પાછલા ત્રણ થી ચાર સપ્તાહ દરમિયાન પાછી આવેલી તેજીના બાદ પણ આ વર્ષ અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી માટે ઠીક સાબિત થયું નથી. વર્ષ 2022 ની શરૂઆત થી અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો 01 ટકાથી પણ ઓછા લાભમાં છે. બીએસઈ પર મિડકેપ અને સ્મોલ કેપમાં પણ આ જ બાબત વધુ છે.
બજારની ખરાબ હાલત બાદ પણ કેટલાક સ્ટોક એવા છે જેણે પોતાના રોકાણકારોને મલ્ટી બેગર વળતર આપ્યું છે. આજે અમે તમને એવા પાંચ સ્મોલ કેપ સ્ટોક વિશે જણાવીશું જેનાથી આ વર્ષે અત્યાર સુધી 500 ટકા સુધી રિટર્ન આપ્યું છે.
1) Sonal Adhesives:- આ સ્ટોકે વર્ષ 2022 ની શરૂઆત ભલે પેની સ્ટોક ના રૂપમાં કરી હોય, પરંતુ અત્યાર સુધીના આંકડા પ્રમાણે આ વર્ષે સૌથી શાનદાર વળતર આપવા વાળા સ્ટોકમાંથી એક છે. વર્ષની શરૂઆતમાં આ સ્ટોકની કિંમત માત્ર 9.80 હતી. અત્યારે આ સ્ટોક લગભગ 49.70 પર ટ્રેડ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ 67.75 નો નવો 52 વીક હાઈ બની ચૂક્યો છે. આનો 52 વીક લો લેવલ 5.73 રૂપિયા છે. આ પ્રકારે આ સ્મોલ કેપ સ્ટોક એ 2022 માં અત્યાર સુધી લગભગ 407 ટકા વળતર આપ્યું છે. અત્યારે આ કંપનીનું માર્કેટ કેપ લગભગ 30 કરોડ રૂપિયા છે. 52 વીક હાઈ ના હિસાબથી જોઈએ તો આ વર્ષ દરમિયાન એક સમયે આ સ્ટોક પોતાના રોકાણકારોને 591 ટકા સુધીનું વળતર આપી ચૂક્યો છે.2) VCU Data Management:- સ્મોલ કેપ કેટેગરી ના આ સ્ટોકે પણ જબરજસ્ત વળતર આપ્યું છે. વર્ષની શરૂઆત આને સામાન્ય 10.46 થી કરી અને એક સમયે 65.20 રૂપિયાને પાર પહોંચી ગયો. તેનો મતલબ એ થયો કે વર્ષ 2022 માં આ સ્મોલ કેપ સ્ટોક એક સમયે લગભગ 523 ટકાનું વળતર આપી ચૂક્યો છે. આ પ્રકારે VCU Data Management નો સ્ટોક વર્ષ 2022 ના મલ્ટી બેગર રિટર્ન આપવા વાળા ની લિસ્ટમાં સામેલ થયો છે. જોકે પાછલા કેટલાક દિવસોમાં તેમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. હાલમાં, તેના શેરની કિંમત 26.15 રૂપિયા છે અને તે મુજબ 2022 દરમિયાન તેમાં 150 ટકાનો વધારો થયો છે.
3) ABC gas:- ABC gas ના સ્ટોકે વર્ષ 2022 નકેપિટલ 13 રૂપિયા ના લેવલથી કરી. અત્યારે આ શેરની વેલ્યુ 90. 45 રૂપિયા પર પહોંચી ચૂકી છે આ પ્રકારે એબીસી ગેસ સ્ટોક વર્ષ 2022 નું સૌથી શાનદાર વળતર આપવા વાળા સ્ટોકની લિસ્ટ માં ઉપર છે. અને પોતાના રોકાણકારોને આ વર્ષે અત્યાર સુધી લગભગ 600 ટકાનું વળતર આપ્યું છે. જોકે આની ટ્રેડિંગ વેલ્યુ ઘણી ઓછી છે. વર્ષ 2021 ના આંકડા પ્રમાણે આ કંપનીમાં માત્ર ત્રણ કર્મચારી કામ કરી રહ્યા હતા. આ આંકડા આ સ્ટોક ને ઘણું જ રિસ્કી બનાવે છે. એક હલકું ટ્રિગર થવા પર આ રોકાણકારના આખા રોકાણને ડુબાડી શકે છે.4) Response Informatics:- આ નાની આઇટી કંપનીના શેર આ વર્ષે માત્ર પેનીસ્ટોક થી મલ્ટી બેગર પેની સ્ટોક બનવા વાળી યાદીમાં સામેલ છે. અને વર્ષની શરૂઆત માત્ર 12.96 થી કરી અને અત્યારે 40. 90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ રીતે વર્ષ 2022માં આ સ્મોલ કેપ સ્ટોકે પોતાના રોકાણકારોને લગભગ 250 ટકા નું વળતર આપ્યું છે. અત્યારે તેનું માર્કેટ લગભગ 35 કરોડ રૂપિયા છે. તેનું 52 સપ્તાહ હાઈ લેવલે 58.70 છે જ્યારે 52 સપ્તાહ લો લેવલ 8. 39 રૂપિયા છે.
5) Dhruva Capital:- ભારતીય શેરબજારમાં વર્ષ 2022 માં જે પેની સ્ટોક પોતાના રોકાણકારોને શાનદાર વળતર આપીને મલ્ટીબેગર પેની સ્ટોક બનવામાં સફળ રહ્યા હોય તેવી યાદીમાં Dhruva Capital સ્ટોક પણ સામેલ છે. આને વરસની શરૂઆત માત્ર 4.54 થી કરી અને અત્યારે 18.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ પ્રકારે વર્ષ 2022 દરમિયાન આ પેની સ્ટોકે 310 ટકાનું જબરજસ્ત વળતર આપ્યું છે. આનો 52 વીક હાઈ 30.70 રૂપિયા અને બાવન વિક લો 3.50 રૂપિયા છે.
(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)