આલીશાન ઘર, પ્રાઈવેટ જેટ પ્લેન, કરોડો રૂપિયાની લક્ઝરી ગાડીઓ, છતાં રતન ટાટા જીવે છે આવું સાદગીભર્યું જીવન… જુઓ લાઈફ સ્ટાઈલ અને સાદગી, વિશ્વાસ નહિ આવે…

મિત્રો અમુક લોકોની સાદગી અને સરળતા જ તેની ઓળખ બનતી હોય છે. ખુબ જ સરળ જીવન એ સફળતાની નિશાની કહી શકાય. જો કે આપણા ભારતમાં અનેક બિઝનેસમેન પોતાના વ્યક્તિત્વને કારણે આખી દુનિયામાં મશહુર છે. એટલું જ ઘણા ઉદ્યોગપતિઓએ વિદેશમાં પણ સારું એવું નામ પ્રાપ્ત કર્યું છે. આથી જ આવા સફળ અને દેશનું નામ રોશન કરનાર રતન ટાટા વિશે આજે આપણે વાત કરીશું.

જેમ કે તમે જાણો છો એમ રતન ટાટા એ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે. ખુબ જ વિન્રમ સ્વભાવ અને સાદગી એ લોકોના તે માનીતા રહ્યા છે. ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937 ના રોજ મૂંબઈમાં થયો હતો. ડિસેમ્બરમાં તેમનો 84 મો જન્મદિવસ ગયો. તે ભારતના સૌથી મોટા દાનવીરો માથી એક છે. રતન ટાટા ખુબ જ સાવ સાધારણ રીતે રહે છે પરંતુ, તેમને ગાડીઓનો ખુબ જ શોખ છે. એમ કહીએ કે તેમની પાસે કિંમતીમાં કિંમતી કાર હશે.

ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ માંથી એક છે. 28 ડિસેમ્બર 2021 ના રોજ રતન ટાટા 84 વર્ષના થઈ ગયા છે. રતન ટાટાની સાદગી અને વિનમ્રતા એ જ તેમની ઓળખ છે. રતન ટાટાનું નામ ભારતના સૌથી મોટા દાનવીરોમાં પણ સમાવિષ્ટ છે. સાધારણ રીતે રહેવા છતાં પણ રતન ટાટાને અમુક વસ્તુઓનો ઘણો શોખ છે, જેની કિંમત કરોડોમાં છે. તો આવો રતન ટાટાની સૌથી મોંઘી વસ્તુઓ વિશે જાણીએ. જો કે તમે તેમની આ મોંઘી વસ્તુઓ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

રતન ટાટાનું ઘર : ચાલો તો આપણે પહેલા રતન ટાટાના ઘર વિશે જાણી લઈએ. રતન ટાટા પાસે મુંબઈના કોલાબામાં એક લક્ઝરી ઘર છે, જે 14,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. રિપોર્ટસ મુજબ આ આલીશાન ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. આ હવેલી જેવા ઘરમાં ઘણા રૂમ, જિમ, સ્વિમિંગ પુલ, સન ડેક, બાર, લોંજ સહિત બધી સુવિધાઓ છે. આમ તેમનો આલીશાન બંગલો આકર્ષકનું સ્થાન છે.

પ્રાઈવેટ જેટ : જો કે કરોડપતિ બિઝનેસમેન પાસે પોતાનું પ્રાઇવેટ જેટ હોય એ સ્વાભાવિક જ છે. રિપોર્ટ મુજબ, રતન ટાટા પાસે ડસોલ્ટ ફાલ્કન 2000 પ્રાઈવેટ જેટ પણ છે. ફ્રાંસીસી એંજિનિયરો દ્વારા બનાવવામાં આવેલા આ જેટની કિંમત લગભગ 30 મિલિયન ડોલર એટ્લે કે લગભગ 224 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. રતન ટાટા પણ ટ્રેઇન્ડ પાયલેટ છે અને જણાવવામાં આવે છે કે આ પ્લેનને તેઓ પોતે પણ ઉડાવે છે.

ફેરારી કેલિફોર્નિયા : રતન ટાટા ગાડીઓના શોખીન હોવાથી સ્વાભાવિક છે કે, તેમની પાસે ફેરારી હોય જ. આ વાત બધા જ જાણે છે કે રતન ટાટા ગાડીઓના ઘણા શોખીન છે. તેમના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી અને વિંટેજ કાર સમાવિષ્ટ છે. રતન ટાટા પાસે ટોપ સ્પીડ, કન્વર્ટિબલ, લાલ ફેરારી કેલિફોર્નિયા કાર પણ છે જેની કિંમત લગભગ 3.45 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.

માસેરાતી ક્વાટ્રોપોર્ટે : માસેરાતી ક્વાટ્રોપોર્ટે પણ રતન ટાટા પાસે છે, જેની કિંમત લગભગ 1.71-2.11 કરોડની વચ્ચે જણાવવામાં આવે છે. આ કાર 4.7 સેકંડમાં 0-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પહોંચી જાય છે. આ કાર અંદરથી એકદમ લક્ઝરી છે અને ટાટાની ફેવરિટ કારમાંથી એક છે.

મર્સિડિઝ બૈંજ એસ-ક્લાસ : 3982 CC V8 પેટ્રોલ એન્જિન વાળી આ લક્ઝરી કાર પણ રતન ટાટાના કાર કલેક્શનમાં સમાવિષ્ટ છે. આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 1.57-1.62 કરોડની વચ્ચે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment