આ રાશિના જાતકોએ પહેરવો જોઈએ લાલ દોરો હાથમાં…. થશે અનેક લાભો….
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથના કાંડા પર લાલ દોરો બાંધવો એ ખૂબ શુભ માનવામાં આવે છે. મિત્રો તમે ઘણા લોકોના હાથમાં લાલ અથવા બીજા અનેક રંગના દોરા બાંધેલા જોયા હશે અને અમુક લોકો કંઈક ધાર્મિક માન્યતાને લીધે પણ પહેરતા હોય છે. તો અમુક લોકો માત્ર ફેશનના કારણે પહેરતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે કંઈ રાશિના જાતકોએ લાલ દોરો પહેરવો જોઈએ. જેનાથી તેના થાય છે લાભ.
મિત્રો કોઈપણ પ્રકારનો દોરો હાથમાં બાંધવામાં આવે તો તેનું યોગ કંઈક કારણ હોય છે. કોઈ પણ દોષ સામાન્ય હોતો નથી. તે દોરાને બાંધવાથી આપણી માનસિક અને શારીરિક અવસ્થાને અસર કરે છે. જુવો લાલ દોરા વિધિ અને પરંપરા અનુસાર બાંધવામાં આવે તો અનેક લાભ થાય છે. તો ચાલો જાણીએ કે કંઈ ત્રણ રાશિના જાતકો માટે લાલ દોરો સૌથી શુભ પરિણામ લાવનાર હોય છે…
સૌપ્રથમ તો સિંહ રાશિ ધરાવતા જાતકોએ હાથના કાંડા પર લાલ દોરો બાંધી રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે સિંહ રાશિના લોકો લાલ રંગ નો દોરો પહેરે તો તેના માટે ખુબ જ શુભ અને લાભદાયક સાબિત થાય છે. સાથે સાથે લાલ દોરાના કારણે સિંહ રાશિના લોકો પર ભગવાનના આશીર્વાદ રહે છે અને લાલ રંગના દોરાથી આ રાશિના લોકોની નોકરી અને ધંધામાં ખુબ જ લાભ થાય છે.જો સિંહ રાશિના જાતકો કોઈ સાથે પ્રેમ કરતા હોય અને લાલ દોરાને પૂરી શ્રદ્ધાથી બાંધવામાં આવે તો તેમનો પ્રેમ સરળતાથી મળે છે અને જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
હવે બીજી વાત કરીએ તો કર્ક રાશિના જાતકો વિશે. જો કર્ક રાશિ ધરાવતા લોકો હાથના કાંડા પર લાલ રંગનો દોરો બાંધે છે તો તેમને વેપારના ક્ષેત્રમાં ખુબ જ લાભ થાય છે. મહાલક્ષ્મીની કૃપા તેમના પર બની રહે છે. આ લોકો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોવાથી તેના પર આવવાવાળી દરેક સમસ્યાઓનું સરળતાથી સમાધાન કરે છે. તેથી તેમના વ્યક્તિત્વને જાળવી રાખવા માટે લાલ દોરો પહેરવો જોઈએ.
કર્ક રાશિના જાતકોએ લાલ રંગનો દોરો પહેરતી વખતે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તે મંગળવારના દિવસે જ કાંડા પર લાલ દોરો પહેરવો અને સાથે જ હનુમાનજીના દર્શન કરવા. આમ કરવાથી તેમની સમસ્યાઓ દૂર થશે અને જીવન સુખમય બની જશે અને આવકમાં વધારો થશે.
ત્યાર બાદ મિથુન રાશિના જાતકો માટે પણ લાલ રંગનો દોરો ખુબ શુભ સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે આ રાશિના જાતકોએ હંમેશા લાલ રંગનો દોરો બાંધીને રાખવો જોઈએ. તે લાલ રંગનો દોરો બાંધે તો તેમને લોકો પ્રતિ દુશ્મનાવટ રેહતી નથી અને સાથે આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં તેમને સમ્માન મળે છે.
મિથુન રાશિના જાતકો લાલ રંગનો દોરો બાંધે તો હનુમાનજીની કૃપા તેના પર બની રહે છે અને હનુમાનજીની કૃપાના કારણે તેમની સમસ્યાઓ દૂર થાય છે. મિથુન રાશિના લોકોના લગ્નમાં અડચણો આવી રહી છે તો લાલ દોરો તેમની અડચણોને દૂર કરે છે અને સારા રિશ્તાઓ પણ તેમની માટે આવી શકે છે. આ સાથે એક ખાસ વાત મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે તેમને શુક્રવારના દિવસથી લાલ દોરો પહેરવાનું શરૂ કરવું જોઈએ. આમ કરવાથી પ્રગતિના દ્વાર ખૂલી જાય છે અને આર્થિક રીતે પણ તેઓ સદ્ધર બને છે.
તો મિત્રો આ રાશિના જાતકો જો લાલ દોરો કાંડા પર બાંધે તો થાય છે આવા ફાયદા . તમારી રાશી કોમેન્ટ કરો અમે જણાવીશું તમારે કેવા કલરનો દોરો બાંધવો ગણાય છે શુભ….
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Source: Google
Dhanu
Nice story