આ સરકારી સ્કીમમાં કોઈ પણ ગેરેંટી વગર જ મળી રહી છે લોન, લઘુ ઉદ્યોગ માટે છે સોનેરી તક… જાણો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ…

સરકારે પોતાની અનેક સ્કીમો જાહેર કરી છે. આવી યોજનાઓ દ્વારા વેપાર શરૂ કરવા માટે 10,000 રૂપિયાની લોન વગર ગેરંટીએ મળે છે. સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓને ફરીથી પોતાના કામ શરૂ કરવા માટે લોન આપે છે. કેન્દ્ર સરકાર દેશમાં નાના ઉદ્યોગ કે વેપાર શરૂ કરવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવીને લોકોની મદદ કરી રહી છે. ખાસ કરીને સરકારનું ધ્યાન એવા નાના વ્યવસાયકારો પર વધારે છે. જેમનો ધંધો કોરોના મહામારીના કારણે બંધ થઈ ગયો હતો. એવા લોકો માટે સરકાર પીએમ સ્વનિધિ યોજના નામની એક સ્કીમ ચલાવી રહી છે.

વગર ગેરંટીએ લોન : આ યોજના હેઠળ વેપાર શરૂ કરવા માટે 10,000 રૂપિયાની લોન વગર કોઈ ગેરંટીએ મળે છે. તેના માટે તમારે કંઈ પણ ગીરવે મૂકવાની જરૂર નથી. સાથે જ જો તમે એકવાર લોનના પૈસા ચૂકવી દો, છો તો તમે બે ઘણી રકમની લોન લેવા માટે યોગ્ય બની જાવ છો. એવું માની લો કે તમારે વ્યવસાય શરૂ કરવા માટે પહેલીવાર 10,000 રૂપિયાની લોન લીધી અને તેને સમયસર ચૂકવી દીધી, તો તમે સરળતા થી 20,000 રૂપિયાની લોન લઈ શકશો. તેવી જ રીતે ત્રીજી વાર તમે 50,000 રૂપિયાની લોન પણ લઈ શકો છો.

ત્રણ વાર મળી શકશે લોનની રકમ  : આ સ્કીમની ખાસ વાત એ છે કે, આ સ્કીમ હેઠળ લોન લેવા માટે કોઈ ગેરંટી આપવાની જરૂર નથી પડતી. અરજી મંજૂર થયા બાદ લોનની રકમ ત્રણ વાર તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લેવામાં આવેલી લોનની રકમ એક વર્ષના સમયગાળામાં ચૂકવી શકાય છે. દર મહિનાના હપ્તામાં લોનની રકમ ચૂકવી શકાય છે.

આધાર કાર્ડ જરૂરી : જો તમે પીએમ સ્વનિધિ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છતા હોવ તો આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સ્કીમ હેઠળ લોન માટે તમારે કોઈપણ સરકારી બેંકમાં અરજી કરી શકો છો. તેના માટે તમારે બેંકમાં પીએમ સ્વનિધિ યોજનાનું ફોર્મ ભરવું પડશે. ફોર્મની સાથે જ તમારે આધાર કાર્ડની ફોટો કોપી જોડવાની રહેશે. ત્યારબાદ જો તમને લોન મંજૂર થઈ જાય છે, તો લોનનો પહેલો હપ્તો તમારા ખાતામાં આવી જશે.

સબસીડી આપે છે સરકાર : સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વન્ડરોને ફરીથી પોતાનું કામ શરૂ કરવા માટે લોન આપે છે. તેના હેઠળ તેમને 10,000 રૂપિયાની લોન મળે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે લોન પર સરકાર સબસીડી પણ પ્રદાન કરે છે. એકવાર લોન ચૂકવ્યા બાદ બીજી વાર બમણી રકમ લોન સ્વરૂપે લઈ શકાય છે.

વ્યાજ થાય છે માફ : શેરી વિક્રેતાઓને લોન આપવા માટે આ સ્કીમની શરૂઆત એક જુન 2020 માં થઈ હતી. આ યોજનામાં લોન પર સાત ટકાનું વ્યાજ લાગતું હતું. તેથી કોઈ સ્ટ્રીટ વેન્ડર, લોનની EMI ની તાત્કાલિક ચુકવણી કરે છે અને જરૂરી સંખ્યામાં ડિજિટલ લેણદેણ કરે છે, તો વ્યાજ સબસિડી અને કેશબેક પ્રાપ્ત થવાને કારણે લોનની રકમ વ્યાજમુક્ત બની જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment