મોદી: જયારે દુનિયા કોરોના સામે લડી રહી છે, ત્યારે અમુક લોકો આતંકવાદ ના વાયરસ ફેલાવી રહ્યા છે.

આજે આખી દુનિયા કોરોનાને હરાવવા માટે લાખો પ્રયત્નો કરી રહી છે. આખી દુનિયા એકમત બનીને કોરોના સામે જંગ લડી રહી છે. આવા સંકટના સમયે ભારતે આખી દુનિયા માટે માનવતાની એક મિસાઇલ કાયમ કરી છે. ભારતે પોતાના દેશમાં કોરોનાને અટકાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરે છે, સાથે સાથે અન્ય દેશમાં કોરોનાનો કહેર સૌથી વધુ હોય તેવા દેશોની મદદ પણ કરી છે. આમ આજે સમગ્ર દુનિયામાં પીએમ મોદીજી એક વિશ્વનેતા બની ગયા છે. 

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે થયેલી વિડીયો કોન્ફરન્સ દ્રારા ‘ગુટ-નિરપેક્ષ આંદોલન’ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તેમણે કહ્યું કે, ‘અમે અમારી જરૂરત હોવા છતાં દુનિયાના 123 ભાગીદાર દેશોને મેડિકલ સર્વિસિસ પ્રદાન કરી છે. તેમાંથી 59 દેશ ગુટ-નિરપેક્ષ દેશોના સદસ્ય છે. આ સમયે પીએમ મોદીજીએ નામનો ઉલ્લેખ કર્યા વિના જ પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. 

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ‘કોરોના સામે લડવા માટે અમે અમારા આસપાસના દેશોમાં સમન્વયમાં વધારો કર્યો છે. અમે ઘણા દેશ સાથે ભારતની ચિકિત્સાની વિશેષતાઓને એકઠી કરવા માટે ઓનલાઈન ટ્રેનીંગ શરૂ કરાવી છે. અમારી પોતાની જરૂરત હોવા છતાં અમે 123 દેશોમાં મેડિકલ સેવાઓ પ્રદાન કરી છે. અમે કોરોનાનો ઈલાજ અને વેક્સિન શોધવા માટે વૈશ્વિક સ્તર પર  પ્રયાસ કરી રહ્યા છીએ. વિડીયો કોન્ફ્રેંસિંગ પછી પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. 

આ સિવાય પીએમ મોદીજીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર જ પાડોશી દેશ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ‘જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે ઘણા લોકો આતંકવાદ અને ફેક ન્યૂઝ જેવા વાયરસ ફેલાવી રહ્યા છે. આ લોકો છેડછાડ વાળા વિડીયો શેર કરીને દેશ અને સમુદાયને ભિન્ન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.’ 

આ સિવાય પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, તેમણે કોન્ફરન્સમાં આખી દુનિયાના તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિયાય પીએમ મોદીએ કહ્યું છે કે, આજે સમગ્ર માનવતા ઘણા દશક પછી સૌથી મોટા અને ખતરનાક સમયનો સામનો કરી રહી છે. 

પોતાના વાતચીતમાં પીએમ મોદીએ એમ કહ્યું કે, હાલ માનવતા દશકના સૌથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. આવા સમયે ગુટ-નિરપેક્ષ આંદોલન દુનિયાને એક કરવામાં પ્રોત્સાહન આપે છે. ગુટ-નિરપેક્ષ આંદોલન દુનિયાનો સૌથી નૈતિક અવાજ બની ગયો છે. આ દુનિયા કે ધરતીને ટકાવી રાખવા માટે ગુટ-નિરપેક્ષ આંદોલનનો સમાવેશ થવો અનિવાર્ય છે.

Leave a Comment