મિત્રો આજે અમે તમને દિલ્લીની એક છોકરી વિશે જણાવશું, જે આપણને એવું પ્રતીત કરાવે છે કે જીવનમાં ગમે તેવી આપણી હાલત આવી જાય પરંતુ ક્યારેય હાર ન માનવી જોઈએ. આ છોકરીએ હાર ન માનવાની એવી પ્રેરણા દીધી છે, જેને સાંભળીને તમે પણ તેના પર ગર્વ અનુભવશો. મિત્રો તમે એક ડાયલોગ જરૂર સાંભળ્યો જ હશે કે, “આપણે એક વાર જ જીવીએ છીએ, અને એક વાર મરીએ છીએ.” પરંતુ આજે અમે જિંદગી અને મૃત્યુ વચ્ચે કેવી રીતે પોતાની જિંદગી જીવી છે તેની જેવી એક છોકરી વિશે જણાવશું. જેનું નામ છે આંચલ શર્મા. તો ચાલો જાણીએ આંચલ શર્મા વિશે અદ્દભુત વાત. આ લેખ વાંચ્યા બાદ બધા જ લોકોને પોતાના જીવન પ્રત્યેની મહત્વતા સમજાય જશે, માટે આ લેખને અવશ્ય દરેક લોકોએ વાંચવો જોઈએ.
દિલ્લીના રંગપુરી વિસ્તારમાં આંચળ શર્મા રોજ ઝુંપડપટ્ટી વિસ્તારના 100 થી 200 બાળકોને જમાડે છે. તમને જણાવી દઈએ કે આંચલ કેન્સર જેવી ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. હાલ આંચલની કીમીયોથેરાપી ચાલી રહી છે. પરંતુ આંચલ આ વાતનું દુઃખ કરવાને બદલે લોકોમાં ખુશીઓ વહેંચી રહી છે. પરંતુ ડોક્ટરથી લઈને બાળકોની મુસ્કાન પણ આંચલને ખુબ જ પસંદ છે. તમને જણાવી દઈએ કે ઘણા બધા ઉતાર ચઢાવ આંચલની જિંદગીમાં આવ્યા છે. ખબર અનુસાર આંચલે પોતાની જિંદગીમાં દરેક સમયનો અનુભવ કરી લીધો છે. ભૂખમરાથી લઈને ઘરેલું હિંસા સુધી, લાખોની ધોખાધડીથી લઈને નાની બહેનની હત્યા સુધી બધી વસ્તુનો સામનો કર્યો છે. પરંતુ આંચલને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર વિશે વર્ષ 2017 માં ખબર પડી.
આંચલનો જન્મ એક નીચા માધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. આંચલના પિતા ઓટો ચલાવતા હતા. આંચલના પિતાએ પોતાની બધી જ કમાણી અને બચત લોકોની સલાહ પર એક જગ્યાએ રોકાણ કરી દીધું હતું. ત્યાર બાદ તેમની પરિસ્થિતિ સુધરવાને બદલે બદથી બત્તર થઇ ગઈ હતી. આંચલના પિતા દારૂ પણ પીવા લાગ્યા. ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી હતી.
આંચલે જણાવ્યું કે એક કારખાનામાં તેમની માતાએ મજદુરી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ત્યાં મજદુરોની છંટણી કરવાને કારણે તેમની માતાને પર કામ પરથી છુટ્ટા કરી દેવામાં આવ્યા. આંચલ જણાવે છે કે તેમની જિંદગીમાં એક સમય એવો પણ હતો, જ્યારે તેમની પાસે ખાવાના પણ પૈસા ન હતા.પૈસાની તંગીના કારણે આંચલે અને તેના ભાઈએ અધવચ્ચે જ સ્કુલ છોડી દીધી. આર્થિક તંગીના કારણે સ્કુલ છોડ્યા બાદ આંચલે એક રીશેપ્સનિસ્ટ અને તેના ભાઈએ મેકેનિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સ્કુલની ડીગ્રી ન હોવાના કારણે તેને ઓછો પગાર મળતો હતો. ત્યાર બાદ પોતાના મિત્રની મદદથી આંચલે રીયલ એસ્ટેટમાં જોબ શરૂ કરી હતી. ત્યાં આંચલે એક એજન્ટ તરીકે કામ કર્યું પરંતુ તે દરમિયાન 2.5 લાખ રૂપિયાની ધોખાધડી થઇ ગઈ.
આંચલને એક નાની બહેન પણ હતી, જેણે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ પાંચ મહિના બાદ તેની બહેનની હત્યાની ખબર સામે આવી. ત્યાર બાદ આંચલે પોતાની બહેનને ન્યાય અપાવવાની લડાઈ પણ શરૂ કરી. પોતાની બહેનની હત્યાના મામલામાં તેના પતિને આજીવન કારાવાસની સજા થઇ.
ત્યાર બાદ આંચલના પરિવારજનોએ આંચળ પર લગ્નનું દબાણ શરૂ કર્યું. આંચલે લગ્ન કરી લીધા પરંતુ પૈસાના કારણે સાસરીવાળાએ આંચલને માનસિક અને શારીરિક રૂપે તંગ કરવાનું શરૂ કર્યું. આંચલે પોતાના પતિને ત્રણ મહિનામાં છોડી દીધો અને તલાક પણ લઇ લીધા.
તલાક બાદ આંચલે ફરીથી રીયલ એસ્ટેટમાં કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે આંચલની માતા પણ બીમાર રહેતી હતી. માતાના ઇલાજનો એકમાત્ર સહારો આંચલ જ હતી. તે દરમિયાન વર્ષ 2017 માં આંચલને બ્રેસ્ટ કેન્સર થયું છે તેવી જાણ થઇ. કેન્સર જેવી બીમારી સાંભળીને હર કોઈ ડરી જતા હોય છે. પરંતુ આ બીમારીથી ડરવાને બદલે આંચળ પોતાની જિંદગીને પુરા ઉત્સાહથી જીતી છે. આંચળ કહે છે કે જો તમારે તમારી જિંદગીને ખુશહાલ બનાવવી છે તો તેને દરેક પ્રકારે સંભવ કોશિશ કરવી પડશે.
આંચળ એક દિવસ પોતાનો ઈલાજ કરાવીને પાછી આવી રહી હતી, ત્યારથી તેણે પટ્ટીના બાળકોને જમાડવાનું શરૂ કર્યું. આંચલ ટ્રાફિક સિગ્નલ પર હતી. ત્યાં એક બાળક ભીખ માંગતો હતો અને તેની પાસે આવ્યો અને આંચલે તેને પૈસા આપવાને બદલે તેને એક રેસ્ટોરન્ટમાં લઈને જમાડ્યો.
બાળકોના કપડાં જોઇને રેસ્ટોરન્ટના માલિકે તેને જમવાનું આપ્યું નહિ. આ કટુ સત્ય જોઇને આંચળ અંદરથી તૂટી ગઈ. ત્યાર બાદ આંચલ પોતે ઘરેથી જમવાનું બનાવીને રંગપુરી ગરીબ વસ્તીના બાળકોને જમવાનું આપવા લાગી. બાળકોની સાથે સાથે તે જરૂરીયાતમંદ વ્યક્તિઓને પણ જમવાનું ખવડાવે છે. મિલ ઓફ હેપ્પીનેસ નામના એનજીઓની શરૂઆત પણ આંચલે પોતાના પ્રયાસને આગળ વધારવા માટે કરી હતી. આંચલનું સપનું છે કે તે 5000 થી પણ વધારે બાળકોને રોજે જમવાનું આપી શકે. તેના માટે આંચળ ક્રાઉડ ફંડિંગ પણ કરી રહી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google