મિત્રો આવતી કાલથી નવું વર્ષ શરુ થઈ રહ્યું છે. આથી દરેક લોકો નવા વર્ષે કંઈક નવું કરવા ઈચ્છતા હશે. તેમજ જયારે પશ્વિમી સંસ્કૃતિ અનુસાર નવું વર્ષ શરુ થઈ ગયું છે તેને લઈને ઘણા લોકો ભવિષ્યવાણી કરતા હોય છે. આજે અમે તમને નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલ ભવિષ્યવાણી વિશે વાત કરીશું.
નાસ્ત્રેદમસ એ દુનિયાના મહાન ભવિષ્યવેતા છે. તેમણે આવનારા વર્ષ 2022 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરેલી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓમાં હિટલરનું શાસન, બીજું વિશ્વ યુદ્ધ, 9/11નો આતંકી હુમલો, ફ્રાંસ ક્રાંતિ અને પરમાણુ હથિયારના વિકાસ જેવી સત્ય ઘટનાઓનું વર્ણન છે. એવું માનવામાં આવે છે કે, નાસ્ત્રેદમસે 2020 માં કોરોના મહામારીની શરૂઆતની ભવિષ્યવાણી પણ કરી હતી.
દુનિયાના મહાન ભવિષ્યવેતા નાસ્ત્રેદમસે 2022 માટે ઘણી મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી છે. ફ્રેંચ એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસની 6,338 ભવિષ્યવાણીઓ જણાવે છે કે, દુનિયાનો અંત ક્યારે અને કેવી રીતે થશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓમાં હિટલરનું શાસન, બીજું વિશ્વ યુદ્ધ, 9/11 ના રોજ થયેલો આતંકી હુમલો, ફ્રાંસ ક્રાંતિ અને પરમાણુ હથિયારના વિકાસ જેવી સત્ય ઘટનાઓનું વર્ણન છે. તેમની 70 ટકાથી વધુ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસનું નિધન 2 જુલાઇ, 1566 માં થયું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોના મનમાં જીવિત છે. આવો જાણીએ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓમાં 2022 ને લઈને શું કહેવામાં આવ્યું છે.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓમાં વર્ષ 2022 માં દુનિયાની સૌથી વધુ પ્રભાવશાળી અને તાકતવર વ્યક્તિના મૃત્યુનો અંદાજો લગાવવામાં આવેલો છે. સેંચુરિયાની 14 મી ચોપાઈમાં તેમણે લખેલું છે કે, એક તાકતવર વ્યક્તિના અચાનક મૃત્યુથી પરીવર્તન આવશે અને તે દેશમાં એક નવો ચહેરો સામે આવી શકે છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરનારા તેમની ચોપાઈઓને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. આ વ્યાખ્યાઓ ઘણી વખત સાચી પડે છે તો ઘણી વખત ખોટી. પરંતુ નાસ્ત્રેદમસની મોટા ભાગની 70 ટકાથી વધુ ભવિષ્યવાણિઓ આજ સુધી સત્ય સાબિત થયેલી છે. જોઈએ નાસ્ત્રેદમસે કરેલી વર્ષ 2022 માટેની ભવિષ્યવાણીઓ જે નીચે મુજબની છે.
વિનાશકારી ભૂકંપ : નાસ્ત્રેદમસની સેંચૂરીયા III ની ત્રીજી ચોપાઈમાં આ વર્ષે જાપાનમાં એક વિનાશકારી ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભવિષ્યવાણી મુજબ, જો ભૂકંપ દિવસે આવે તો તેનાથી ભયાનક હાનિ અને મૃત્યુ થઈ શકે છે. 7 ઓકટોબરે 5.9 ની તીવ્રતાથી આવનારા એક ભૂકંપે મોટા પ્રમાણમાં બધા ક્ષેત્રોને હચમચાવી નાખ્યા હતા. જો કે તેનાથી નુકશાન ઓછું થયું હતું. પરંતુ જાપાનની રાજધાનીમાં આ 11 માર્ચ 2011 ના રોજ તોહોકું ક્ષેત્ર તબાહ કરનારા ભૂકંપ અને પછીથી આવેલા ઝાટકામાં સૌથી ભયાનક ઝાટકા હતા.
