સામાન્ય રીતે લોકો દ્વારા સોનું ખરીદવું તે સૌથી સુરક્ષિત રોકાણનું એક માધ્યમ છે. પરંતુ પાછલા ઘણા વર્ષોથી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માટે કોઈ સામાન્ય તેમજ માધ્યમ વર્ગના લોકો માટે સોનું ખરીદવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. કેમ કે આજે તેના ભાવ સાંભળીને જ દુર ખસી જાય છે. તો આ સમયમાં સોનું ખરીદવું ખુબ જ મુશ્કેલ છે.
તો એવામાં અમુક સમયાંતરે મોદી સરકાર એક ખાસ યોજના અંતર્ગત બોન્ડ ના માધ્યમથી સસ્તું સોનું ખરીદવાની તક આપે છે. આ યોજનાની નવી સીરીઝની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઇ રહી છે. તો ચાલો જાણીએ કે શું છે આ ખાસ યોજના અને કંઈ રીતે તમે આ યોજના અંતર્ગત સસ્તું સોનું ખરીદી શકો છો.
વર્ષ 2015 માં મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાની સીરીઝ અંતર્ગત સમય સમયે લોકોને ગોલ્ડ બોન્ડ ખરીદવાનો મોકો આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલતા રેટ કરતા ઓછી હોય છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં ગોલ્ડની કિંમત રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવે છે.
ખુબ જ ખુશીની વાત તો એ છે કે આ વર્ષે 9 સપ્ટેમ્બરથી ફરીથી આ ગોલ્ડ બોન્ડ યોજનાની સીરીઝ શરૂ થઇ રહી છે અને આ યોજનાનો સમયગાળો 13 સપ્ટેમ્બર સુધીનો રહેશે. એટલે કે 13 સપ્ટેમ્બર પછી આ યોજના સમાપ્ત થઇ જશે. આ વખતે ગોલ્ડ બોન્ડની કિંમત 3,890 રૂપિયા પ્રતિ ગ્રામની નક્કી કરવામાં આવી છે.
ગોલ્ડના બોન્ડની કિંમતની તુલનાએ બજાર માં ગોલ્ડની કિંમત જોઈએ તો બજારમાં ગોલ્ડની કિંમત 3,927 પ્રતિ ગ્રામ છે. આ હિસાબ પ્રમાણે ગોલ્ડ બોન્ડની કિંમત એક ગ્રામે 37 રૂપિયા ઘટી જાય. આ સાથે જ ગોલ્ડ બોન્ડ ખરીદનાર વ્યક્તિ જો ડીજીટલ પેમેન્ટ કરે તો તેને ગોલ્ડના પ્રતિ ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળશે. એટલે કે આ યોજના અંતર્ગત જો કોઈ સોનું ખરીદે છે તો તેમણે સોના પર 87 રૂપિયા પ્રતિ ગ્રામની રાહત મળશે.જો કે આ યોજનામાં અમુક શરતો પણ રાખવામાં આવી છે. આ યોજના અંતર્ગત જો કોઈ ગોલ્ડ બોન્ડ ખરીદે છે તો તેણે આ શરતોનું ખાસ પાલન કરવું પડશે. આ યોજનાની પહેલી શરત છે કે કોઈ પણ વ્યક્તિ યોજનામા વિત્તીય વર્ષમાં વધારેમાં વધારે 500 ગ્રામના ગોલ્ડ બોન્ડની ખરીદી કરી શકે છે. તો આ સાથે જ આ બોન્ડમાં રોકાણ કરવાની ઓછામાં ઓછી મર્યાદા એક ગ્રામની છે. આ ઉપરાંત અહીં તમને ટેક્સ પર પણ છુટ્ટી મળે છે.આ યોજનાના માધ્યમથી તમે બેન્કમાંથી લોન પણ લઇ શકો છો.
આ ગોલ્ડનું વેંચાણ બેંક, પોસ્ટ ઓફીસ, એનએસઈ, બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડના માધ્યમથી થાય છે. તમને જણાવી દઈએ કે સરકાર આ યોજનાના માધ્યમથી ગોલ્ડની ફીઝીકલ ડીમાંડને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google