અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
ઓક્ટોબરથી બદલી જશે લાયસન્સ અને આરસી બુક.. બધું થશે ઓનલાઈન, નિયમ ભંગ કરનાર કોઈ બચી નહિ શકે… જાણો પૂરી માહિતી અને બીજા જાની શકે એ માટે શેર પણ કરજો
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજકાલ સડકો પર ખુબ જ વાહનો નીકળે છે. આજે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ વાહન વગર રહી નથી શકતો. કેમ કે યુગ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. એટલા માટે દરેલ લોકો પોતાના વાહન વસાવવા લાગ્યા છે. પરંતુ વાહન આવડી પણ જાય પરંતુ તેના માટે આપણે સરકાર પાસેથી લાઇસન્સ લેવું આવશ્યક હોય છે. સરકાર દ્વારા વાહનની પરમિશન માટે ગ્રાહકે આરસી બુક પણ કઢાવવી પડતી હોય છે.
પરંતુ આજકાલ બધા જ જાણીએ છીએ કે લાયસન્સ અને આરસી બુક માટે સરકાર દ્વારા નવા નવા નિયમો બહાર આવે છે. તેમાં પણ આજે એક નિયમ બહાર આવ્યો છે. જેના વિશે આજે અમે તમને જણાવશું.
આ નિયમ ઓક્ટોબર મહિનામાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે. ઓક્ટોબર 2019 માં આખા ભારતભરમાં ડ્રાયવીંગ લાયસન્સ અને આરસી બુક એક જ સરખા થઇ જશે. તેનો મતલબ કે એક પૃફમાં બંને વસ્તુનો સમવેશ થઇ જશે. કોઈ પણ એક જ આઈડી પ્રૂફમાં લાયસન્સ અને આરસી બુકની જાણકારીનો સમાવેશ થઇ જશે. આ વખતે ટ્રાન્સપોર્ટના મંત્રીએ નોટીસ જારી કરી છે કે લાયસન્સ અને આરસી બુકમાં માઈક્રોચીપ અને ક્યુઆર કોડ હશે.
તેના દ્વારા આપણા વાહનનો દરેક રેકોર્ડ અને આપણી બધી જ જાણકારી પણ તેમાં રહેલી હશે. તે લાયસન્સ દ્વારા આપણે જ્યારે જ્યારે નિયમોનું ઉલંઘન કર્યું હશે તેનો રેકોર્ડ પણ તેમાં રહેલો હશે. તેમાં આપણી વાહનને લગતી અને આપણે તોડેલા નિયમોનો રેકોર્ડ આપમેળે જ તેમાં જમા થઇ જશે.
આ ક્યુઆર કોડના જરીયાથી કેન્દ્રીયમંત્રી ઓનલાઈન ડેટાબેઝથી ડ્રાયવર અથવા વાહનના પાછળના બધા જ રેકોર્ડને એક ડીવાઈસથી જાણી શકાશે. તે ડીવાઈસને ટ્રાફિક પોલીસને આપવામાં આવશે અને તેના દ્વારા તે કોઈ પણ વાહનનો પાછળનો ગુનાનો રેકોર્ડ હશે અથવા તો નિયમો તોડ્યા હોય તેના તેની જાણકારી તરત જ જાણવા મળી જશે. તે ડીવાઈસમાં લાયસન્સ અને આરસી બંનેનું બનાવેલું એક કાર્ડ હશે તેને તે ડીવાઈસમાં નાખવામાં આવે ત્યાર બાદ તેનો ક્યુઆર કોડ પણ તે ડીવાઈસમાં એડ કરે એટલે ડ્રાયવર સહીત વાહનની બધી જાણકારી ટ્રાફિક પોલીસને મળી જાય છે.
સરકારનું એવું કહેવું છે કે આના પહેલા આ રીતે લાયસન્સ અને વાહનની આરસીમાં જાણકારીઓને લઈને ટ્રાફિક પોલીસને છેતરી નહી શકાય. કેમ કે ઘણી વાર એવા ખોટા લાયસન્સ અને આરસી બુક બતાવીને ટ્રાફિક પોલીસને છેતરવામાં આવતા હતા. બધા જ રાજ્યોમાં આ નિયમ લાગુ પાડી દેવામાં આવશે. તેના કારણે લાયસન્સ અને આરસી બુકના રેકોર્ડ ઓનલાઈન જ રહે છે. તેનાથી તમે કોઈ પણ રાજ્યમાં જાવ તો પણ ખુબ જ સરળતા રહે છે. કેમ કે એકજ કાર્ડમાં બધી માહિતી ઉપલબ્ધ હોય છે.
મંત્રાલય દ્વારા આ નિયમને જારી કરવા માટે ઓક્ટોબર સુધીના સમયને જણાવ્યો છે. સરકાર દ્વારા આ નિયમ બનાવતા પહેલા બધા જ પક્ષોને આ નિયમ વિશે રાય માંગી હતી. અને ટ્રાફિક કંટ્રોલની સમસ્યાના ઉકેલ માટે આ નિયમને જારી કરવા માટે બધાએ સહમતી દર્શાવી છે. ત્યાર બાદ આ નિયમને જારી કરવામાં આવ્યો હતો.
આ નોટિફિકેશન પ્રમાણે બધા જ રાજ્યોમાં પહેલી ઓક્ટોબરથી ડ્રાયવીંગ લાયસન્સ અને વાહનોના રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ એટલે કે આરસી બુક, પીવીસી આધારિત બનાવવા પડશે. તેમાં એક ચીપ લાગેલી હશે તેમાં જ આપણા વાહનની બધી જ જાણકારી હશે. તેનો આખો રેકોર્ડ પણ ઓનલાઈન રહેશે. તમે ગમે તે જગ્યા પર ભુલ કરી હોય તેનો ડેટા સેવ થતો જશે.
આપણા આખા ભારતમાં લગભગ રોજના 32000 ડ્રાયવીંગ લાયસન્સ આપવામાં આવે છે અથવા તો રીન્યુ પણ કરવામાં આવે છે. અને લગભગ રોજની 43000 ગાડીઓ પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.
આ ડ્રાયવીંગ લાયસન્સમાં અને આરસી બુકમાં માત્ર 15 થી 20 રૂપિયાનો જ ખર્ચ થશે. આ નિયમથી ગ્રાહકો અને ટ્રાફિક કંટ્રોલ ખાતા બંનેને ખુબ જ લાભ થશે. તો મિત્રો આ હતી નવા લાયસન્સની જાણકારી. મિત્રો બધા માટે આ નિયમ લાગુ પડવા જઈ રહ્યો છે માટે આ લેખને બને એટલો શેર કરો જેથી બધાને આ માહિતીઓ વિશે જાણ થાય.
આ આર્ટીકલ શેર જરૂર કરજો જેથી બીજા લોકો પણ આ માહિતી મેળવી શકે અને બીજા લોકોને શેર પણ કરી શકે. તમને કેવો લેગ્યો આ આર્ટીકલ કોમેન્ટમાં જણાવો.. (ખુબ સરસ, સરસ કે એવરેજ)
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very help full