ઉત્તર કોરિયાના તાનાશાહે જાહેર કર્યો નવો નિયમ, માસ્ક ન પહેરવા પર થશે આ ગંભીર સજા…!

કોરોના વાયરસના વધતા કહેરને જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પણ ગભરાઈ ગયા છે. તેથી જ તેમણે માસ્ક નહિ પહેરનારા લોકો વિરુદ્ધ ગંભીર સજાનું એલાન કર્યું છે. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે ઉત્તર કોરિયાના કિમ જોંગ કેટલા ઘાતક છે. તો તેણે જાહેર કરેલું એલાન પણ એવું જ કંઈક હોય શકે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અમેરિકી ન્યૂઝ સાઈટ રેડિયો ફ્રી એશિયા અનુસાર, ઉત્તર કોરિયાએ કોરોનાના પ્રચારને નિયંત્રણ કરવા માટે ગંભીર પગલું ભર્યું છે. હવે માસ્ક નહિ પહેરનારા લોકોએ 3 મહિના સુધી મજૂરી કરવી પડશે. સરકારના આ આદેશથી લોકોમાં ભયની લાગણી જન્મી છે. જો કે, કિમ જોંગ ઉનના આ નિર્ણયનો વિરોધ કરવાની હિંમત કોઈ કરી શકતું નથી. 

ઉત્તર કોરિયા પ્રશાસન દ્વારા આ આદેશ પર અમલ સુનિશ્ચિત કરવા માટે પોલીસની સાથે સાથે કોલેજ અને હાઈસ્કુલના વિદ્યાર્થીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો ફરી-ફરીને લોકો પર નજર રાખશે અને જે વ્યક્તિ માસ્ક વગર દેખાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

રેડિયો ફ્રી એશિયાના એક ઉત્તર કોરિયાઈ અધિકારીની ઓફિસેથી જાણકારી મળી છે કે, ગંભીર રીતે કાર્યવાહી કરવાનો આદેશ કોરોનાના ભયને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદાનો ભંગ કરનારા લોકોને 3 મહિના સુધી મજૂરી કરવી પડશે. પછી કોઈ પણ હોય આ નિયમ દરેક પર લાગુ પડશે.

આમ, તો ઉત્તર કોરિયામાં કોરોના વાયરસના સંબંધમાં કોઈ ખાસ જાણકારી મળી નથી. પરંતુ ગયા મહિને ઉત્તર કોરિયાથી ચીની પ્રાંતોમાં સંક્રમણની ખબરોને સરકારની બેચેની વધારી દીધી છે. કોરોનાના સંક્રમણથી રક્ષણ મેળવવા તથા પ્રજામાં ગંભીરતા પૂર્વક જાગૃતી લાવવા માટે કિમ જોંગ ઉને તરત જ નિયમ જાહેર કર્યો અને પહેલી જુલાઈના વિદ્યાર્થીઓને રજા પર મોકલી દીધા હતા. 

RFA અનુસાર, 2 જુલાઈના રોજ કિમ જોંગ ઉનની અધ્યક્ષતા હેઠળ કોરિયન વર્કર્સ પાર્ટીની એક બેઠક થઈ હતી, જેમાં કોરોના સામે લડત આપવા માટે તથા સંક્રમણથી બચવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં હતા. તે સાથે જ ઘણા વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે કિમ જોંગ ઉન અનુસાર વાયરસને નિયંત્રિત કરવામાં તે અસફળ રહ્યાં હતા. તેથી જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખીનય છે કે, ગુજરાત સરકારે પણ કોરોના વાયરસના સંક્રમણથી બચવા તથા લોકોમાં માસ્ક પહેરવાની ગંભીરતા લાવવા માટે માસ્ક નહિ પહેરનાર પાસેથી 200 રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું છે. જે પ્રજાના સ્વાસ્થ્ય તથા હિતને ધ્યાનમાં રાખીને જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 

Leave a Comment