ખાવાના પૈસા ના હતા આ સ્ત્રી પાસે પણ નીકળી 100 કરોડની સંપત્તિ… જાણો પૈસા ક્યાંથી આવ્યા..

ખાવાના પૈસા ના હતા આ સ્ત્રી પાસે પણ તેની પાસેથી નીકળી 100 કરોડની સંપત્તિ… જાણો પૈસા ક્યાંથી આવ્યા..

મિત્રો તમને જો કહેવામાં આવે કે કોઈ એક મહિલા દૂધ વહેંચે છે અને તે 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે તો તમને ક્યારેય માનવામાં નહિ આવે. પરંતુ મિત્રો આ એક સત્ય હકીકત છે. જે રાજસ્થાનની એક ગામની મહિલાની છે. તો ચાલો જાણીએ કોણ છે એ મહિલા જે આટલી બધી સંપત્તિ ધરાવે છે. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો જયપુરમાં ઇન્કમટેક્ષ વિભાગને 100 ની સંપત્તિની માલિક એક એવી મહિલા મળી જે એક એક રૂપિયાનો હિસાબ રાખે છે. જે પરિવારને ચલાવવામાં ખુબ ચપળ છે અને એક એક રૂપિયાની ગણતરી તે રાખે છે. ઇન્કમટેક્ષ વિભાગે જયપુર દિલ્લી હાઈવે પર 100 કરતા પણ વધારે કિંમતી એવી 64 વીઘા જમીન શોધી કાઢી છે. જેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેની માલિક એક આદિવાસી મહિલા છે. પરંતુ તેને એ પણ જાણ હતી કે તે જમીન ક્યારે અને કેવી રીતે ખરીદી હતી. પરંતુ હાલ ઇન્કમટેક્ષ દ્વારા તે જમીનને કબજામાં લેવામાં આવી છે. 

જયપુર – દિલ્લી હાઈ-વે પર એક દંડ નામનું રાજસ્થામાં ગામ છે. ત્યાં હાઈ-વે પર જ આ જમીન આવેલી છે. હાલ ત્યાં ઇન્કમટેક્ષના અધિકારીઓએ બેનર લગાવી દીધું છે. બેનરમાં લખી નાખવામાં આવ્યું છે કે આ જમીનમાં કોઈ દાખલ થવું નહિ, અધિનિયમ હેઠળ આ જમીનને બેનામી જાહેર કરવામાં આવી છે. પરંતુ આવી પાંચ ગામની 64 વીઘા જમીન પર લખવામાં આવ્યું છે કે આ જમીનની માલિક સંજુ દેવી મીણા છે. પરંતુ ખરેખર જો વાસ્તવિકતા ખંખોળવામાં આવે તો સંજુ દેવી મીણા આ જમીનની માલિક ન હોય શકે. તેવું ઇન્કમટેક્ષને જાણવા મળ્યું હતું. પરંતુ હાલ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા હાલાકી તૌર પર આ જમીનને કબજામાં લેવામાં આવી છે.

આ જમીનની જાણકારી ઇન્કમટેક્ષને ખુફિયા રીતે મળી હતી. તેમાં એવું જાણવા મળ્યું હતું કે દિલ્લી હાઈ-વે પર મુંબઈના ઉદ્યોગપતિઓ ત્યાંન આદિવાસીઓના નામે જમીન ખરીદી લેતા હતા. આદિવાસીઓનું નામ ખાલી કાગળો પર જ રાખવામાં આવતું હતું. કાનુનના હિસાબે ત્યાં માત્ર આદિવાસી જ જમીન ખરીદી શકે છે. પરંતુ ત્યાં ઉદ્યોગપતિઓ પછી આદિવાસી પાસેથી સહી કરાવીને પોતાના નામે જમીન કરી લેતા હતા. આવું તથ્ય જાણવા મળ્યા બાદ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા જેના નામે આ જમીન હતી તેની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે આ જમીન જેના નામે છે એ રાજસ્થાનના સીકર જીલ્લાના એક નાના એવા ગામ દિપાવાસ ગામમાં રહેતી એક મહિલા છે અને આ ગામ પહાડી વાળા વિસ્તારની વચ્ચે આવેલું છે ત્યાં પહોંચવું પણ ખુબ જ મુશ્કેલી વાળું કાર્ય છે. 

સંજુ દેવીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે જણાવ્યું જે ચોંકાવી નાખે તેવું હતું, તેમણે જણાવ્યું હતું કે તેના પતિ અને તેના સસરા મુંબઈમાં કામ કરતા હતા. તે સમય દરમિયાન 2006 માં તેમને જયપુરના આમેરમાં લઇ ગયા અને ત્યાં તેમનો અંગૂઠો એક પેપર પર લાગવાવમાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ સંજુ દેવીએ જણાવ્યું હતું કે મારા પતિને મૃત્યુ થયાના બાર વર્ષ વીતી ગયા અને હું નથી જાણતી કે તેની પાસે કંઈ સંપત્તિ છે અને ક્યાં છે. પરંતુ જ્યારે પતિનું મૃત્યુ થયું ત્યાર બાદ કોઈ વ્યક્તિ 5000 રૂપિયા ઘરે આપી જતું હતું. પરંતુ હવે કોઈ નથી આવતું પૈસા દેવા માટે. પરંતુ જ્યારે તેને ઇન્કમટેક્ષ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે તેને જાણ થઇ હતી.

પરંતુ સંજુ દેવી પાસે પતિના મૃત્યુ બાદ પૈસાની આવકનો કોઈ પણ રસ્તો હતો નહિ. પરંતુ બાળકોને પેટ ભરવા માટે ખુદ જ મજુરી કરતી હતી. સંજુ દેવી ખેતી પણ કરતા હતા અને સાથે સાથે પશુઓ પણ રાખે છે. પરંતુ જ્યારે ખબર પડી ગામમાં બધાને કે આ જમીન સંજુ દેવી મીણાની છે ત્યારે આખા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. 

આ જમીનનો માલિક કોઈ આદિવાસી હોય તો તેને પણ ખબર ન હોય. પરંતુ હાલ ઇન્કમટેક્ષ દ્વારા મોટી તવાયફ કરવામાં આવી છે અને તેમાં લગભગ ઇન્કમટેક્ષ દ્વારા 1400 કરોડની જમીન જપ્ત કરવામાં આવી છે. જેને કોર્ટ દ્વારા સરકારને આપી દેવામાં આવશે. 

Leave a Comment