બ્લડ શુગર લેવલ એટલે કે ડાયાબિટીસ અચાનક વધવા માટે કેટલીક બાબતો જવાબદાર હોય શકે છે. સમય રહેતા તેનું કારણ જાણવાથી તેનો ઈલાજ જડપથી કરવામાં મદદ થઈ શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવમાં પણ મદદ થઈ શકે છે. ચાલો જાણીએ કે વધેલી ડાયાબિટીસને કંઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય છે.
જો તમને ટાઈપ-2 પ્રકારનું ડાયાબિટીસ છે તો તમે જાણતા હશો કે બ્લડ શુગરને લેવલમાં રાખવું કેટલું જરૂરી છે. જો આ જરા પણ વધી જાય તો, હૃદય સંબંધી રોગ અને કિડની સંબંધી રોગ પણ થઈ શકે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે હાઈ બ્લડ શુગરને નિયંત્રણ કરવું ખુબ જ કઠિન છે. પરંતુ જો ક્યારેક અચાનક બ્લડ શુગર વધી જાય, તો તેને તમે સામાન્ય ન લો, પરતું જાળવો અને તેના કારણની તપાસ કરો.બ્લડ શુગર સ્પાઈકસ ત્યારે થાય છે કે જ્યારે શરીરમાં ખાંડની માત્રા વધે છે અને ખોરાક ખાધા પછી ઝડપથી ઘટાડો થાય છે. શુગરની માત્રા વધવાને હાઈપરર્ગ્લાસિમિયા કહેવામાં આવે છે. ડાયાબિટીસની આ ખતરનાક સ્થિતિ આપણને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે. તેથી જ ડોક્ટરો હંમેશા ડાયાબિટીસમાં બ્લડ શુગરને નિયંત્રણ રાખવાની ભલામણ કરે છે. પરંતુ ક્યારેક-ક્યારેક હાઈ બ્લડ શુગરથી પીડિત રોગીનું શુગર અચાનક વધી જાય છે, જેને ઓછું કરવાની તાત્કાલિક જરૂર પડે છે. તેવામાં અચાનકથી વધેલા બ્લડ શુગરના કારણોને જાણવવાથી તમને નિયંત્રણ કરવામાં મદદ મળશે અને તમે કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચી શકો છો. બ્લડ શુગર ડાયાબિટીસનું મુખ્ય કારણ છે.
ખુબ જ ઓછું વ્યાયામ કરવું :
તમારા રૂટિનમાં થોડું વર્કઆઉટ પણ ખુબ જ જરૂરી છે. જેમ કે ચાલવું, ઘરનું કામ કરવું જેવી ગતિવિધિ બ્લડ શુગરને ઓછું કરવા માટે મદદરૂપ છે. જો તમે નિયમિત નહિ ચાલો તો, ક્યારે ગ્લુકોઝનું સ્તર વધી જશે તેની તમને ખબર નહીં પડે. પરંતુ વધારે કઠિન વ્યાયામ પણ અચાનક બ્લડ શુગર વધવાનું કારણ બની શકે છે. આથી એવું ન વિચારવું કે વ્યાયામ કરવાનું છોડી દેવું જોઈએ. વધુ સારું એ છે કે આ અંગે તમે ડોક્ટરની સલાહ લો કે બ્લડ શુગરને કંટ્રોલ રાખવા માટે તમારે કંઈ ટ્રીટમેન્ટ પ્લાનમાં ક્યો ફેરફાર કરવાની જરૂર છે.તમારો આહાર જવાબદાર છે : જો બ્લડ શુગરમાં અચાનક વૃદ્ધિની સ્થિતિ તમારી સાથે થતી જ રહે છે, તો તે એક ચિંતાનો વિષય છે. આ માટે સૌથી પહેલા તમે શું ખાવ છો તે જુઓ. આ સિવાય તમે જે પણ ખાદ્ય પદાર્થ લો છો તેમાં ખાંડ અને સ્ટાર્ચની માત્રા વધારે છે, તો પણ બ્લડ શુગરમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે. ફળોમાં કેળાંનું સેવન જેટલું ઓછું થાય તેટલું ઓછું કરો. તેના બદલે સંપૂર્ણ ઘઉંની બ્રેડ, અનપ્રોસેસ્ડ ફ્રૂડ, બ્રાઉન રાઈસ, ફળો અને શાકભાજી પસંદ કરવાનું યોગ્ય છે. ખાદ્યપદાર્થોમાં વધુને વધુ ફાઇબર ઉમેરવાથી વ્યક્તિને જે બ્લડ શુગર અચાનકથી વધવાની સમસ્યા છે તેમાથી મુક્તિ મળી શકે છે.
