પત્નીએ પતિના પગ દબાવવાથી થાય છે આ ચમત્કાર… આ ચમત્કાર જાણીને તમે પણ પતિના પગ દબાવવા લાગશો
આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ એક ગૃહિણી વિશે જે ઘરની લક્ષ્મી કહેવાય છે. કહેવાય છે કે જે ઘરમાં પતિવ્રતા નારી હોય છે તે ઘર સ્વર્ગ સમાન ગણવામાં આવે છે. તેમજ તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વધે છે માટે એક ગૃહિણીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
મિત્રો આજે અમે તેના સંબંધિત જ એક મહત્વની વાત લઈને આવ્યા છીએ કે એક સ્ત્રીએ પોતાના પતિના પગ શા માટે દબાવવા જોઈએ. પહેલાના સમયમાં તો પતિની સેવા ચાકરી પોતાની પત્ની દ્વારા ખુબ કરાવવામાં આવતી હતી તે જ સેવા ચાકારીનો એક ભાગ હતો કે પતિના પગ દબાવવા. પરંતુ હવે સમય બદલાય ગયો છે અને સ્ત્રીઓ પતિ સાથે કદમથી કદમ મેળવીને ચાલે છે. એટલે કે બંનેને સમાન દરજ્જો મળેલો છે. માટે પહેલાના સમયમાં જે બધા રીવાજો હતા તે ધીમે ધીમે નાબુદ થતા જાય છે.
આમ પણ તમે કોઈ સીરીયલોમાં કે ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે પણ કોઈ ફિલ્મ કે સીરીયલમાં ભગવાન વિષ્ણુંનું પાત્ર બતાવવામાં આવે છે ત્યારે તેમના પત્ની તેમના ચરણો પાસે બેસીને તેમના પગ દબાવતા હોય છે. તો મિત્રો તેની પાછળ એક ખુબ મોટું કારણ રહેલું છે. કદાચ તેના દ્વારા ભગવાન અને શાસ્ત્રો આપણને તે વાત સમજાવા માંગે છે માટે તેવું દેખાડવામાં આવ્યું છે.
મિત્રો પત્ની પતિના પગ દબાવે તે કાર્ય ખુબ જ શુભ ફળ આપનારું હોય છે. તેનો સૌથી મોટો ફાયદો છે ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે એટલે ઘરમાં ખુબ જ ધનવૃદ્ધિ થાય છે. હવે તમને એવું પણ થાય કે શા માટે થાય કે પત્ની પતિના પગ દબાવે તો ઘરમાં ધન વધે તો તેની પાછળ સૌથી મોટું કારણ રહેલું છે ગ્રહ સંબંધિત બાબત.
મિત્રો આપણા શરીરમાં નવે નવ ગ્રહ સ્થિત હોય છે. પુરુષના ઘૂંટણ હોય છે ત્યાંથી લઈને પગની પેની સુધીનો જે ભાગ હોય છે તે ભાગ શનિનો હોય છે. તેવી જ રીતે સ્ત્રીના હાથના કાંડાથી લઈને તેના હાથની આંગળીઓ સુધીનો ભાગ શુક્રનો હોય છે. હવે તમને જણાવી દઈએ કે જ્યારે પણ શુક્રનો પ્રભાવ શનિ પર પડે ત્યારે ધનનો યોગ બને છે અને જો એક સ્ત્રી પોતાના પતિના પગ દબાવે તો શુક્રનો સૌથી સારો અને શુભ પ્રભાવ શનિ પર પડે છે જેના કારણે ઘરમાં ધનયોગ બને છે અને વધારે ધન પ્રાપ્તિ થાય છે.
મિત્રો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જ્યારે જ્યારે શનિ પર શુક્રનો પ્રભાવ થશે ત્યારે ત્યાં ધનની વર્ષા થશે. મતલબ જે ઘરમાં સ્ત્રી પોતાના હાથના શુક્રથી પતિના પગના શનિ પર પ્રભાવ પાડે છે તો તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી સર્જાતી તેમજ તેઓ કોઈ વેપાર કરતા હોય તો તેમનો વેપાર ખુબ સારો ચાલવા લાગે છે અને ઘરમાં અપાર ધન વર્ષા થાય છે.
પહેલાના જમાનામાં લોકો અને શાસ્ત્રો જાણતા હતા માટે તેમણે આવો નિયમ બનાવ્યો હતો જેથી આ રીતે શનિ પર શુક્રનો પ્રભાવ પાડી શકાય અને એક હજુ મહત્વની વાત જણાવી દઈએ કે જે ઘરમાં શુક્ર પર શનિનો પ્રભાવ પડે તે ઘરમાં દરિદ્રતા જ છવાયેલી રહે છે. આજના સમયમાં કોઈ સ્ત્રીને પતિના પગ દબાવવાનું કહેવામાં આવે તો તે પોતાને દાસી સમજી બેસે છે પરંતુ હકીકતમાં તેવું કંઈ નથી હોતું. ગ્રહો પર સારો પ્રભાવ રહે તેના માટે એક સ્ત્રીને પતિના પગ દબાવવાનું પહેલાના સમયમાં કહેવાતું હતું. તે રીવાજ ક્યાંકને ક્યાંક આપણા માટે જ લાભદાયી હતો.
તમને શું લાગે છે પત્નીએ પતિના પગ દબાવવા જોઈએ કે નહિ તે કોમેન્ટમાં લખી જણાવો…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક રો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
5
Yes apcos rigth
Very nice very good