મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે આખી દુનિયા પર હાવી થઈ ગયું છે. કેમ કે કોરોના વાયરસથી લગભગ આખી દુનિયા ત્રસ્ત થઈ ગઈ છે. તો તેની વચ્ચે એક નવી શંકા પણ ઉભી થઈ હતી. એ શંકા એવી હતી કે મચ્છર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધવાનો ભય છે કે, નહિ ? તો તેના વિશે WHO દ્વારા સમાધાન આપવામાં આવ્યું છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.
વરસાદના મૌસમમાં લગભગ દરેક જગ્યાઓ પર મચ્છરની સમસ્યા વધી જાય છે. મચ્છરના કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. જેનો ખતરો આ મૌસમ દરમિયાન વધુ જોવા મળે છે. તો તેવામાં લોકોના મનમાં એવી શંકા ઉભી થાય છે કે, શું મચ્છરના કરડવાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય શકે છે ? વૈજ્ઞાનિકોએ પહેલી વાર આ વાતની પૃષ્ટિ કરી છે. જેમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મચ્છરોના કરડવાથી કોવિડ-19 નથી ફેલાતો.
મચ્છરોના માધ્યમ દ્વારા કોરોના વાયરસ ફેલાતો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો એવો દાવો છે કે, આ બીમારી માણસોમાં મચ્છરના કરડવાથી નથી ફેલાતી. સાયન્ટિફિક રિપોર્ટ્સ શોધ પત્રિકામાં પ્રકાશિત અધ્યયનમાં પહેલી વાર પ્રયોગિગ રીતે એકત્રિત આંકડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેમાં મચ્છરો દ્વારા કોરોના વાયરસ ફેલાવવાની ક્ષમતાની તપાસ કરવામાં આવી શકે.
અમેરિકાના કંસાસ વિશ્વવિદ્યાલયના અનુસંધાન કર્તા અને શોધ પત્રના સહ લેખક સ્ટિફન હિગ્સે કહ્યું કે, WHO દ્વારા વિશ્વાસ સાથે કહ્યું છે કે, મચ્છરોથી વાયરસ ન ફેલાય શકે. અમે જે અધ્યયન કર્યું તેમાં દાવાની પૃષ્ટિ કરવા માટે પહેલી વાર પ્રમાણિક રીતે આકંડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. વિશ્વવિદ્યાલયના જેવસુરક્ષા અનુસંધાન સંસ્થાનમાં થયેલા અધ્યયન અનુસાર વાયરસ મચ્છરોની ત્રણ સામાન્ય પ્રજાતિઓમાં પ્રજનન કરવામાં અસમર્થ છે અને એટલા માટે તે મચ્છરો દ્વારા માણસ સુધી પહોંચી ન શકે.
વૈજ્ઞાનિકો અનુસાર જો કોઈ સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડે તો પણ વ્યક્તિના લોહીમાં રહેલ કોરોના વાયરસ મચ્છરની અંદર જીવિત ન રહે. એટલા માટે જો એ જ મચ્છર કોઈ બીજા વ્યક્તિને કરડે તો પણ કોરોના નથી થતો. એટલે કે મચ્છરથી કોરોના વાયરસનું સંક્રમણ નથી ફેલાતું.