ખુબ જ ઓછી નીંદર કરવી :
ઊંઘમાં ઘટાડો એ રક્ત ખાંડના સ્તરને અસર કરવા માટે જવાબદાર છે. એક અધ્યયનમાં સંશોધનકારોએ લોકોને 6 દિવસમાં માત્ર 4 કલાક સુવાની અનુમતિ આપી હતી. અંતે એવું જાણવા મળ્યું કે ઓછી નીંદર કરવાના કારણે લોકોનું ગ્લુકોઝ લેવલ 40 ટકા ઓછું હતું. ડોક્ટરનું માનવું છે કે, જ્યારે તમે ગાઢ નિંદર કરો છો, ત્યારે તમારું તંત્રિકા તંત્ર ધીમું પડી જાય છે અને મસ્તિષ્ક ઓછા બ્લડ શુગરનો ઉપયોગ કરે છે. એટલા માટે નિંદર માટે એક ફિક્સ શિડ્યુલને અપનાવો. ફોન અને ટેબ્લેટનો ઉપયોગ સૂતા પહેલા જરા પણ ન કરો અને નિંદર લેતા પહેલા પોતાને જરૂરથી રિલેક્સ કરવાની કોશિશ કરો.ખોટી દવાઓ લેવી : તમે જાણો છો કે ઇન્શુલીન તમારા બ્લડ શુગરને ઓછું કરી શકે છે. પરંતુ એક ખોટી માત્રા તમારા સ્તરોમાં ઘટાડો પણ કરી શકે છે. કાર્ટેકોસ્ટેરોઈડ જેવી દવાઓને બ્લડ શુગરને પ્રભાવિત કરવા માટે દોશી માનવામાં આવી છે. આ સિવાય જો તમે વોટર પિલ્સ, ડિપ્રેશનનો ઈલાજ કરવા માટે કોઈ પણ દવા લો છો અથવા બ્લડ પ્રેશરની દવાઓ લો છો, તો બ્લડ શુગર ક્યારે વધી જશે તેની તમને ખબર પણ નહિ રહે.
બ્રશ ન કરવું : ડાયાબિટીસવાળા લોકોમાં દાંતોની સમસ્યા ખુબ જ ઝડપથી થાય છે. જો સમસ્યા ગંભીર છે, તો બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું ખુબ જ કઠિન છે. બધા ચેપની જેમ તે તમારામાં ગ્લુકોઝ વધવાનું કારણ બની શકે છે. આ માટે ડાયાબિટીસના રોગીઓને દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ અને તેની સાથે તેણે રોજ એક એન્ટિસેપ્ટિક માઉથવોશથી કોગળા કરવાની સલાહ પણ આપવામાં આવે છે.
ધુમ્રપાન કરવું : યાદ રાખો, ધુમ્રપાન તમારી ડાયાબિટીસની સંભાવનાને વધારે છે. જો તમે પહેલેથી જ ડાયાબિટીસના રોગથી પીડિત છો, તો બ્લડ શુગરને કંટ્રોલ કરવું એ એટલું સહેલું નથી. ધુમ્રપાન કરવાથી બ્લડ શુગરના સ્તરને નીચે લાવવું ખુબ જ કઠિન થઈ શકે છે. એટલા માટે જો તમે ધુમ્રપાન કરતાં હોય તો ઝડપથી તેને છોડી દો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી