હવા પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, આજ જોઈએ તો ગમે ત્યાં પ્રદુષણની સમસ્યા ઘટવા ને બદલે વધી રહી છે. આ સમસ્યા લોકોને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આવા પ્રદૂષણનો ખતરો હવે એટલો વધી ગયો છે કે લોકોનો જીવ હવે મોતની કિનાર પર ઉભેલો છે. તો આવા સમયે એક એવી વાત સામે આવી છે કે પ્રદૂષણને કારણે લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. તમે વિચારશો કે આ કંઈ રીતે ? તો તે જાણવા માટે વાંચો આ આર્ટીકલને અંત સુધી.
જાણવા મળતી વિગત અનુસાર એવું જાણવા મળ્યું છે કે ‘પર્યાવરણીય સ્વાસ્થ્ય પર્સ્પેક્ટિવ્સ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એવું કહેવામા આવ્યું છે કે, વધતું જતું હવાનું પ્રદૂષણ યુવા પેઢીમાં હતાશા, અસ્વસ્થતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. તેના કારણે લોકોમાં આત્મહત્યાનું વલણ પણ વધી રહ્યું છે.આ અંગે વધુમાં વાત કરીએ તો હવાનું પ્રદૂષણ બહુ ગંભીર બાબત ન લાગે. પરંતુ તે આપણા મગજ અને મન પર ખુબ જ નકારાત્મક અસર કરે છે. વાયુ પ્રદૂષણની સમસ્યા એ છે કે હવે તે ફક્ત શહેરો અને નગરોમાં જ નહીં પરંતુ ગામડાઓની શુદ્ધ તાજી હવાને ઝેર આપી રહ્યું છે. શું તમે જાણો છો કે તમે જે હવામાં શ્વાસ લઈ રહ્યા છો તે કેટલી દૂષિત છે. તે તમારા જીવનકાળ પર શું અસર કરશે ? બાળકો, વૃદ્ધ, યુવાન અને સગર્ભા સ્ત્રીઓ પર પણ તેની ખરાબ રીતે અસર થઈ રહી છે. દેશની રાજધાની દિલ્હીની સ્થિતિ ખરાબથી પણ વધુ ખરાબ થઈ ગઈ છે.
આ સિવાય એવા પણ કેટલાક દેશો છે કે જ્યાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે. તે દિવસે લોકો તેમના ઘરથી બહાર જવાનું બંધ કરી દે છે. તેમાંનું એક શહેર દક્ષિણ એશિયાના સિઓલ છે. જ્યાં હવાના પ્રદૂષણને કારણે યુવા પેઢીમાં હતાશા અને અસ્વસ્થતા જેવી સમસ્યાઓ પણ નોંધાઈ રહી છે. તાજેતરના અધ્યયનમાં પણ એ વાત બહાર આવી છે કે હવાના પ્રદૂષણની અસર લોકોના શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પણ માનસિક રીતે પણ પડી રહી છે. તેની અસર બાળકોના સ્વાસ્થ્ય ઉપર વધુ જોવા મળે છે.આ ઉપરાંત અમુક સમયે, વાયુ પ્રદૂષણ પણ લોકોના મૃત્યુનું કારણ બની શકે છે. હવામાં પ્રદૂષણ માત્ર અસ્થમાના દર્દીઓ માટે જ નહીં, પરંતુ હાર્ટના દર્દીઓ માટે પણ ખુબ નુકસાનકારક છે. આ સિવાય વેબસાઇટ ‘એન્વાયર્નમેન્ટલ હેલ્થ પર્સ્પેક્ટિવ્સ’ વેબસાઇટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વાયુ પ્રદૂષણમાં વધારો યુવા પેઢીમાં હતાશા, અસ્વસ્થતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોનું કારણ બને છે. અન્ય માનસિક સમસ્યાઓ બહાર આવી શકે છે. તેના કારણે લોકોમાં આત્મહત્યાનું વલણ પણ વધી રહ્યું છે. માનસિક તાણ વધવાના કારણે લોકો આજકાલ આત્મહત્યા પણ કરવા લાગ્યા છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google