મિત્રો હાલમાં તાજેતરમાં નવા ટ્રાફિક નિયમો અમલમાં આવ્યા છે અને તે નિયમોનું પાલન ચુસ્તપણે થાય તેના માટે ટ્રાફિક પોલીસોની વ્યવસ્થા પણ ખુબ ચુસ્ત કરી દેવામાં આવી છે. સામાન્ય વ્યક્તિથી લઈને પોલીસકર્મી હોય કે કોઈ અન્ય હસ્તી, દરેક લોકોએ ટ્રાફિકના નિયમોનું ભંગ કરવા બદલ ચલણ ભરવું પડી શકે છે.
નવા મોટર વિહિકલ એક્ટની ચર્ચા હાલ પુરા દેશમાં થઇ રહી છે. પરંતુ યુપી પોલીસ આ નિયમોને લઈને ખુબ જ એકશનમાં છે. મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર પોલીસવાળાએ ટ્રાફિક નિયમો તોડ્યા તેના ફોટો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ચલાવી છે. તેમાં સૌથી વધારે એ પોલીસવાળા પર નઝર હતી જે ટ્રાફિક નિયમોને તોડી રહ્યા હતા. આ ડ્રાઈવમાં પુરા મેરઠ શહેરમાં 51 પોલીસવાળા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા અને તેમનું ચલણ પણ કાપવામાં આવ્યું હતું. આજે અમે મેરઠ શહેરની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં પોલીસ કર્મીઓને ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ ભરવું પડ્યું ચલણ. મેરઠ ઝોનના એડીજી પ્રશાંતકુમારે આજતકને આ ખબરની પુષ્ટિ કરાવી હતી અને જણાવ્યું હતું કે, જે પોલીસકર્મી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા દેખાયા, તેમાં આખા મેરઠ શહેરના અલગ અલગ પોલીસ ચોકીમાં તૈનાત થયેલ 2 ઇન્સ્પેકટર, 7 સબ ઇન્સ્પેકટર, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ચલણ કાપવાની સાથે આ પોલીસવાળાઓને ભવિષ્યમાં ટ્રાફિકના નિયમો ન તોડવાની વોર્નિંગ પણ આપવામાં આવી છે.
આ સાથે જ વિભાગમાં તૈનાત બધા જ સિનીયર્સ અને જુનિયર પોલીસ વાળાઓને ટ્રાફિક નિયમો અનુસરવા માટે જાગૃતતા લાવવા કહ્યું છે. તો મેરઠ પોલીસના એડીજીએ બધા જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કહ્યું છે કે ટ્રાફિક નિયમને ન તોડે, નહિ તો તેમણે પણ ચલણ ભોગવવું પડશે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ પોલીસ અને ચંડીગઢ પોલીસના યાતાયાત નિયમોને તોડવા વાળા પોલીસકર્મીઓને કડક સંદેશ આપ્યો અને તેને સબક શીખવવા માટે ચલણ કાપ્યું છે. હાલમાં જ અમદાવાદમાં પોલીસકર્મી વિશ્વાસ રાઠોડનો ફોટો વાયરલ થયો હતો. જેમાં તેવો હેલ્મેટ વગર બાઈક ચલાવતા હતા અને મોબાઈલ પર વાત કરતા હતા. એ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. યાતાયાત નિયમોને તોડવા બદલ વિશ્વાસ રાઠોડના નામે ચલણ કાપવામાં આવ્યું હતું. તેની પર 1100 રૂપિયાનો જુર્માનો લગાવવામાં આવ્યો છે. ચલણમાં લખવામાં આવ્યું છે કે વોટ્સએપ પર વાયરલ થયેલા ફોટોના આધાર પર વિશ્વાસ રાઠોડનું ચલણ કાપવામાં આવ્યું છે. જો કે હજુ ગુજરાતમાં નવા મોટર વિહિકલ એક્ટ લાગુ નથી થયા, તેથી વિશ્વાસ રાઠોડ પર વધારે રકમનો જુર્માનો નથી લગાવવામાં આવ્યો. પરંતુ જ્યારથી આ એક્ટ લાગુ પડી જશે ત્યાર બાદ બધા માટે સમાન દંડ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google