મિત્રો બુધવારના દિવસે એટલે કે 28 જુન 2023 ના રોજ ભારતીય શેર બજાર માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો હતો. BSE ના સેન્સેક્સ, NSE નિફ્ટી-50 અને બેંક નિફ્ટી ત્રણેય એ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા હતા. બજારમાં શરૂઆતની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. કારોબાર દરમિયાન સેન્સેક્સ 1000 અંકથી વધુ ઉછળીને 64,050 ના લેવલ પર પહોંચી ગયો હતો. આ તેજીથી એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 2.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
નિફ્ટી-50 એ પણ 300 અંક કરતા વધુની છલાંગ લગાવી હતી અને જુના બધા જ રેકોર્ડ તોડતા 19,000 ની પાર પહોંચી ગયો હતો. આ સિવાય બેંક નિફ્ટીએ પણ નવા ઉચ્ચ સ્તર 44,508 ના લેવલને આંબી ગયું હતું. સ્ટોક માર્કેટમાં આવેલી આ તેજી રોકાણકારોને માલામાલ કરનાર સાબિત થઈ હતી.
શેર બજારમાં કારોબાર શરુ થવાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો સિલસિલો શ્રી થઇ ગયો હતો. જે કારોબારના અંત સુધી શરુ રહ્યો હતો. પ્રી-ઓપનમાં જ નિફ્ટીએ 18,900 ના ઉપર ખુલતા કારોબાર સ્ટાર્ટ કર્યું હતું. આ પહેલા નિફ્ટી નું ઓલ ટાઈમ હાઈ 18,887 અંક હતો. આ રેકોર્ડને શરૂઆતી 60 અંકોની તેજીની સાથે જ પહેલા જ તોડી નાખ્યો હતો, પરંતુ જેમ જેમ દિવસનો કારોબાર આગળ વધ્યો, નિફ્ટીમાં વધારો પણ ખુબ જ તેજી સાથે આવ્યો.
બુધવારે બપોરે 2 વાગ્યે નિફ્ટી 312 અંકથી ઉછળીને 19,011 પર પહોંચી ગયો હતો. જે તેનો ઓલ ટાઈમ હાઈ લેવલ છે. જો કે છેલ્લા કલાકના કારોબાર દરમિયાન તેમાં થોડી ગિરાવટ જોવા મળો અને તે ઇન્ડેક્સ 280.90 અંક અથવા 1.50% ની તેજી લેતા 18,972 પર બંધ થયો હતો.
નિફ્ટીની જેમ જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનું સેન્સેક્સ પણ બુધવારના રોજ 63701.78 ના નવા ઓલ ટાઈમ હાઈ પર ઓપન થયો હતો. ત્યાર બાદ તેણે જે રફતાર પકડી તે અંત સુધી જોવા મળી હતી. બપોરે 2 વાગ્યા સુધી તે 1000 અંકથી વધુની તેજી સાથે 64,050 ના લેવલ સુધી પહોંચી ગયો હતો. તે સેન્સેક્સના આજ સુધીનો ઓલ ટાઈમ હાઈ છે. જો કે કારોબારના અંતમાં સેન્સેક્સમાં પણ મામુલી ગિરાવટ જોવા મળી. તેમ છતાં તે 945.42 અંક અથવા 1.50% ના વધારા સાથે 63,915.42 બંધ થયું હતું.
નોંધપાત્ર છે કે, અમેરિકી અને યુરોપિયન બજારોમાં તેજીની સાથે જ ફોરેન ઇન્વેસ્ટર્સના રોકાણને વધારાને ચાલતા બજારની શરૂઆતની સાથે જ તેજી પકડી લીધી હતી. કારોબાર બંધ થવા પર BSE ના 30 શેરો વાળા ઇન્ડેક્સ સેન્સેક્સમાં 24 શેર ગ્રીન નિશાન પર બંધ થયું, જયારે છ શેરોમાં ગિરાવટ જોવા મળી. તેજી લઈને બંધ થયેલા શેરોની વાત કરીએ તો તેમાં Tata Motors (2.38%), Sunpharma (2.07%), NTPC (1.80%), Titan (1.64%) સહિત અન્ય સ્ટોક પણ શામિલ છે. તેમજ HCLTECH, Wipro, Kotak Bank, BajajFinsv, M&M અને TECHM ના સ્ટોક લાલ નિશાન પર બંધ થયા.
શેર બજારમાં રોકાણકારોની બલ્લે-બલ્લે : બુધવારના રોજ સ્ટોક માર્કેટમાં આવેલી તુફાની તેજીના ચાલતા રોકાણકારોની બલ્લે બલ્લે થઈ ગઈ હતી. તેનાથી છેલ્લા કારોબારી દિવસ મંગળવારે બજારમાં તેજી જોવા મળી હતી. આજે માર્કેટમાં તેજી બાદ કારોબારના અંતમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને 2.94 લાખ કરોડ થઇ ગયું. જો કે 26 જુનના રોજ 2.90 લાખ કરોડ રૂપિયા હતા. આ હિસાબથી જોવામાં આવે તો બે દિવસમાં શેર બજાર ઇન્વેસ્ટર્સની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો નફો થયો છે.
(શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી