મિત્રો હાલમાં આપણે બધા જ જાણીએ છીએ કે નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ બધા લોકોએ ફરજીયાત ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે તેવી શક્યતા જણાઈ રહી છે. જે આજે બધા લોકોને ખુબ જ મોટી આફત સમાન લાગવા લાગ્યું છે. પરંતુ મિત્રો આ બધા જ ટ્રાફિક નિયમોને લોકો માટે અને તેની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. માટે મિત્રો આ બધા જ નિયમો હાલ લોકોને ખુબ જ કષ્ટદાયી લાગે છે પરંતુ આવનારા સમયમાં ઘણા તેના ફાયદા પણ થાય તેવી સંભાવના આધારે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મિત્રો આજે અમે તમને પાંચ એવી બાબત વિશે જણાવશું જે તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં તમારે ગાડી ચલાવતા પહેલા માત્ર આ પાંચ બાબતનું ધ્યાન રાખવાનું છે. તેનાથી ક્યારેય પણ તમારું ચલાન કાપવામાં નહિ આવે. તો ચાલો જાણીએ કંઈ છે એ પાંચ બાબત જે ગાડી ચલાવતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલી વાત. હંમેશા ગાડી ચલાવતા સમયે ગાડી ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, ગાડીબી આરસીબુક, પોલીષણ અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ અને વીમાના કાગળ સાથે હોવા ખુબ જ જરૂરી છે. ડીએલ અને પીયુસી સર્ટિફિકેટ ઓરીજીનલ હોવી જરૂરી છે. જ્યારે આરસી અને ઇન્શ્યોરન્સની ફોટો કોપી પણ સાથે રાખી શકો છો. જો સાથે આ દસ્તાવેજ હોય તો ચલણથી બચી જશો.
બીજી વાત. ચલણથી બચવા માટે સૌથી સરળ ઉપાય એ છે કે તમે સડક પર વાહન ચલાવતા પહેલા નવા ટ્રાફિક વિશે એક જરૂર જાણી લેવું જોઈએ. પરંતુ તેનાથી વધારે એ નિયમો વિશે વિચારવું ખુબ જ જરૂરી છે. કેમ કે જ્યારે તમે બદલશો ત્યારે જ સમાજ બદલાશે, અને જ્યારે સમાજ બદલાવ આવશે તો દેશ બદલશે. એટલા માટે વાહન ચલાવતા સમયે રેડ લાઈટ જંપ નહી કરવાની, રોંગ સાઈડ પર વાહન ચલાવવાથી બચવું, હંમેશા સીટ બેલ્ટ બાંધીને ઘર અથવા ઓફીસથી નીકળવું, બાઈક ચાલવતા લોકોએ હંમેશા હેલ્મેટ પહેરીને ડ્રાઈવ કરવું જોઈએ.
ત્રીજી વાત. ક્યારેય પણ ગાડી ચલાવતા સમયે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. હંમેશા ગાડી સડકના કિનારે ઉભી રાખીને વાત કરવી જોઈએ અને તેની આદત બનાવી લેવી જોઈએ. નશો કરીને ક્યારેય પણ વાહન ચલાવવું ન જોઈએ. નશામાં ગાડી ચલાવવાથી અકસ્માત થવાની અથવા કોઈ ઘટના બનવાની સંભાવના વધી જાય છે. સૌથી અહેમ વાત એ કે ક્યારેય પણ ગાડી ચલાવતા સમયે ઉતાવળ ન કરવી જોઈએ અને હંમેશા સ્પીડનો ખ્યાલ રાખવો જોઈએ. ચોથી વાત. આંકડા જણાવે છે કે આપણા દેશમાં દર વર્ષે પોણા પાંચ લાખ સડક હાદસા થાય છે અને તેમાં લગભગ દોઢ લાખ લોકોના મૃત્યુ થાય છે. ટ્રાફિક નિયમો હોવા છતાં મોટાભાગના લોકો તેનું પાલન નથી કરતા. જેનું પરિણામ મૃત્યુ અને વિકલાંગતા હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન મજબૂતી સાથે કરવામાં આવે તો પણ તમે ચલણથી બચી શકો છો. પરંતુ દરેક વ્યક્ત પરફેક્ટ રીતે નિયમોનું પાલન કરે એ માટે જ દંડની રકમ વધારવામાં આવી છે.
પાંચમી વાત. ડીજીલોકર અથવા એમ પરિવહન એપમાં પણ તમે તમારા ડ્રાઈવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને વાહનનો વીમો સ્કેન કરીને તેની કોપી રાખી શકો છો. ડીજીલોકરમાં રાખવામાં આવેલા દસ્તાવેજની ઓરીજીનલ હાર્ડ કોપી જ માનવામાં આવે છે. પરંતુ પોલ્યુશન અન્ડર કંટ્રોલ ને ડીજીલોકર અને એમ પરિવહન એપમાં લિંક કરવાનો ઓપ્શન્સ નથી આવતો. એટલા માટે પીયુસી તમારા ઓરીજીનલ સાથે રાખવી પડશે. નવેમ્બર 2018 માં માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ડીજીલોકર કાનૂની રીતે માન્ય ગણાશે. (મિત્રો ડીજીલોકર એક મોબાઈલ એપ્લીકેશન છે. જેમાં તેમ તમારા બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને સ્ટોર કરી શકો છો.)મિત્રો આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ ટ્રાફિક નિયમો માટે ચલણ ભરવું ન પડે. માટે નવા નિયમોને ધ્યાનમાં રાખીને દરેક લોકોએ સરકાર તથા પ્રશાસનને સહકાર આપવો જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google