પરણિત મહિલાઓ આખું વર્ષ કડવાચૌથના વ્રતની જીજ્ઞાસા સાથે રાહ જોતી હોય છે. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ આ દિવસે વ્રત કરે છે અને પતિની મંગલ કામના પણ કરે છે. પરણિત મહિલાઓ માટે કડવાચૌથનું વ્રત જીવનમાં ખુબ જ મહત્વ રાખે છે. જેનું ખાસ મહત્વ હોય છે. પરંતુ આ વર્તને બધા જ વ્રતો કરતા કઠીન માનવામાં આવે છે. કેમ કે આ દિવસના વ્રતમાં આખો દિવસ પાણી પીવાની પણ મનાઈ હોય છે.
આ વરતમાં મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત ક્કરે છે અને રાત્રે ચંદ્રને જોયા પછી પોતાના વ્રતને ખોલે છે. પરંતુ આ વ્રતને કરવામાં ખુબ જ સાવધાની રાખવી પડે છે. કડવાચૌથના દિવસે અમુક ખાસ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને જણાવશું નવી દુલ્હને અમુક વસ્તુથી કડવાચૌથના દિવસે દુર રહેવું ખુબ જ જરૂરી હોય છે. તો ચાલો જાણીએ કે કડવાચૌથના વ્રતમાં કંઈ વસ્તુથી દુર રહેવું જોઈએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
સૌથી પહેલા છે આ વસ્તુનું દાન કરતા બચવું જોઈએ : કડવાચૌથના દિવસે પરણિત મહિલાએ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની સફેદ વસ્તુનું દાન આ દિવસે ન કરવું જોઈએ. ભલે કોઈ ખાવાની વસ્તુ હોય તો પણ ન કરવું. દૂધ, પનીર, દહીં વગેરે કોઈ પણ વસ્તુ કોઈને દાનમાં ન આપવી.
સૌથી જરૂરી હોય છે સરગી : કડવાચૌથ પર નવી દુલ્હને ખુબ જ ધ્યાન રાખવું જોઈએ કે તેની સરગી તેની પાસે જ રહે. સરગી એ હોય છે કે, સાસુ સવારના સમયે નવી દુલ્હનને ખાવા માટે આપે છે. તેમાં બદામ અને સુકો મેવો હોય છે અને સાથે સાથે સુહાગની નિશાની પણ હોય છે. જે આ દિવસે પોતાની પાસે જ રાખવું જોઈએ.
સોઈ અને દોરાનો ઉપયોગ ના કરવો : કડવાચૌથના દિવસે કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમાં કતાર, સોઈ, ચાકુ વગેરે કોઈ પણ ધારદાર વસ્તુ હોય તેનાથી બને એટલું આ દિવસે દુર રહેવું જોઈએ. ના પહેરવા જોઈએ કાળા અને સફેદ રંગના કપડાં : હિંદુ ધરમ અનુસાર કોઈ પણ શુભ કાર્ય સમયે સફેદ અને કાળા રંગના કપડાં પહેરવા શુભ નથી માનવામાં આવતા. જો તમે પણ કડવાચૌથ પર સફેદ અને કાળા રંગના કપડાં પહેરવાથી બચો. બની શકે ત્યાં સુધી આ દિવસે નવી દુલ્હને લાલ રંગના કપડાં જ પહેરવા જોઈએ. કેમ કે લાલ રંગ સુહાગની નિશાની છે.
ભજન અને કીર્તન કરવા જોઈએ : કડવાચૌથનના દિવસે વ્રત કરીને કથા પણ સાંભળવી જોઈએ. પરંતુ સાંજની પૂજા બાદ, ચંદ્રને જોયા પહેલા ભજન અને કીર્તન જરૂર કરવા જોઈએ. કડવા માં ના ગીત અને ભજન તમે આસપાસની અન્ય સ્ત્રીઓને બોલાવીને કરી શકો છો. ભજન અને કીર્તન કરવાથી આ વ્રત વધારે મજબુત બનશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google