યુરોપમાં યુદ્ધ : અમુક વ્યાખ્યાઓ મુજબ, આગામી વર્ષ માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ માંથી એક સીધી જ પેરિસ સાથે સંબંધિત છે. ભવિષ્યવાણીની વ્યાખ્યા મુજબ, યુરોપમાં યુદ્ધ જેવો માહોલ હશે. આ વર્ષે ફ્રાંસની રાજધાનીમાં કોવિડ પ્રતિબંધોને લઈને અરાજક દ્રશ્યોને પહેલેથી જ જોવા મળી રહ્યા છે. વર્ષ 2015 માં પણ ISIS ના અંતિમ હુમલામાં 130 લોકો મારી નાખવામાં આવ્યા હતા. આ બીજા વિશ્વ યુદ્ધ પછી ફ્રાંસમાં થયેલ સૌથી મોટો હુમલો હતો.
પ્રવાસીઓનું સંકટ : નાસ્ત્રેદમસ લખે છે કે, લોહી અને ભૂખની ખુબ મોટી આપદા થશે. તે માટે અહીં 7 વખત સમુદ્ર તટ, ભૂખ અને કેદ કરવાની વાત લખવામાં આવી છે. તેનો મતલબ છે કે, વિશ્વમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ માણસોની ભૂખ વધારી શકે છે. તેનાથી પ્રવાસીઓનું સંકટ સામે આવી શકે છે. ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવા વાળાને લાગે છે કે, સામાન્યથી સાત ગણું વધારે પ્રવાસી યુરોપના તટ પર પહોંચશે. જણાવી દઈએ કે, યુરોપમાં પ્રવાસીઓનું સંકટ પહેલેથી જ એક મોટો રાજનીતિક મુદ્દો છે.
યુરોપીયન સંઘનું પતન : અમુક લોકોને લાગે છે કે, નાસ્ત્રેદમસની યુરોપીયન સંઘના પતનની પણ ભવિષ્યવાણી કરેલી છે, જે 2016 માં બ્રિટન દ્વારા બ્રેક્સિટને વોટ દીધા પછી સંકટની સ્થિતિમાં છે. નાસ્ત્રેદમસના મત મુજબ, બ્રેક્સિટ માત્ર એક શરૂઆત હતી. 2022 માં આખા યુરોપીયન સંઘનું પતન થવું એ નક્કી જ છે.
ધૂમકેતુ : વર્ષ 2021 માં તેને લઈને ખાસ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક પ્રકારનો ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાવાનો છે. આ વિષય પર નાસ્ત્રેદમસે લખ્યું હતું કે, ‘હું પૃથ્વી પર અવકાશમાંથી આગ વરસતી જોઈ શકું છું.’ જણાવી દઈએ કે, આ વર્ષે પૃથ્વી 2021 GW4 ધૂમકેતુ સાથે અથડાવાથી બચી છે. જો કે નાસા તેને મોટી ચિંતાનો વિષય માણતું નથી અને ભવિષ્યવક્તાની નાટકીય ભવિષ્યવાણી અહીં ફિટ થતી નથી. આમ અહીં ભવિષ્યવક્તાની આ ભવિષ્યવાણી અહીં ખોટી સાબિત થતી જોવા મળે છે.
રોબોટ : નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણીઓમાં 2022 માટે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સના વિકાસનો ઉલ્લેખ મળ્યો છે. આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ ( AI ) ટેકનૉલોજી દર વર્ષે એડ્વાન્સ લેવલ પર જઇ રહી છે. તે પણ નાસ્ત્રેદમસની ચોપાઈમાં ઉલ્લેખાયેલું જોવા મળ્યું છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા અમુક લોકોનું કહેવું છે કે, આવનારા વર્ષમાં આખી માનવજાતિ રોબોટના વશમાં જોવા મળશે.
આમ, મહાન ભવિષ્યવેતા નાસ્ત્રેદમસે આવનારા વર્ષ 2022 માટે આવી કેટલીક ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ પોતાની ચોપાઈઓમાં કરેલો છે. તેમની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરનારા તેમની દરેક ભવિષ્યવાણીને સાચી જ માને છે. અને તેમની 70 ટકાથી પણ વધુ ભવિષ્યવાણીઓ સાચી બનેલી પણ જોઈ શકાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી