અખંડ બ્રહ્માંડમાં જે સતત એક-એક સેકેંડે ફેલાઈ રહ્યું છે. ત્યારે માત્ર એમ માનવું કે આ બ્રહ્માંડમાં આપણી પૃથ્વી એક છે જ્યાં જીવની ઉપસ્થિતિ છે. તો એવું કેમ બની શકે ? આ એક રહસ્ય છે. જેને ઉકેલવાનું અસંભવ છે. પરંતુ હાલ એવી વાતો તેમજ વિડીયો સામે આવ્યા છે જેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે. તો શું તમે પણ આ રહસ્ય વિશે જાણવા માંગો છો ? તો એકવાર આ આર્ટીકલ જરૂરથી વાંચો.
હાલ તાજેતરમાં જ પ્રકાશિત ત્રણ વિડીયોએ આ વાતની વધુ પુષ્ટિ કરી છે કે, આપણે આ બ્રહ્માંડમાં એકલા નથી. જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયો 2017 અને 2018 ના વર્ષના જ છે. જેમાં એવું જણાઈ રહ્યું છે કે આખા બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ જીવ નથી. બીજે પણ હોવાની સંભાવના જણાઈ રહી છે. જે માહિતી જાણવા મળી છે તે મુજબ એવું વિચારવું કે, “આપણે બ્રહ્માંડમાં એકલા છીએ.” પરંતુ તે ફક્ત આપણા મગજનો ભ્રમ બની શકે છે. કારણ કે આવું કહેવાના ઘણા કારણો છે. કદાચ કોઈ એવી વ્યક્તિ કે દુનિયા છે, જેણે આપણને શોધી કાઢ્યા છે અને જે હજી સુધી આપણાથી અજાણ છે. તેની પુષ્ટિ કરવા પાછળનું પ્રથમ અને મુખ્ય કારણ એ છે કે ઘણી વખત આવી વસ્તુઓ આકાશમાં જોવા મળી છે. જેનો પૃથ્વી સાથે કોઈ સંબંધ નથી. આ સિવાય, ચીનની સૌથી મોટી ટેલિસ્કોપમાં પણ વિશાળ બ્રહ્માંડના કેટલાક વિચિત્ર સંકેતો આવ્યા હતા. જોકે વૈજ્ઞાનિકો આ બધી બાબતો પર ખુબ જ ઉંડું સંશોધન કરી રહ્યા છે. પરંતુ તેઓ એવું જ માને છે કે આપણે આ બ્રહ્માંડમાં એકલા જ નથી.
દુનિયાની સામે આવેલા વિડીયોની વાત કરીએ તો, ડિસેમ્બર 2017 અને માર્ચ 2018 માં આવા ત્રણ વીડિયો પ્રકાશિત થયા હતા. આ વિડીયો આવી અજાણી વસ્તુઓની સાથે સંબંધિત હતા. આ વિડીયોમાં, યુએસ નેવીના પાઇલટે દૂર આકાશમાં કેટલીક વિચિત્ર વસ્તુઓ ઉડતી જોઇ હતી. તેની ગતિ એટલી તીવ્ર હતી કે તેની પાછળ જવું અશક્ય હતું. આ વસ્તુ હવામાં ઉડતી હતી અને કોઈ અજાણી વસ્તુમાં કોઈ પણ પ્રકારનું બળતણ સળગેલું કે કોઈ એન્જિન ન હતું, કે તેની પાંખો હોવાનો કોઈ ઉલ્લેખ પણ ન હતો. તે કોઈ હાઇટેક ડ્રોન અથવા બીજી કોઈ વસ્તુ ન હતી, જેની જાણ પાઇલટને પણ ન હતી. પરંતુ નૌકાદળના ગુપ્તચર કે યુએસના ગુપ્તચર વિભાગે આ અંગે કોઈપણ નિવેદન જાહેર કર્યું નથી.
પરંતુ, તાજેતરમાં એક ઇન્ટેલિજન્સ ન્યૂઝ વેબસાઇટ, ઇન્ફર્મેશન વોરફેરના પ્રવક્તા, નેવી ઑપરેશન્સના ડેપ્યુટી ચીફ, બ્લેક વોલ્ટે એ સ્વીકાર્યું હતું કે નૌસેનાએ આ ત્રણ વિડીયોમાં જોવામાં આવેલી વિચિત્ર વસ્તુને ક્રાફ્ટ અથવા અજાણ્યા હવાઈ ફીનોમિના તરીકેનું નામ આપ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે આ ત્રણ વિડીયોમાં જે આકાશમાં દેખાય છે તે વસ્તુ સાચી જ હતી. તમને જણાવી દઈએ કે આ જ પ્રકારની ઘટના 2004 અને 2015 માં સૈન્ય તાલીમ એરસ્પેસમાં પણ જોવા મળી હતી. અમે તમને જણાવી દઈએ કે લશ્કરી તાલીમના હવાઇ ક્ષેત્રમાં કોઈપણ અન્ય વિમાન, ડ્રોન અથવા અન્ય વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આ અંગે કોઈ નિવેદન જારી કરાયું નથી.જ્યારે જ્યારે આકાશમાં આવી કોઈ અજાણી વસ્તુ અથવા તો યુએફઓ દેખાય છે તે સમયે તેના વિશે કોઈ નિવેદન બહાર પાડવામાં આવતું નથી. આ અગાઉ પણ જાહેર કરવામાં આવેલા ત્રણ વિડીયોના અહેવાલ પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને સરકાર અને સંરક્ષણ મંત્રાલય દ્વારા તેમને મુક્ત કરવા માંગવામાં આવી હતી. તેનો હેતુ આ વિડીયોને વિશ્વના અન્ય દેશોની સરકારોને મોકલવાનો હતો. જેથી તેમના ડેટાબેઝમાં પણ આવી ઘટનાઓ અને આંકડા રેકોર્ડ કરી શકાય. 2004 માં દેખાતા યુએફઓ વિશે વાત કરતા, તે અચાનક આશરે 80,000 ફૂટની ઊંચાઈએ આકાશમાં દેખાઈ હતી.
આમ અનેક વાર આકાશમાં આવી વસ્તુઓ દેખાઈ છે. પરંતુ હજુ સુધી તેની સંપૂર્ણપણે ખાતરી થઇ નથી. પણ પૃથ્વી પર રહેતા લોકોને તેમજ વૈજ્ઞાનિકોને અન્ય દુનિયાની શોધ વિશે રસ રહ્યો છે. જે ઘણા સમયથી ચાલ્યો આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google