મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ભારત સરકાર દ્વારા નવા નવા એક્શન સામે આવી રહ્યા છે. જેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશ વિકાસ માટે નવા નવા એક્શન લેવામાં આવી રહ્યા છે. જેમાં હાલમાં જ ટ્રાફિકનો મુદ્દો ખુબ જ ચર્ચિત બન્યો છે. પરંતુ આગામી દિવસોમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે બેંકો દ્વારા હડતાલ કરવામાં આવશે. જેના કારણે બધા જ બેન્કીંગ વહીવટ ચાર દિવસ સુધી ઉભા રહી જાય તેવી સંભાવના છે. તો ચાલો જાણીએ તેની મળતી માહિતીઓ વિશે.
મિત્રો હાલમાં જ આપણા હાલના નાણામંત્રી નિર્મલા સીતારામને આપણા દેશની પંજાબ નેશનલ બેંક સહિતની મોટા ભાગની બેંકને વિલય કરવાની ઘોષણા કરી છે. પરંતુ મિત્રો સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી બધા જ બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યુનિયન હડતાલ કરવાના છે. જે હડતાલ આ મહિનામાં જ થવાની છે અને ચાર દિવસ બેંકોના કર્મચારી દ્વારા આ હડતાલને પાળવામાં આવશે.
મિત્રો બેન્કિંગ સેક્ટરના ચાર ટ્રેડ યુનિયન સંગઠન છે. અને તે ચારેય સંગઠનો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે 25 થી 27 હડતાલ પડે તેવું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ મિત્રો 26 તારીખના રોજ ગુરુવાર છે અને 27 ના રોજ શુક્રવાર છે. ત્યાર બાદ 28 તારીખના રોજ શાની વાર અને 29 તારીખના રોજ મહિનાનો ચોથો રવિવાર આવે છે. જેના કારણે 26,27, તારીખના રોજ બેંકની હડતાલ કરવામાં આવશે અને 28,29 તારીખના રોજ મહિના છેલ્લા શનિવાર અને રવિવારની કાયદેસરની રજા આવશે. જેમાં ચાર દિવસ સુધી બેંકોમાં કામ બંધ રહેશે. એટલ માટે બધા જ બેંકના ગ્રાહકો દ્વારા 25 તારીખ સુધીમાં બેન્કિંગને લાગતું કામ કરી નાખવું જોઈએ. નહિ 25 તારીખથી લઈને 30 તારીખ સુધી તમારે બેન્કિંગ કામકાજ માટે રાહ જોવી પડે.
મિત્રો ભારત સરકાર દ્વારા બેંકોને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે કે 6 મોટી મોટી બેંકોનું વિલય થશે અને માત્ર 4 નવી બેંકો અસ્તિત્વમાં આવશે. જેના ચાર ભાગ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી પહેલું વિલય છે કે, પંજાબ નેશનલ બેંકમાં યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક મળી જશે. જેની સૈદ્ધાંતિક પરવાનગી પંજાબ નેશનલ બેંકના નિર્દેશ મંડળ દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ આપી દેવામાં આવી છે.
તો તેવી જ રીતે બીજું વિલય પણ યુનિયન બેક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકો એકત્ર થઇ જશે. જેમાં યુનિયન બેંકમાં આંધ્રા અને કોર્પોરેશન બેંક મળશે. જેની પરવાનગી પણ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશક મંડળ દ્વારા હા કહી દેવામાં આવી છે.
તો તેવી જ રીતે કેનેરા બેંકમાં સિન્ડીકેટ બેંકનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ ચોથા વિલયમાં ઇન્ડિયન બેંકમાં ઇલાહાબાદ બેંકને એક કરવામાં આવશે. આ બધી જ બેંકોને એકબીજામાં વિલય કરવામાં આવશે જેનાથી દેશમાં માત્ર 12 PSBs બેંક જ રહેશે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા પબ્લિક સેક્ટરમાં 2017 માં 27 બેંક હતી.
તો મિત્રો સરકાર દ્વારા બધી જ બેંકોને મર્જ કરવામાં આવે છે. જેના કારણે ટ્રેડ યુનિયન દ્વારા 26 અને 27 તારીખના રોજ બેંકોમાં હડતાલ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ચોથા શનિવાર અને રવિવારની રજાઓ છે. માટે આ મહિના અંતમાં ચાર દિવસ બેંકમાં રજાઓ જોવા મળશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google