમજ ફોટા ક્યારેય ન રાખવા કારણ કે તે આર્થિક હાનીનું કારણ બને છે. ક્યારેય ઘરમાં પ્લાસ્ટર ઉખડી જતું હોય તો તરત જ તે ઠીક કરી લેવું કારણ કે તે વાસ્તુદોષ ગણાય છે.પૂજાના ફૂલ ક્યારેય એકઠા ન કરવા જોઈએ તેને તરત જ પધરાવી દેવા કારણ કે આ ફૂલ એકઠા કરવા તે અશુભ ગણાય છે. લીંબુ મરચા બાંધ્યા હોય તો દર રવિવારે તે ઉતારી લેવા જોઈએ તેમજ શનિવારે નવા લીંબુ મરચા રાખી દેવા જોઈએ.  કરોળીયાની જાળ ક્યારેય ન થવા દેવા કારણ કે તે ઘરમાં વિપત્તિની પરિસ્થિતિ લાવે છે. પ્લાસ્ટિકની વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે તો નુકશાનકારક તો છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ તે નકારાત્મક ઉર્જા પેદા કરે છે. તે આપણા નસીબમાં બાધાઓ ઉભી કરે છે.

ઘરમાં દવાઓ, એસિડની બોટલ વગેરે સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ તેને બેડરૂમ પાસે તથા રસોડા પાસે ક્યારેય ન રાખવી. તેના માટે અલગથી બહાર લાકડાનો કબાટ બનાવી તેમાં આ બધી વસ્તુઓ રાખવી. મળેલી વસ્તુઓ  જેમ કે વીટી અથવા કોઈ સ્ટોન ગમે ત્યાં રાખવી નહિ. પરંતુ ઘણીવાર તે આપણા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે માટે તેને ઘરમાં રાખવાના બદલે  ફેંકી દો.

સ્મશાન, ફેક્ટરીનો ધૂમાડો વગેરે બારીઓમાંથી દેખાવું ન જોઈએ આ ઉપરાંત જો દેખાતું હોય તો હંમેશા બારીઓ પર પડદા લગાવી રાખવા જોઈએ. આ ઉપરાંત ઘર એવું પસંદ કરવું કે જ્યાં ઘરની સામે કોઈ વીજળીનો થાંભલો ન હોય કારણ કે તે પણ આપણા ભાગ્યને રોકી શકે છે.

આ ઉપરાંત બહારનો કચરો ઘરમાં આવે તેવી પરિસ્થિતિ ક્યારેય ઉભી ન થવા દેવી જોઈએ. તેનાથી પણ ઘરમાં અશાંતિ ફેલાય છે. તો મિત્રો આવી નાની નાની વસ્તુઓ તમારા ઘરમાં આવતા દુઃખો અને સમસ્યાનું કારણ હોય છે. તેમજ તે તમારા ભાગ્યને નબળા બનાવતી હોય છે માટે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે વસ્તુઓ ક્યારેય ઘરમાં ન રાખવી.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment