મિત્રો ચાલુ વર્ષ 2020 માં શરદ નવરાત્રી 17 ઓક્ટોબર, શનિવારથી પ્રારંભ થઈ રહી છે અને 10 દિવસ સુધી ચાલુ ચાલનાર દેવી શક્તિને સમર્પિત આ પર્વ 26 ઓક્ટોબર, સોમવાર સુધી દેશભરમાં હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવશે. આ વખતે અધિકમાસ હોવાને કારણે શારદીય નવરાત્રિ એક મહિના પછી શરૂ થશે. હિંદુ પંચાગ પ્રમાણે પિતૃપક્ષની સમાપ્તિ થયા બાદ બીજા દિવસે જ શારદીય નવરાત્રી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે અધિક માસ હોવાનાના કારણે પિતૃપક્ષની વિદાય પછી પણ નવરાત્રીનો તહેવાર થઈ શક્યો નહિ. આ વખતે નવરાત્રી 17 ઓક્ટોબર 2020 થી શરૂ થઈને 25 ઓક્ટોબર સુધી શરૂ રહેશે. હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાના નવ રૂપની પૂજા કારવામાં આવે છે. એ સાથે જ કન્યા પૂજાનું પણ મહત્વ રહેલું છે. તો આજે આ લેખમાં અમે તમને નવ દુર્ગાના મહત્વ વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
આ સમયમાં લોકો “માં શક્તિ”ને તેના ઘર-પરિવાર પર કૃપા બનાવી રાખવા માટે અને આવતા વર્ષે ફરી પાછા આવવા માટે પ્રાર્થના કરે છે. દેવીના દર્શન અને 9 દિવસ સુધી વ્રત અને હવન કર્યા પછી કન્યા પૂજન ખુબ મહત્વનું માનવામાં આવે છે. કન્યા પૂજા સપ્તામીના દિવસથી શરૂ થઈ જાય છે. સપ્તમી, અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓને દેવીનું રૂપ માની તેનું પૂજન કરવામાં આવે છે. કન્યા પૂજનમાં કન્યાઓના પગ ધોવામાં આવે છે અને તેને આદર-સત્કાર સાથે ભોજન કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે ભક્ત કન્યા પૂજન કરે છે તેને માતાજી સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે.
કન્યા પૂજનનું મહત્વ : શુભ કર્યોનું ફળ પ્રાપ્ત કરવા માટે કન્યા પૂજન કરવામાં આવે છે. કન્યા પૂજનથી આદર, ધન, વિદ્યા અને તેજ પ્રાપ્ત થઈ છે. તેનાથી વિઘ્ન, ભય અને શત્રુઓનો નાશ પણ થાય છે. હવન, જાપ અને દાનથી દેવી એટલા પ્રસન્ન નથી થતા જેટલા કન્યા પૂજનથી પ્રસન્ન થાય છે.શું હોય છે કન્યા પૂજનમાં : નવ કન્યાઓને નવદુર્ગાના રૂપમાં તેનું પૂજન કર્યા પછી ભક્ત તેનું વ્રત પૂરું કરે છે. ભક્ત તેની યથાશક્તિ પ્રમાણે નેવૈદ્ધ અર્પણ કરી દક્ષિણા આપે છે. તેનાથી માતા પ્રસન્ન થાય છે. કન્યા પૂજનમાં 2 થી 11 વર્ષની 9 બાળકીઓની પૂજા કરવામાં આવે છે. ખરેખર, બે વર્ષની કુમારી, ત્રણ વર્ષની ત્રિમૂર્તિ, ચાર વર્ષની કલ્યાણી,પાંચ વર્ષની રોહિણી, છ વર્ષની બાલિકા, સાત વર્ષની ચંડિકા, આઠ વર્ષની શામ્ભાવી, નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની કન્યા સુભદ્રા કહેવામાં આવે છે.
કન્યા પૂજન કેમ કરવામાં આવે છે : દેવી પુરાણ પ્રમાણે ઇન્દ્રએ જ્યારે બ્રહ્માજીને ભગવતીને પ્રસન્ન કરવાની વિધિ વિશે પૂછ્યું ત્યારે સર્વોત્તમ વિધિના રૂપમાં કુમારી પૂજન છે એવું બ્રહ્માજીએ કહ્યું હતું. નવ કુમારી કન્યાઓ અને એક કુમારને વિધિવત ઘરે બોલાવી અને તેના પગ ધોઈને રોલી-કુમકુમ લગાવીને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યાર પછી તેને વસ્ત્ર-આભુષણ, ફળ-પકવાન અને અન્ન આપવામાં આવે છે. તેનાથી ભક્ત પર હંમેશા માં શક્તિની કૃપા રહે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google