આજે નાગ પંચમી પર કરવી જોઈએ આ આઠ નાગોની પૂજા, મળે છે આ લાભ.

મિત્રો આપણે ત્યાં ઘણા બધા તહેવારો અને ધાર્મિક માન્યતાઓને માનવામાં આવે છે. તો તેવી જ રીતે આપણે ત્યાં નાગ પંચમી પણ મનાવવામાં આવે છે. નાગ પંચમી દર વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પાંચમની તિથી પર મનાવવામાં આવે . નાગ પંચમીના દિવસ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તો ધર્મિક માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો નાગ દેવતાની પૂજા કરીએ તો કુંડળીમાં રાહુ અને કેતુ સંબંધિત દોષ હોય તો એ દુર થાય છે. નાગ પંચમીના દિવસે કાલસર્પ યોગની પૂજા કરવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે મહિલા નાગ દેવતાને ભાઈ માનીને તેનું પૂજન કરે છે અને ભાઈ સમજીને નાગ દેવતા પાસે પોતાના પરિજનોની રક્ષા માટે આશીર્વાદ માંગે છે. તેમજ નાગ દેવતા પોતાનું સ્થાન પણ ખુબ જ પવિત્ર જગ્યા પર ધરાવે છે. નાગ દેવતા ભગવાન શિવજીના ગળામાં હાર રૂપે જોવા મળે છે, તો ભગવાન વિષ્ણુની શૈયા જ નાગ દેવતા છે. 

સામાન્ય જીવનમાં પણ નાગ દેવતા સાથે લોકો જોડાયેલા છે. એ જ કારણે નાગ દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે. ભક્તો આ દિવસે નાગ દેવતાને દૂધ અને ધાન ચડાવીને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ માંગે છે. મહાભારતમાં નાગોની ઉત્પત્તિનું વર્ણન જોવા મળે છે. મહાભારત અને આદિ ગ્રંથોમાં નાગ દેવતાની ઉત્પત્તિ વિશે વિશેષ જણાવવામાં આવ્યું છે. ખરેખર તો નાગ પંચમીના દિવસે આઠ નાગોની પૂજા થવી જોઈએ. તો ચાલો જાણીએ એ આઠ નાગ ક્યાં છે અને શું તેની વિશેષતા છે. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

અનંત (શેષનાગ) : ભગવાન વિષ્ણુના સેવક શેષનાગની સહસ્ત્ર ફેણ પર આ ધરતી ટકી છે. બ્રહ્માના વરદાનથી તે પાતાળલોકના રાજા પણ છે. રામાયણ કાળમાં લક્ષ્મણનો અવતાર લઈને શેષનાગ આવ્યા હતા અને મહાભારતમાં બલરામના રૂપમાં શેષનાગના અંશ હતા.

વાસુકી : વાસુકી ભગવાન શિવજીના સેવન તરીકે ઓળખાય છે. સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત પર મથની તથા વાસુકીને દોરડું બનાવવામાં આવ્યું હતું. મહાભારત કાળમાં તેણે ભીમને બચાવ્યો હતો. પદ્મ : પદ્મ નાગોનું ગોમતી નદીની પાસે નેમિશ નામક ક્ષેત્ર પર શાસન હતું. ત્યાર બાદ મણીપુરમાં આવીને વસી ગયા. એવું પણ કહેવાય છે કે આસામમાં નાગવંશી તેના જ વંશજ છે.

મહાપદ્મ : વિષ્ણુપુરાણમાં સર્પના વિભિન્ન કુળમાં મહાપદ્મનું નામ સામે આવ્યું હતું. તક્ષક નાગ : તક્ષક નાગનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે. તક્ષક નાગ પાતાળમાં નિવાસ કરતા આઠ નાગોમાંથી એક છે. તે માતા કદૃના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો અને તેના પિતા કશ્યપ ઋષિ હતા. તક્ષક ‘કોશવંશ’ વર્ગનો હતો. તે કાદ્રવેય નાગ છે. માનવામાં આવે છે કે તક્ષકનું રાજ તક્ષશીલામાં હતું.  કુલિક નાગ : કુલિક નાગ જાતીમાં બ્રાહ્મણ કુળના માનવામાં આવે છે. કુલિક નાગનો સંબંધ બ્રહ્માજી સાથે છે એવું માનવામાં આવે છે. 

કર્કટ નાગ : કર્કટ નાગ શિવજીના ગણ છે. પૌરાણિક કથાઓ અનુસાર, સાપોની માતા કદૃએ જ્યારે સર્પ યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ભયભીત થઈને કલંબ નાગ બ્રહ્માજીના લોકમાં, શંખચુડ’ મણીપુર રાજ્યમાં કાલિયા નાગ યમુનામાં ધૃતરાષ્ટ્ર નાગ પ્રયાગમાં, એલાપત્ર બ્રહ્મલોકમાં અને અન્ય કુરુક્ષેત્રમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. શંખ નાગ : નાગોના આઠ કુળમાં એક શંખ છે. શંખ નાગ જાતિઓમાં સૌથી બુદ્ધિમાન છે. 

Leave a Comment