આપણે બધા જ જાણીએ છીએ કે, ઘઉં, કપાસ જેવા અન્ય પાકોની વાવણી કરીને ખેડૂતો કમાણી કરે છે. ઘણા લોકો શાકભાજી, બટેટા, રીંગણ, ટમેટા, ભીંડા, ગુવાર, દુધી જેવા અનેકો સિઝનેબલ શાકભાજી ઉગાડીને આવક કરે છે. પરંતુ બાગાયતી ખેતીમાં પણ આજકાલ ખેડૂતો ખુબ જ કમાણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બાગાયતી ખેતીમાં વાર્ષિક લાખો રૂપિયાની કમાણી થાય છે. તો આજે અમે તમને પપૈયાની ખેતીમાંથી કેટલી કમાણી થાય એના વિશે જણાવશું.
મિત્રો આ શ્રેણીમાં પપૈયાની ખેતી પણ આવે છે. આપણે જોઈએ છીએ કે પપૈયા બજારમાં મળી રહે છે. તેનો ઉપયોગ શાકભાજી અને ફળ બંને તરીકે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામીન અને પોષકતત્વો ખુબ જ પ્રમાણમાં મળી રહે છે. પપૈયામાં વિટામીન-એ, વિટામીન-સી, કેલ્શિયમ, શુગર, પ્રોટીન અને ફોસ્ફરસ ભરપુર માત્રામાં મળે છે. પપૈયામાં મિનરલ અને કેરોટીન પણ મળી આવે છે.
પપૈયા ખાવાથી આપણું શરીર સ્વસ્થ બને છે. પપૈયું અનેક રોગોમાં કારગર માનવામાં આવે છે. તેમજ પપૈયાનો ઉપયોગ અનેક આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આમ જોઈએ તો વર્તમાન સમયમાં પણ પપૈયાની માંગ રહે છે, તેના કારણે ખેતીમાં પપૈયા ઉગાડવામાં આવે તો ખુબ જ ફાયદો અને નફો થાય છે.
પપૈયાની ખેતી ક્યાં અને ક્યારે કરવી : આમ જોઈએ તો પપૈયાની ખેતીની ગણતરી રોકડીયા પાક તરીકે પણ થાય છે. પપૈયા હંમેશા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થાય અને અને અલગ અલગ પ્રજાતિ અનુસાર થાય છે. સમયની વાત કરીએ તો પપૈયાને જુન-જુલાઈથી લઈને ઓકટોબર-નવેમ્બર અને ફેબ્રુઆરી-માર્ચમાં તેનું વાવેતર કરવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે પપૈયાનો પાક ઘણી જગ્યાએ આખું વર્ષ લઈ શકાય છે. જેમાં દિલ્લી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, જમ્મુ-કશ્મીર, તમિલનાડુ, બિહાર, પશ્વિમ બંગાળ અને મિઝોરમ જેવા રાજ્યોમાં ખેડૂતો ખુબ જ મોટાપાયે પપૈયાની ખેતી કરે છે. પપૈયાની ખેતી માટે સ્થાનિક તાપમાન 38 થી 44 ડિગ્રી તાપમાન ખુબ જ યોગ્ય માનવામાં આવે છે.
500 ગ્રામ બીજમાંથી નર્સરી : તમને જણાવી દઈએ કે પપૈયાની ખેતી કરવા માટે પહેલા તો નર્સરી ઉભી કરવી પડે છે. આ ખેતી માટે લોમ માટેને ખુબ જ કારગર માનવામાં આવે છે. જેમાં જમીનની pH વેલ્યૂ 6.5થી 7.5 વચ્ચે જોઈએ. પરંતુ જો વધુ પડતી ગરમી પડે કે કોલ્ડ વેવ વધી જાય તો પપૈયાના પાકને નુકશાન પહોંચે છે.
પપૈયાના પાકની ખાસ વાત એ છે કે, તેની સાથે તમે બીજા પાક પણ લઈ શકો છો. જેમાં તમે કોથમરી, લીલા વટાણા, ટમેટા, કોબીજ જેવી વસ્તુઓ વાવી શકો છો. જો એક હેક્ટરમાં પપૈયાની ખેતી કરવી હોય તો 500 ગ્રામ જેટલા બીજમાંથી નર્સરી બનાવી શકો. નર્સરીમાં છોડ તૈયાર થાય ત્યાર બાદ તેને ખેતરમાં વાવી શકો છો.
કેટલી છે કમાણી : જો આપણે પપૈયાની ખેતી કરીએ તો આંકડા મુજબ, એક હેક્ટર જમીનમાં લગભગ 2250 જેટલા પપૈયાના છોડ ઉગાડી શકાય છે. આટલા છોડમાં સરેરાશ 900 ક્વિન્ટલ જેટલા પપૈયાનું ઉત્પાદન આવે છે. સમય અને સિઝન અનુસાર પપૈયાના ભાવમાં વધારો અને ઘટાડો હોય છે. પરંતુ સામાન્ય રીતે જોઈએ તો પપૈયાનો ભાવ 50 રૂપિયા કિલો જેટલો હોય છે. તેનો હિસાબ કરીએ તો 900 ક્વિન્ટલ પપૈયામાંથી લગભગ 10 થી 13 લાખ રૂપિયાની આવક કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી