અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
એક જ્વેલરી શોપમાં ઉંદર હીરાની ચોરી કરી થઇ ગયો ફરાર…ચોરી થવા છતાં પણ શોપનો માલિક છે ખુશ..
મિત્રો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છી કે કોઈ ચોર ચોરી કરે તો એ વાત આપણને સામાન્ય જ લાગે. કેમ કે ચોરનું કામ જ ચોરી કરવાનું હોય છે. પરંતુ તમને કોઈ વ્યક્તિ એમ ખે કે એક ઉંદરે આજે ચોરી કરી તો એ વાત આપણા માનવામાં ન આવે. કારણ કે આપણને તરત જ વિચાર આવે કે ઉંદર કેવી રીતે ચોરી કરી શકે. પરંતુ આ વાત સત્ય છે અને એ ઉંદરે ખુબ જ કિંમતી સામાનની ચોરી કરી છે. મિત્રો એક જ્વેલરી શોપમાં એક ઉંદર હીરાની ચોરી કરીને ફરાર થઇ ગયો.
પટના બિહારમાં આજકાલ એક ઉંદર ચર્ચામાં આવ્યો છે. મિત્રો ચોરની જેમ એક ઉંદરે જ્વેલરીની શોપમાંથી હીરાની ચોરી કરી અને ઉંદર ભાગી પણ ગયો. શોપના માલિકના હોંશ તો ત્યારે ઉડી ગયા જ્યારે તેને ખબર પડી કે તેમની શોપમાં હીરાની ચોરી કોઈ વ્યક્તિએ નહિ, પરંતુ ઉંદરે કરી છે. આ ઘટનાનો પુરાવો CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉંદર શોપમાંથી હીરા ચોરી ગયો તે વાત જાણીને દુકાનનો માલિક ખુબ જ ખુશ છે. આ બાબત પર શોપના માલિકનું કહેવું છે કે આ ભગવાનની કૃપા છે. આ એક વેપારીને માતા લક્ષ્મી તરફથી મળેલી ભેટ છે.
ખબર અનુસાર પટનાના બોરિંગ વિસ્તારમાં એક જ્વેલરી શોપમાંથી એક ઉંદર હીરાના બે ટોપ્સ લઈને ફરાર થઇ ગયો. ઉંદરે પોતાની આ કરામતને રાત્રીના અંધકારમાં અંજામ આપ્યો હતો જ્યારે દુકાન બંધ હતી. પરંતુ ઉંદરની આ કરામત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ.
હીરાના બે ટોપ્સ ચોરી થતા પહેલા તો દુકાનના માલિકે આખી દુકાનમાં તપાસ કરી. એટલું જ નહિ પરંતુ શકના આધાર પર દુકાનમાં કામ કરતા સ્ટાફને પણ પૂછતાછ કરવામાં આવી હતી. પરંતુ આટલી મહેનત કર્યા બાદ પણ દુકાનદારને તે હીરાના ટોપ્સની કંઈ જ માહિતી ન મળી. અંતે થાકીને દુકાનદારે સીસીટીવી ફુટેઝમાં જાણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સીસીટીવીમાં જે નઝારો જોવા મળ્યો તે જોઇને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા.
સીસીટીવી કેમેરામાં એક ઉંદર દેખાયો જે આરામથી દુકાનના કાઉન્ટર પાસે આવ્યો અને પ્લાસ્ટીકથી પેક કરેલ હીરાના ટોપ્સને પોતાની સાથે મોં માં લઈને ભાગી ગયો. ઉંદર દુકાનની ફોલ સીલીંગમાં ઘુસી ગયો હતો. ત્યાર બાદ ઉંદર ક્યાં ગયો તે સીસીટીવી ફુટેઝમાં રેકોર્ડ ન થયું.
આ ઘટના પટના બોરિંગ રોડ પર સ્થિત નવરત્ન જવેલર્સમાં રવિવારના દિવસે બની. પરંતુ સોમવારે શિવરાત્રીના દિવસે તેની જાણ થઇ. આવી ઘટના પહેલા ક્યારેય બની ન હતી. દુકાનદાર ધીરજ કુમાર આ વાતથી ખુશ છે. કારણ કે ધીરજનું માનવું છે કે તે દેવી માતા માટે ભેટ બની ગઈ છે. આગળ જણાવતા કહે છે કે મને ચોરીનો કોઈ અફસોસ નથી પરંતુ હું તો ખુશ છું કે દેવી માતાએ મારી દુકાનને પસંદ કરી.
તેમ છતાં પણ દુકાનમાં ટોપ્સને શોધવાના પ્રયત્નો ચાલુ જ છે. દુકાનદારનું કહેવું છે કે ઉંદરે ટોપ્સને કદાચ ફોલ્સ સીલીંગમાં છુપાવી દીધા હશે. પરંતુ ઉંદરની આ ચોરી જોઇને સૌ કોઈ દંગ રહી ગયા. જે લોકોએ પણ આ વાત સાંભળી તેમણે આ વાત પર વિશ્વાસ ન આવ્યો. પરંતુ જ્યારે તેમને ચોરીનો વિડીયો દેખાડવામાં આવ્યો તો તેઓ દંગ રહી ગયા. ત્રણ અલગ અલગ જગ્યાઓ પરથી સીસીટીવી કેમેરામાં ઉંદરનો વિડીયો રેકોર્ડ થયેલો છે. તેને જોવા ઘણા લોકો ત્યાં જઈ રહ્યા છે. સીસીટીવી ફુટેઝમાં એક ઉંદર હીરાના ટોપ્સ લઈને ભાગતો નજર આવે છે.તો આ રીતે રાત્રીના અંધકારમાં એક ઉંદર જ્વેલરી શોપમાંથી ચોરી કરી ભાગી ગયો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા