આ હિરોઈનને ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવી પડી ગઈ ભારે, આવા સુંદર ચહેરાની હાલત થઈ ગઈ આવી કે જોયને ચોંકી જશો…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે બોલીવુડની એક્ટ્રેસ અને હીરો ઘણી વાર પોતાની સુંદરતાને ટકાવી રાખવા માટે નવી નવી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. તો તેવી જ રીતે એક તમિલ એક્ટ્રેસ દ્વારા પોતાની ફેસિયલ ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી. પરંતુ એ ફેસિયલ ટ્રીટમેન્ટ આ તમિલ એક્ટ્રેસને ખુબ જ ભારે પડી ગઈ છે. તો ચાલો જાણીએ કોણ છે એ હિરોઈન અને ફેસિયલ ટ્રીટમેન્ટ પછી શું થયું….

મનોરંજન જગતથી જોડાયેલ લોકો માટે એ જરૂરી છે કે, તે પોતાને ફીટ રાખે અને પોતાના રંગ-રૂપ પર ધ્યાન આપે. તેમના માટે તેનો ચહેરો અને બાહ્ય સૌંદર્ય બનાવી રાખવું એટલા માટે જરૂરી છે કારણ કે લાખો-કરોડો લોકો સામે તેને પોતાને પ્રસ્તુત કરવાના હોય છે. જેના કારણે તેનું સુંદર અને આકર્ષક દેખાવું જરૂરી થઈ જાય છે. હાલમાં જ તમિલ એક્ટ્રેસ રાયજા વિલ્સને એક ડોક્ટરથી પોતાની ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવી હતી. જેમ કે અમે તમને પહેલા પણ કહ્યું કે મનોરંજન જગતથી જોડાયેલ લોકો માટે આમ કરવું એક સામાન્ય વાત છે. પણ રાયજા વિલ્સનને આ ફેશિયલ ટ્રીટમેન્ટ ભારે પડી ગઈ અને હવે તે તેના કારણે આજકાલ ચર્ચામાં છે.વાસ્તવમાં તમિલ એક્ટ્રેસ રાયજા વિલ્સને હાલમાં જ એક ડોક્ટર પાસેથી પોતાની ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવી હતી. પણ આ ટ્રીટમેન્ટનો તેના ચહેરા પર ખુબ જ ખરાબ પ્રભાવ પડ્યો અને તેનો ચહેરો સોજી ગયો. પોતાના બગડેલા ચહેરાની તસ્વીર તેણે instagram સ્ટોરી પર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.

રાયજા વિલ્સને પોતાનો ફોટો શેર કરતા લખ્યું છે કે, હું ડોક્ટર ભૈરવી સેન્થીલની પાસે સામાન્ય ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવા ગઈ હતી. તેણે એક અલગ પ્રોસીજર કરાવવા માટે મને કહ્યું. મને આ પ્રોસીજરની જરૂરત ન હતી, પણ તેણે આ કરાવવા માટે મારા પર દબાણ કર્યું. અને આ છે તેની ટ્રીટમેન્ટનું પરિણામ, હવે તે મને નથી મળી રહી અને મારી સાથે વાત પણ નથી કરી રહી.તેના સ્ટાફનું કહેવું છે કે, તે શહેરથી બહાર છે. રાયજા આ સાથે જ થોડા સ્કીન શોટ્સ શેર કર્યા છે જેમાં લોકો આ ડોક્ટરની બુરાઈ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, પહેલા પણ આવું થઈ ગયું છે કે ડોક્ટરની બળજબરીના કારણે લોકોના ચહેરા પર ખરાબ અસર થઈ છે.

રાયજાની આ ફોટોને જોઈને તેના ફ્રેન્સ ચોંકી ગયા છે, અને ખુબ જ દુઃખી પણ છે. કારણ કે એક્ટ્રેસ instragram પર ઘણી એક્ટીવ રહે છે, અને પોતાના ખુબ જ સુંદર ફોટો શેર કરતી રહે છે. રાયજા વિલ્સનની સુંદરતાના લોકો દીવાના છે. આ જ કારણ છે કે instragram પર તેને 1.5 મિલિયન લોકો ફોલો કરે છે.રાયજા વિલ્સનને બીગ બોસ તમિલની પહેલી સિઝનથી ઓળખ મળી છે, જેને સુપરસ્ટાર કમલ હસન હોસ્ટ કરે છે. આ શો માં એક્ટ્રેસ કન્ટેસ્ટેટના રૂપમાં નજર આવી હતી, ત્યાર પછી તે બિગ બોસ તમિલની બીજી સિઝનમાં ગેસ્ટના રૂપમાં સામેલ થઈ હતી. તમને જણાવી દઈએ કે રાયજા વિલ્સન, ધનુષ, અને અમલા પોલની ફિલ્મ Velaiilla Pattadhari 2 માં જોવા મળી છે. આ ફિલ્મ 2017 માં રિલીઝ થઈ હતી.

એક્ટ્રેસ ફિલ્મ Pyaar Prema Kaadhal માં લીડ રોલમાં જોવા મળી હતી. વર્ષ 2018 માં રિલીઝ થયેલ આ ફિલ્મમાં તેના અપોઝિટ  હરીશ કલ્યાણે કામ કર્યું હતું. આમ એક તમિલ એક્ટ્રેસને પોતાની ફેશિયલ ટ્રીટમેન્ટ ખુબ જ ભારે પડી ગઈ અને તેણે પોતાના સુંદર ચહેરાને ખરાબ કરી દીધો.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment