લગ્નજીવનથી કંટાળી ગયેલી સ્ત્રીએ કરવું જોઈએ પતિ સાથે આવું… સમસ્યા થઇ જશે જડથી દુર.

લગ્નજીવનથી કંટાળી ગયેલી સ્ત્રીએ કરવું જોઈએ પતિ સાથે આવું… પ્રેમ થશે ફરી જીવંત…..

મિત્રો પતિ અને પત્ની વચ્ચે અતુટ પ્રેમનો સંબંધ હોય છે. ત્યારે પતિ અને પત્નીના સંબંધમાં ઘણા સપનાઓ જન્મ લેતા હોય છે સમયની સાથે સાથે બંને વચ્ચેનો સંબંધ પણ ખુબ જ મજબુત બનતો જાય છે. પરંતુ ઘણી વાર દાંપત્યજીવનમાં અમુક સમયે બંને વચ્ચેના સંબંધમાં પહેલા જેવી જીંદાદિલી અને ઉત્સાહ જોવા મળતો નથી. ઘણા કપલ્સમાં સમય જતા બંને વચ્ચે સંબંધમાં મધુરતા વધતી હોય છે. તો અમુક કપલ્સમાં તેનાથી ઉલટું થતું હોય છે. શરૂ શરૂમાં ખુબ પ્રેમ અને લાગણીઓ હોય, પરંતુ સમય સાથે તે ઓછો થવા લાગતો હોય છે.

તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે કેવી રીતે એક આદર્શ પત્ની પોતાના પતિને ખુશ રાખી શકે. આ બાબત લગ્નજીવનની સફળતા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે જો લગ્નજીવનમાં નીરસતા આવી જાય તો આજે અમે તમને થોડા ઉપાયો જણાવશું જે તમારા લગ્નજીવન ફરી જીવંત કરી દેશે. માટે આ લેખને દરેક સ્ત્રી અને પુરુષે અવશ્ય અંત સુધી વાંચવો જોઈએ. કેમ કે તેનાથી તમારા લગ્નજીવનમાં કદાચ ખુશી અને સુખ પાછું આવી જાય. 

મિત્રો સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચેના સંબંધને ટકાવી રાખવા,  તેને મધુર તેમજ ઉત્સાહી બનાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેએ પ્રયાસ કરવા જોઈએ. જ્યારે પણ સ્ત્રીને લગ્નજીવનમાં એવું લાગે કે પતિ સાથેના સંબંધમાં ઉત્સાહ ખોવાતો જાય છે અને સાથીને નીરસતા આવી ગઈ છે. તો આજે અમે તમને તેના માટે એવી બાબત જણાવશું જે જે તમારા પતિને તમારા તરફ વધારે આકર્ષિત કરે છે અને સ્ત્રીને આદર્શ પત્ની પણ સાબિત કરે છે. આ ઉપાયથી કોઈ પણ સ્ત્રી એક આદર્શ પત્ની બની શકે છે. આ લેખમાં અમુક એવી નાની નાની વાતો જણાવેલી છે જે એક સ્ત્રી દ્વારા જો અપનાવવામાં આવે તો તે જીવનભર તેના પતિને ખુશ રાખી શકે છે અને પોતે પણ ખુશ રહી શકે છે. બંનેના લગ્નજીવનમાં ખુબ ઉત્સાહ અને આકર્ષણ પણ જોવા મળશે.

સૌથી પહેલા તો પતિને જુના અને શરૂઆતના પ્રેમના દિવસોની યાદ અપાવવી જોઈએ, બંને વચ્ચે કેવી રીતે પ્રેમની શરૂઆત થઇ, તમારા લગ્નજીવનની શરૂઆત કેવી રહી હતી, તમારા જીવનસાથીની કંઈ એવી વાત હતી જેણે તમારું દિલ જીતી લીધું હતું, તેની કંઈ કંઈ બાબતો તમને તમને સૌથી વધારે પસંદ છે, એ બધી જૂની યાદોને તમારા જીવનસાથી સાથે તાજી કરાવવી જોઈએ. તમારા પ્રેમના જે જુના દિવસો હતા તેને ફરી વાગોળવા અને પતિને યાદ આપાવી તેને ફરી જીવંત કરવામાં આવે તો તેની ખુબ જ સારી અસર જોવા મળે છે. તમે શરૂઆતના દિવસોમાં ક્યાં ફરવા જતા, કેટલી કલાક વાતો કરતા અને કેટલી બેચેનીથી મળતા વગેરે દિવસો યાદ કરાવવા જોઈએ. કેમ કે જુનો દિવસોને ઘણી વાર યાદ કરવાથી નીરસ લગ્નજીવન ફરી જીવંત સત્ય છે અને બંનેના સંબંધોમાં એક નવો ઉત્સાહ જોવા મળે છે. જો પત્ની દ્વારા આવી જૂની યાદી પતિને કરાવવામાં આવે તો પતિ ખુબ જ ખુશ થાય છે. અને પત્નીને એક આદર્શ હોવાનું સમ્માન પણ આપે છે.

આ ઉપરાંત ક્યારેક જીવનસાથી સાથે કોઈ રમત રમવી જોઈએ અને બાળક જેવું પણ વર્તન કરવું જોઈએ. રમત રમવાથી પતિને ખુબ જ ખુશી મળે છે અને તેને એવું મહેસુસ થતું હોય છે કે તેની પણ જવાબદારી શું હોય, પરંતુ રમત રમવાથી માત્ર બાળકોને જ ખુશી મળે છે એવું નથી હોતું. પરંતુ એ રમતથી સામે વાળી વ્યક્તિ પણ ખુબ જ ખુશ થતી હોય છે. ઘણી વાર આવી નાની નાની રમતો દંપત્તિ વચ્ચે પ્રેમને પણ ઉજાગર કરી નાખે છે. આવી રમતો ક્યારેક મોટાની જિંદગીની મુશ્કેલીઓમાં પણ કામ આવે છે. તેથી થોડા સમય માટે તમારા જીવનસાથી સાથે તમારે બાળક બની જવું અને કોઈ રમત પણ રમી લેવી જોઈએ. તમારા જીવનસાથીની મનપસંદ ગેમ રમવી તે તમારા જીવનમાં એક નવી ઉંમગ ભરી દેશે.

ત્યાર બાદ જીવનસાથી સાથે ફૂડ ડેટ પર જવું અને સાથે જમવાનો આનંદ ઉઠાવવો જોઈએ. આ ઉપરાંત સાથે બેસીને કોઈ કોમેડી ફિલ્મો જોવી અને દિલ ખોલીને હસવું વગેરેથી તમારા જીવનસાથી ખુબ જ ખુશ થતા હોય છે. આ કામ સાંભળવામાં ખુબ જ સરળ લાગશે પરંતુ આ કાર્યો તમારા સંબંધમાં અનેક ખુશીઓના રંગો ભરી દેશે.

તમારા જીવનસાથી માટે ખાસ સમય આપવો જોઈએ. મોબાઈલ અને ટીવી આપણી જિંદગીનો એક ભાગ બની ગયા છે અને ખાસ કરીને આજે લોકો મોબાઈલમાં અનેક એપ્સ અને સોશિયલ મીડિયા સાથે રચ્યાપચ્યા રહેતા હોય છે. કામ પૂરું થયું નથી કે મોબાઈલમાં ખોવાયા નથી તેવી પરિસ્થિતિ બની ગઈ છે. પરંતુ જો પતિપત્નીના સંબંધમાં ઉત્સાહ લાવવો હોય તો તમારે દિવસમાં ઓછામાં ઓછી અડધી કે એક કલાક બધા જ કામોને મુકીને, મોબાઈલ અને ટીવીને ભૂલીને એ સમય જીવનસાથીને આપવો જોઈએ. તે સમય માત્ર તમારા જીવનસાથી સાથે જ પસાર કરવો જોઈએ. તેની સાથે વાતો કરવી, તેમજ તેમની વાતો ખુબ જ ધ્યાનથી સાંભળવી. આવું કરવાથી તમને એટલી મજા આવશે કે ધીમે ધીમે થોડા સમય બાદ તમે અને તમારા જીવનસાથી બંને રોજ આ સમયની રાહ જોશો. જે તમારા સંબંધમાં રોમાંચ અને ઉત્સાહ બંને વધારશે.

એક ફોન કોલ પણ તમારા સંબંધને બનાવી શકે છે રોમાંચિત. ઘણી વખત પત્ની ઘરના કામમાં ખુબ જ વ્યસ્ત હોય અને તમારા પતિનો ફોન આવે અને એ પણ એટલું જ પૂછવા માટે કે, કેમ છે ? તો તે તમને ખુબ જ સારું લાગે. તો તેવી જ રીતે તમારા વ્યસ્ત જીવનમાંથી રોજ બે મિનીટનો સમય કાઢીને તમારા જીવનસાથીને એક ફોન કોલ કરવો જોઈએ. પત્નીએ પૂછવું જોઈએ, તમે જમ્યું કે નહિ, કામ કેવું ચાલી રહ્યું છે, વગેરે પુછવું જોઈએ અને તેમનો અવાજ સાંભળવા માટે તેમણેકોલ કરવો જોઈએ. જો પત્ની ખુબ જ વ્યસ્ત રહે છતાં પણ પતિને કોલ કરીને તેની નાની નાની બાબતનો ખ્યાલ રાખે તો તે તમને એક આદર્શ પત્નીના રૂપે જોવા લાગે છે. તમે તેના પ્રેરણા સ્વરૂપ બની જાવ છો.

જેના કારણે દાંપત્યજીવન જીવનમાં ફરી મધુરતા આવે છે અને બંને વચ્ચે એક નવા પ્રેમની શરૂઆત પણ થાય છે. જે જીવનભર અકબંધ રહે છે. માટે કોઈ પુરુષ કે સ્ત્રી બંને આ ઉપાય અપનાવી શકે છે. જેનાથી બંનેને એકબીજાનું મહત્વ સમજાશે. 

Leave a Comment